Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ 178 દસયાલિય-૯૪૪૮૧ લોકના સુખ માટે, પરલોક-સ્વગદિના સુખ માટે, કીર્તિ, વર્ણ, (સ્લાધા) શબ્દ કે શ્લોકને માટે અને નિર્જરા-પાપકર્મને વિખેરવું તે સિવાય કોઈ પણ અન્ય પ્રયોજનથી તપ ન કરે. તે પિકી ચોથા પદને બરાબર યાદ રાખે. તપ સમાધિમાં હંમેશાં યુક્ત થયેલો સાધક વિવિધ પ્રકારનાં સદ્ગણોના ખજાનાભૂત તપશ્ચર્યામાં સદા અનુરક્ત થાય અને કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના ફક્ત નિર્જરા માટે જ કર્મને ક્ષીણ કરવાની ભાવના. રાખનાર બને તો તે સાધુ તપવડે પ્રાચીન પાપોનો નાશ કરી શકે. 481-482) આચાર સમાધિ પણ ચાર પ્રકારની છે. કોઈ પણ સાધક ઐહિક સ્વાર્થ માટે પરલૌકિક સ્વાર્થ માટે, કીર્તિ, વર્ણ, શબ્દ કે શ્લોક ને માટે, અને અહત દેવોએ ફરમાવેલા નિર્જરાના હેતુ સિવાય કોઈ પણ સ્વાર્થ માટે આચાર ન પાળે. તે પૈકી ચૌથું પદ બરાબર યાદ રાખવું. જે સાધુ દમિતેન્દ્રિય બની આચારથી આત્મસમાધિને અનુભવે છે, જિનેશ્વરોના વચનમાં અર્પણ થઈ ગયો હોય છે, વાદવિવાદોથી વિરત અને સંપૂર્ણ ક્ષાયિક ભાવને પામી મુક્તિની નિકટ ગયેલો હોય છે. 483-484] તે સાધુ ચાર પ્રકારની સમાધિને આરાધી સુવિશુદ્ધ થઈ તથા ચિત્તની સુસમાધિ સાધીને પરમ હિતકારી અને એકાંત સુખકારી એવું પોતાનું કલ્યાણ સ્થાન સ્વયં પ્રાપ્ત કરે છે. આથી તે જન્મ મરણના ચક્રથી સર્વથા મુક્ત થઈ નરકાદિ અવસ્થાનો પૂર્ણ ત્યાગ કરી શાશ્વત સિદ્ધ થાય છે અથવા જે થોડા પૂર્વકમ શેષ રહી જાય તો મહાદ્ધિશાળી ઉત્તમ કોટિનો દેવ બને છે. તેમ હું તમને કહું છું. | અધ્યયન-૯ ઉદ્દેશો ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | નવમું અધ્યયન-ગુર્જરછાયા પૂર્ણ (દસમુ અધ્યયન સભિક્ષુ) [485-48] જે તીર્થકરના ઉપદેશથી દીક્ષા લઈને સદા જ્ઞાનીના વચનોમાં અનુરક્ત રહે છે અને નિત્ય સમાધી જાળવે છે. સ્ત્રિયોના પાશ બંધનમાં જે જકડાતા નથી અને વમી દીધેલા ભોગોને પાછા ભોગવવાની ઈચ્છા રાખતો નથી તેજ ભિક્ષ છે. જે સ્વયં પૃથ્વીને ન ખોદે, ન ખોદાવે, ખોદતો હોય તેને અનુમોદન પણ ન આપે, વળી સચિત્ત પાણી સ્વયં ન પીએ ન પીવડાવે, પીતો હોય તેને ન અનુમોદ, અગ્નિને પોતે જલાવે નહિ, બીજાદ્વારા બળાવે નહિ કોઈ અગ્નિ પેટાવતું હોયતો અનુમોદન આપે નહિ તેજ ભિક્ષ છે. પંખા વગેરે સાધનથી પવન પોતે નાખે નહિ, બીજા પાસે નખાવે નહિ, નાખતાને અનુમોદ નહિ, અને વનસ્પતિઓને સ્વયં છેદે નહિ, છેદાવે નહિ, છેદતા હોય તેને અનુમોદે નહિ, તેમજ માર્ગમાં સત્ત. બીજો પડ્યાં હોય તો તેને છોડીને ચાલે અને ભિક્ષા પણ સચિત્ત હોય તો ગ્રહણ ન કરે. તેજ ભિક્ષુ છે. સંયમી પુરુષો પોતાને માટે બનાવેલો આહાર ગ્રહણ ન કરે કારણ કે આવા આહારાદિ તૈયાર કરવામાં પૃથ્વી, ઘાસ, કાષ્ઠ અને તેને આશ્રયે રહેલા ઈતર જીવોની પણ હિંસા થાય છે. તેથી અનાદિ પકાવે નહીં, પકાવવા કહે નહીં. આવું નિરવધ જીવન જીવે તેજ ભિક્ષુ છે. જે જ્ઞાતપુત્ર ભગવાન્ મહાવીરના ઉત્તમ વચનો પ્રત્યે રૂચિ ધરાવીને સૂક્ષ્મ અને સ્થળ બન્ને પ્રકારના છ જવનિકાય જે પોતાની સમાન માને છે. પાંચ મહાવ્રતોનો સ્પર્શ કરે છે. પાંચેય પ્રકારના આશ્રવો પાપદ્ધરો વ્યાપરથી રહિત થાય છે તેજ ભિક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50