Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ અધ્યયન-૮ પ્રાપ્ત કરીને કામભોગોથી નિવૃત્ત થાય. 385] પોતાનું માનસિક બળ, શારીરિકબળ, પરાક્રમ આરોગ્ય અને શ્રદ્ધા અનુસાર ક્ષેત્ર કાળ ઈત્યાદિનો સારી રીતે વિચાર કરીને સાધકે, પોતાના આત્માને ધર્મકાર્યમાં નિયુક્ત કરવો જોઈએ. [386-390] જ્યાં સુધી જરા આવી નથી, જ્યાં સુધી રોગનો ઉપદ્રવ થયો નથી, જ્યાંસુધી બધી ઈદ્રિયો તથા અંગ ક્ષીણ થયા નથી ત્યાંસુધી મનુષ્ય અવશ્ય ધર્મનું આચરણ કરી લેવું જોઈએ. સાધક જે પોતાના આત્માનું હિત ઈચ્છતો હોય તો ક્રોધ, માન, માયા, લોભ એવા ચાર દોષોને નિશ્ચયરૂપથી છોડી દે, ક્રોધ પ્રીતિનો નાશ કરનાર છે, માન વિનયનો નાશ કરનાર છે, માયા મિત્રતાનો નાશ કરનાર છે, લોભ તો સર્વે સદ્ગણોનો વિધ્વંસ કરનાર છે. ઉપશમવડે ક્રોધનો જય કરે, મૃદુભાવથી અભિમાનને જીતે, સરળતાથી માયાનો નાશ કરવો જોઈએ અને લોભને સંતોષથી જીતે ક્રોધ અને માનને વશ નહિ કરવાથી તથા માયા અને લોભને વધારવાથી ચારેય કષાયો પુનર્ભવરૂપ વૃક્ષોના મૂળોને સિંચન કરે છે. [391] રત્ન-ગુણમાં અધિક હોય તેનો વિનય કરે તથા અઢાર સહસ્ત્ર-શીલાંગ જે બ્રહ્મચર્ય રૂપ ઉચ્ચ ચારિત્ર છે તેમાં નિશ્ચલ રહે. તેમજ કાચબાની પેઠે અંગોપાંગઈકિયાદિ વર્ગને ગોપવી તપ-સંયમમાં પુરુષાર્થશીલ રહે. [392-396] સાધક અતિ નિદ્રા, હાંસી અને ગુપ્ત વાતોને ત્યાગીને જ્ઞાનનું આવરણ કરનાર મલીનવૃત્તિ તોડવાને માટે હંમેશાં સાત્ત્વિક ધાર્મિક મનન, ચિંતન, સ્વાધ્યાયમાં રક્ત રહે. જરા માત્ર આળસ કર્યા વગર ત્રણેય યોગોને શ્રમધર્મમાં જોડે અર્થાત્ અનુપ્રેક્ષા ના કાળમાં મનોયોગ, અધ્યયનકાળમાં વચન-યોગ અને પ્રત્યુપેક્ષણ કાળમાં કાય-યોગ. આ પ્રમાણે શ્રમણધર્મમાં નિશ્ચળ બનીને યોગ જોડનાર સાધક ફલ સ્વરૂપે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખ પામે છે. આ લોક તથા પરલોક બન્નેમાં હિત થાય અને જેનાથી સગતિ પ્રાપ્ત થાય તેવા બહુશ્રુત જ્ઞાની પુરુષની સાધકે ઉપાસના કરવી ઘટે અને તેમના સત્સંગથી પોતાની શંકાનું સમાધાન કરી અર્થનો નિશ્ચય કરી લેવો જોઇએ. ગુરથી અતિ દૂર નહીં અતિ નીકટ નહી તે રીતે અને સંયત થઈ ઉપયોગ પૂર્વક ગુરુ સમીપે બેસે. સાધુ, આચાર્ય ગુરુવર્યોની બરાબર થઈને ન બેસે. તેઓની આગળ પણ ન બેસે, પાછળ પણ ન બેસે; અને ગુરુદેવની સામે જંઘા ઉપર જંઘા ચઢાવીને પણ ન બેસાય. [397-401] સંયમી પુરુષ અણપૂછ્યો ન બોલે ગુરુ બોલતા હોય તો તેમની વચ્ચે પણ ન બોલે. પીઠ પાછળ નિંદા કરે નહિ. તેમજ માયા-કપટ અને અસત્ય નો સર્વથા ત્યાગ કરે. જે ભાષા બોલવાથી બીજાને અપ્રીતિ ઉત્પન્ન થાય, અન્યજન શીધ્ર કુપિત થાય તથા અહિત થાય તેવી ભાષાને સર્વથા ન બોલે, આત્માર્થ સાધુ જોયેલી વસ્તુને જ જે પરિમિત અને સંદેહ રહિત, પૂર્ણ, સ્પષ્ટ અને અનુભવ યુક્ત વાચાળ પણાથી તથા અન્યને ખેદ થાય તેવા ભાવથી રહિત ભાષા બોલે. આચાર તથા પ્રજ્ઞપ્તિને ધારણ કરનાર અને દૃષ્ટિવાદને જાણનાર એવા જ્ઞાનીની પણ વાણીમાં કદાચિતું અલના થઈ જાય- ભૂલી જાય તે બનવા યોગ્ય છે. માટે તેવું જાણીને સાધક મુનિ તેની હાંસી ન કરે. સંયમી પુરુષોએ નક્ષત્ર વિચાર, સ્વપ્નવિદ્યા, વશીકરણાદિયોગ વિદ્યા, નિમિત્તવિદ્યા, મંત્રવિદ્યા, આ સાવદ્ય વચનોનો ઉપદેશ કરવાથી પ્રાણી, ભૂત, જીવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50