Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 45
________________ અધ્યયન- 10. [490-491] જે ક્રોધ, માન, માયા, લોભનું સદા વમન કરતો રહે છે, જ્ઞાની પુરુષોના વચનમાં ચિત્તને સ્થિર કરી રાખે છે, સોનું ચાંદી ઈત્યાદિ ધનને ત્યાગી દે છે તેજ ભિક્ષુ છે. જે સમ્યક દ્રષ્ટિ છે, અમૂઢ છે. જ્ઞાન, તપ અને સંયમમાં રહી તપથી પૂર્વકને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરે છે મન વચન કાયાથી સુસંવૃત છે. તેજ ભિક્ષુ છે. [492-49) તેમજ વિવિધ પ્રકારનાં અસન, પાણી, ખાદ્ય કે સ્વાદ્ય વગેરેની સુંદર ભિક્ષા મેળવીને કાલ કે પરમ દિવસે ઉપયોગમાં આવશે એમ માનીને જે સાધક સંચય કરે નહિ. કરાવે નહિ તે જ ભિક્ષ છે. તેમજ ભિન્ન ભિન્ન પ્રકારનાં અશન, પાણી, ખાદ્ય કે સ્વાદ્ય વગેરે આહાર મેળવીને પોતાના સ્વધર્મી સાથીદાર સાધુઓને બોલાવીને તેની સાથે ભોજન કરીને સ્વાધ્યાયમાં રક્ત રહે છે તેજ ભિક્ષુ છે. 494-45] જે કલેશ, ટેટો, થાય તેવી કથા ન કહે નિમિત્ત મળવા છતાં કોઈપણ કોપ ન કરે, ઈન્દ્રિયોને નિશ્ચિળ રાખે. મન શાંત રાખે, સંયમ યોગમાં સતત સ્થિર ભાવે જોડાયેલો રહે તથા ઉપશાંત રહી કોઈનો પણ તિરસ્કાર ન કરે તેજ ભિક્ષુ છે જે ઈન્દ્રિયોને કોટા સમાન દુઃખ આપે તેવા આક્રોશ વચન-પ્રહારો અને અયોગ્ય ઉપાલંભોને સહન કરે છે. જ્યાં ભયંકર અને પ્રચંડ ગર્જના થતી હોય તેવા ભયાનક સ્થાનમાં રહી વૈતાલાદિના શબ્દ અટ્ટહાસ્યાદિ ઉપસર્ગોને સહન કરી જાય છે તથા સુખ અને દુઃખમાં સમભાવ રાખી જાણે તેજ ભિક્ષ છે. [496-497] જે સાધુ પ્રતિમા અંગીકાર કરીને સ્મશાન ભૂમિમાં જાય અને ત્યાં રહી ભય ઉત્પન કરે તેવા ભયાનક શબ્દ સાંભળીને પણ જે ન ડરી જાય તથા વિવિધ ગુણો અને તપશ્ચરણમાં રક્ત રહી પોતાના દેહનું ભાન ભૂલી જાય તેજ ભિક્ષુ છે જે સદૈવ દેહમૂછથી મુક્ત બનીને રહે છે. કઠોર વચનોથી તાડન, તર્જન કરે. માર મારે, છેદનભેદન કરે તે સમયે સર્વસહા પૃથ્વીની સમાન ક્ષમાશીલ બની રહે છે. જે નિયાણું કરતો નથી કુતૂહલ કરતો નથી. તે ભિક્ષુ છે. 498] પોતાના શરીરથી બધા પરીષહો ને જીતી ને જે ભિક્ષ જન્મમરણો એજ મહાભયના સ્થાન છે, એમ જાણી સંયમ અને તપમાં રક્ત રહી જાતિ પથમાંથી પોતાના આત્માને ઉગારી લે છે તેજ ભિક્ષુ છે. [499-501] જે સૂત્ર તથા તેના રહસ્ય જાણે છે હાથ, પગ, વાણી અને ઈન્દ્રિયોનો યથાર્થ સંયમ રાખે અધ્યાત્મ રસમાં જ જે મસ્ત રહે છે અને પોતાના આત્માને સમાધિમાં રાખે તે ભિક્ષુ છે. સંયમના ઉપકરણોમાં અને ભોજન વગેરેમાં જ આસક્ત રહે નહિ અજ્ઞાત ઘરોમાં પરિમિત ભિક્ષા ગ્રહણ કરીને સંયમ જીવનનો નિર્વાહ કરે, ચારિત્રમાં ક્ષતિ થાય તેવા દોષોથી બચતો રહે અને લેવું, વેચવું, ભેળું કરવું વગેરે અસંયમમય વ્યાપારથી વિરત બની સર્વ પ્રકારની આસક્તિના બંધનથી રહિત થાય તેજ ભિક્ષુ છે. જે લોલુપતાથી રહિત થઈ કોઈપણ પ્રકારના રસોમાં આસક્ત બને નહિ, ભિક્ષાચારીમાં પરિમિત ગ્રહણ કરે છે. ભોગી જીવન ગાળવાની વાસનાથી પર રહે છે. અને સત્કાર, પૂજા, ભૌતિક સુખની જેને પરવાહ ન હોય. તથા નિરાભિમાની અને સ્થિર આત્મભાવવાળો હોય તે ભિક્ષ છે. [પ૦ર-પ૦૪] સાધુ બીજાને દુરાચારી ન કહે. અન્ય કુપિત થાય તેવું દૂષિત વાક્ય પણ ન બોલે, બધા જીવોના પુણ્ય અને પાપ પૃથક, પૃથક છે. ફળ પણ તે પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50