Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ ચૂલિક મમત્વ ભાવ પણ કી ન કરે. પ૩૩-પ૩૪] મુનિ, ગૃહસ્થોની વૈયાવૃત્ય, અભિવાદન, વંદન કે નમન પણ ના કરે. સંકલેશ રહિત સાધુના સંગમાં રહે કે જેના સંસર્ગથી તેના ચારિત્રની હાનિ ન થાય. ભિક્ષ પોતાથી અધિક ગુણવાન કે સમાન ગુણવાળા અથવા સંયમક્રિયામાં નિપુણ કોઈ સાધુને મેળવી ન શકે તો કામભોગમાં અનાસક્ત રહી તથા પાપોનો ત્યાગ કરી સાવધાનતાપૂર્વક એકાકી વિચરે. [પ૩૫] નભિક્ષુને વષત્રિઋતુમાં એક સ્થાને ચારમાસ સુધી અને અન્ય ઋતુઓમાં એક માસ સુધી રહેવાની આજ્ઞા છે. તેજ સ્થાનપર બીજું ચાતુમસ અથવા માસ-કલ્પ કરવું ન જોઈએ. પ૩૬-પ૩૯] ભિક્ષ. રાત્રિના પ્રથમ પ્રહરમાં અથવા અંતિમ પ્રહરમાં પોતાના આત્માની આલોચના કરે કે - મેં આજે શું કર્યું? શું કરવાનું બાકી છે ? મારાથી. આચરવાનું શક્ય હોવા છતાં મેં શું નથી આચર્યું ? મારી ખુલનાને અન્ય લોકો અને હું કેવી રીતે જોઈ છીએ? હું મારી અલાનાને શા માટે છોડતો નથી? આ પ્રમાણે જે સાધુ વિચાર કરશે તે ભવિષ્યમાં અસંયમ સંબંધી દોષ નહિ કરે વૈર્યવાનું સાધું, મન, વચન, કાયાથી ખુલના થાય તે જ સમયે, ઉત્તમ અશ્વ જેમ લગામથી તુરત વશ થાય છે, તેમ પોતાના આત્માને વશ કરી સન્માર્ગે સ્થાપે. જે જિતેન્દ્રિય, વૈર્યશાળી છે, જેના ત્રણયોગ હમેશા વશમાં હોય છે તેવા સત્પરુષોને વિદ્વાનો પડિબુદ્ધજીવી કહે છે, કારણ કે તેઓ સંયમમયજ જીવન વ્યતીત કરે છે. [50] સુસમાધિવંત મુનિએ પોતાના આત્માની હંમેશા રક્ષા કરવી જોઈએ. કારણ કે અરક્ષિત આત્મા જાતિપથ જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. જ્યારે સુરક્ષિત આત્મા સર્વ દુઃખોથી મુક્ત થયા છે. એમ હું (તમને) કહું છું. બીજી ચૂલિકાની મુનિદીપરતસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ 42 | દસયાલિય-ગુર્જરછાયા પૂર્ણ ત્રીજું મૂળસૂત્રગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50