Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 47
________________ ચૂલિકા 181 [પ૦૯-૫૧૧] પ્રથમ તે વિશ્વનો વંદનીય હોય છે અને ભ્રષ્ટ થયા પછી અવંદનીય [તિરસ્કારને પાત્ર બને છે ત્યારે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલા દેવની માફક તે ખૂબ પરિતાપ પામે છે. પ્રથમ તે મહાપુરુષોને પણ પૂજ્ય હોય છે અને પછી તેજ અપૂજ્ય બને છે ત્યારે રાજ્યથી પદભ્રષ્ટ થયેલા રાજાની સમાન તે ખૂબ પરિતાપ પામે છે. પહેલાં તે માન્ય હોય છે અને પછી તેજ ત્યાગાશ્રમથી પતિત થઈને અમાન્ય થાય છે. જેમ ધનિક શેઠ ધનહીન બની ખેડુની જીંદગીમાં પલટાઈને હલકા સ્થાનમાં વાસ કરે છે અને પૂર્વની સ્થિતિ યાદ કરીને જીવન પર્યંત ખેદ કરે છે તેમ સાધુ પણ પરિતાપ કરે છે. [512-515 ભોગેચ્છાએ સંયમધર્મ તરછોડી ગૃહસ્થ જીવનમાં ગયેલો સાધક જ્યારે યૌવન વયથી છૂટી જરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે ખાવાની લોલુપતાને કારણે લોખંડના કાંટામાં ફસાયેલ માછલાંની પેઠે ખૂબ પીડા પામે છે. અને જ્યારે તે સાધુ ગૃહસ્થને પ્રાપ્ત થયેલ કલેશકારી કુટુંબની કુત્સિતચિંતાઓ ચારેય બાજુથી ઘેરી વળે છે ત્યારે તે બંધનમાં ફસી પડેલા હાથની જેમ ખૂબ ખૂબ પરિતાપ કરે છે. વળી સ્ત્રી, પુત્રાદિના પરિવારથી ઘેરાયેલો થઈને મોહકર્મની પરંપરામાં ગુંચવાઈ જાય છે. ત્યારે કાદવમાં ખૂંચેલો હાથી જેમ દુઃખી થાય છે તેમ મોહના ગાઢ બંધનથી બંધાયેલો તે કોઈ પણ રીતે છૂટી શકતો નથી. હા! આ મેં ખૂબજ ખોટું કર્યું. જો હું જિનેશ્વરોએ દેખાડેલા વિશુદ્ધ સાધુદશાથી માં રહ્યો હોત તો આજે હું અપૂર્વ આત્મ-ઓજસ અને અપૂર્વ જ્ઞાનસહિત સર્વ સાધુગણનો અધિપતિ હોત. [516-517 જે સાધુ સંયમપયયમાં રૂચિ રાખનારા છે તેને માટે આ સંયમ દેવલોકની સમાન સુખદુખ છે; એનાથી વિપરીત સાધુ સંયમનક્રિયાઓમાં રુચિહીન રહે છે, તેના માટે આ ચારિત્ર પર્યાયિ મહા નરક સમાન દુઃખપ્રદ છે, ત્યાગ માર્ગમાં રમી રહેલા મહાપુરુષોનું દેવેન્દ્ર સમાન ઉત્તમ સુખ અને ત્યાગમાર્ગથી ભ્રષ્ટ થયેલા પતિતોનું નરક સમાન અત્યંત દુખ એ બન્નેની તુલના કરીને પંડિત સાધુએ ત્યાગમાર્ગમાં આનંદપૂર્વક રહેવું જોઈએ. [18-51] ધર્મથી ભ્રષ્ટ અને આધ્યાત્મિક સંપત્તિથી પતિત થયેલા મુનિનો; અલ્પ તેજ ઠરી ગયેલા યજ્ઞના. અગ્નિ અને ભયંકર ઝેરી છતાં દાઢો ખેંચી લીધેલા સપની. સમાન દુરાચારીઓ પણ તિરસ્કાર કરે છે. ધર્મથી પતિત થયેલા અધર્મને સેવનારા અને પોતાના વ્રતનિયમોથી ભ્રષ્ટ થયેલા સાધુને આ લોકમાં પણ ચારિત્રની ક્ષતિ, અધર્મ, અપયશ અને તુચ્છ-ક્ષુદ્ર માનવામાં પણ નિંદા આદિ ગેરલાભો થાય છે અને જીવનના અંતે પરલોકમાં પણ અધમ ગતિ પ્રાપ્ત થાય છે. [520523] જે સાધુ સંયમ ભ્રષ્ટ થઈને દુષ્ટ ચિત્તના વેગને વશ થઇને ભોગોને ભોગવવા માટે તે તે પ્રકારના અસંયમને આચરીને જેની કલ્પના ન કરી શકાય તેવી દુઃખદ નરક ગતિમાં ગમન કરે છે. તે સાધકને ફરીથી આવા ઉચ્ચ સબોધની કે ધર્મની. પ્રાપ્તિ પણ સુલભ થઈ શકતી નથી. કલેશમાં રહેલા અને દુખમાંજ સબડતા નારક જીવોનું પલ્યોપમ અને સાગરોપમ જેવા લાંબા કાળ સુધી એક સરખું ભોગવવાનું દુઃખ કક્યાં ? અને આ સંયમમાં આકસ્મિક પડેલું થોડું દુઃખ ક્યાં ? આ મારું દુઃખ ચિરકાળ સુધી રહેવાનું નથી. કારણ કે જીવની વિષયવાસના અશાશ્વતી છે. આ ભોગપિપાસા. શરીર હોય ત્યાં સુધી કદાચ નષ્ટ ન થાય તો પણ અંતમાં-મૃત્યુ સમયે તો અવશ્ય નષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50