Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ અધ્યયન-૮ 169 [૩પર-૩પ૩] પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, તથા વનસ્પતિકાય એ પાંચ સ્થાવરકાય અને બેઈન્દ્રિયો આદિ સર્વ ત્રસકાય છે. તેથી ત્રસ અને સ્થાવર સર્વે જીવ છે એમ મહર્ષિ (સર્વજ્ઞ પ્રભુ એ કહ્યું છે. તે જીવો પ્રત્યે નિત્ય અહિંસક વૃત્તિથી રહેવું જોઈએ. જે મન, વાણી, કાયાથી અહિંસક રહે છે. તે પ્રમાણે વર્તે છે તે સંયમી બને છે. ૩પ૪-૩પપ જે સાધુ, શુદ્ધભાવોથી યુક્ત છે અને સુસમાહિત છે ત્રણ કરણ અને ત્રણ યોગથી મોટી, પત્થરનીશિલા, પત્થરનો ટુકડો વગેરે સચિત્ત પૃથ્વીનું ભેદન કરે નહિ. તેના ઉપર રેખા આદિ કાઢે નહિ, પરસ્પર ઘર્ષણ તેમજ સજીવ પૃથ્વીપર કે સજીવ ધૂળથી ખરડાએલા આસન ઉપર બેસે નહિ. પરન્તુ આવશ્યકતા હોય તો જેની માલિકીની અચિત્ત વસ્તુ હોય તેની આજ્ઞા લઈને પ્રમાર્જન કરીને તેના ઉપર બેસે. [૩પ-૩પ૭] સંયત મુનિ પૃથ્વીથી ઉત્પન્ન થયેલા સચિત્ત પાણી તથા આકાશમાંથી વરસતાં કરાનું પાણી તથા બરફ આદિ ગ્રહણ ન કરે. પરન્તુ અગ્નિથી પૂર્ણ તપાવેલું તથા પ્રાસુક પાણીજ ગ્રહણ કરે આદ્ર શરીરને વસ્ત્રથી ન લૂછે કે હાથથી ન મસળે. કે તેવી જાતના ભીંજાયેલા શરીરને જોઈને અણુમાત્ર પણ સ્પર્શ કરે નહિ. ૩પ૮૧ મુનિ અંગાર-જ્વાલા રહિત અગ્નિ, લોહપિંડની અંદર વ્યાપ્ત થયેલી અગ્નિ, ટુટતી અગ્નિની વાળા, ઉંબાડાની અગ્નિ - ઈત્યાદિ અગ્નિને પ્રજ્વલિત ન કરે. તેમજ પરસ્પર ઘર્ષણ ન કરે તથા તે અગ્નિ બુઝાવે નહીં. [૩પ મુનિ પોતાના શરીર માટે તથા ઉષ્ણાદિ પદાર્થોને ઠંડા કરવા માટે તાલવૃક્ષનાપંખાથી, પાંદડાથી, વૃક્ષની શાખાથી તથા, સામાન્યપંખાથી પવન ન કરે. 1 [360-361] મુનિ તૃણ, અને વૃક્ષોને ભોગવવાની મનથી પણ ઈચ્છા ન કરે. વૃક્ષોના સમૂહમાં, શાલી આદિ બીજ, હરિતકાય. કોઈ કોઈ ઉદકનામની વનસ્પતિ કહે છે તેના ઉપર, ઉરિંગ (સર્પછત્રાદિ રૂપ વનસ્પતિ વિશેષ અને પનક લીલ ફૂલ ઈત્યાદિ વનસ્પતિ હોય તેના ઉપર સાધુ ઊભા રહે નહિ. [36] સર્વ પ્રાણીઓની હિંસાથી વિરામ પામેલો સાધુ મન, વાણી કે કર્મથી ત્રણ-(હાલતા ચાલતા) જીવોની પણ હિંસા ન કરે પરન્તુ વિચિત્રવિભિન્ન પ્રકારવાળા જગતને આત્મવત્ દૃષ્ટિથી જુએ. [363-366] પ્રત્યેક જીવો પ્રત્યે દયા ધરાવનાર સંયમી ભિક્ષુ હવે કહેવાનાર આઠ પ્રકારના સૂક્ષ્મ જીવોને વિવેક પૂર્વક સમજીને તથા તેને જોઈને પછીજ બેસે, ઊભો રહે અથવા સૂએ. તે આઠ પ્રકારના કયાં સૂક્ષ્મ જીવો છે? એમ જ્યારે સંયમી સાધુઓ પ્રશ્ન કરે ત્યારે વિચક્ષણ અને મેધાવી ગુરુ આ પ્રમાણે ઉત્તર આપે સ્નેહ સૂક્ષ્મ - ઓસ, ધુંવર, હિમ, કરા ઈત્યાદિ વડ અને ઉંબર આદિના સૂક્ષ્મ પુષ્પ, આદિ જીવ, આ અનુદ્ધરી કહેવાય છે. કીડીનગરું, પાંચ વર્ણની લીલ, બીજ સૂક્ષ્મ - ડાંગર વગેરે બીજના મુખ ઊપર જે કર્ણિકા બાઝે છે, હરિત સૂક્ષ્મ - લીલા અંકૂરાઓ, અંડ સૂક્ષ્મ - કીડી, માખી, ગરોળી, વગેરેનાં ઈડા નાના હોય તે. સર્વે ઇન્દ્રિયોને નિયમમાં રાખનાર સંયમી સાધુ ઉપરનાં આઠેય સૂક્ષ્મ પ્રાણીઓને જાણીને તે ન હણાય જાય તેમ ઉપયોગ પૂર્વક વર્તે. 3i67] સંયમી ભિક્ષુ નિત્ય ઉપયોગપૂર્વક પાત્ર, કંબલ, શય્યાસ્થાન, ઉચ્ચાર ભૂમિ, પથારી અથવા આસન આદિનું પ્રતિલેખન કરે. [368 સંયમી સાધુ નિર્દોષ (જગ્યા) પ્રતિલેખન કર્યા પછી મળ, મૂત્ર, કફ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50