Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 168 દસયાલિયં-૭-૩૩૮ [338-339] તમે આ માલ ખરીદ્યો તે ઠીક કર્યું આ વસ્તુ વેચી તે બરાબર કર્યું, આ માલ ખરીદવા યોગ્ય છે અથવા ખરીદવા યોગ્ય નથી. આ વસ્તુમાં લાભ થશે અથવા નહિ થાય; ખરીદી લો, અથવા વેચી નાંખો એવાં એવાં વચનો વ્યાપારીને ન કહે અલ્પ મૂલ્યવાન અથવા બહુમૂલ્યવાનું કરિયાણાં સંબંધમાં કોઈ પૂછે તો સંયમ ધર્મમાં હાનિ ન પહોંચે તેમ ભિક્ષાએ નિરવદ્ય વચનથી ઉત્તર આપવો. આ વ્યાપારથી સાધુઓ નિવૃત્ત થયેલ હોવાથી તે સંબંધમાં અમને બોલવાને અધિકાર નથી. [34] ધીર અને બુદ્ધિમાન મુનિ ગૃહસ્થોને અહિંયા આવો, અહિંયા બેસો. ઉભા રહો સૂવો. ત્યાં જાઓ ઈત્યાદિ શબ્દોનો વ્યવહાર કરે નહિ. [341-342] આ લોકમાં ઘણા અસાધુઓ પણ સાધુ કહેવાય છે. તેવા અસાધુઓને સાધુ ન કહે. પરંતુ સાધુતાના ધારકનેજ સાધુ કહે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનથી સંપન તથા સંયમ અને તપમાં રક્ત આવા ગુણોની સૌરભથી સુરભિત-સંયમીનેજ સાધુ કહેવાય. [34] દેવો, મનુષ્યો તિર્યચોમાં પારસ્પરિક યુદ્ધ થતો હોય ત્યાં અમુક પક્ષનો ય થાઓ અથવા થવો જોઈએ તેમજ અમુક પક્ષનો જીત ન થાઓ અથવા હાર થવી જોઈએ એમ ન બોલે. [34] વાયરો, વરસાદ, ઠંડી, તાપ, ક્ષેમ. (સારી રીતે રક્ષણ) સુકાલ, ઉપદ્રવરહિતપણું ઈત્યાદિ ક્યારે થશે? અથવા વાયરા વિગેરે ન થાઓ. આવું ન બોલે. [345-346o વાદળ, આકાશ કે રાજા જેવા માનવને આ દેવ છે એવું કહે નહિ. પરંતુ આ મેઘ ચઢેલ છે. ઊંચે ઘેરાઈ રહ્યો છે અથવા જળ આપનાર છે અથવા વરસે છે. એમ કહે મુનિઓ પ્રયોજન હોય તો આકાશને અંતરિક્ષ અથવા દેવોથી સેવિત છે, તેમ કહે અને ઋદ્ધિશાળી મનુષ્યને જોઈને તે ઋદ્ધિશાળી છે તેમ કહે. [34] તેમજ ક્રોધ, લોભ, ભય કે હાસ્યને વશ થઈને પણ પાપકારી, નિશ્વયકારી, પરજીવો માટે પીડાકારી ભાષાને સાધુ હાંસી કે મજાકમાં પણ ન બોલે. [348ii આવી રીતે મુનિ વાક્યશુદ્ધિ, અને વાક્યની સુંદરતા સમજીને હંમેશાં દૂષિત વાણીથી દૂર રહે. જે સાધક વિવેકપૂર્વક ચિંતન કરીને પરિમિત અને અદૂષિત ભાષા બોલે છે તેજ સત્પરષોમાં પ્રશંસા પામે છે. [34] છ જીવનિકાયને વિષે સંયમવાનું અને ચારિત્રમાં નિરંતર ઉધમવાનું સાધુ ભાષાના ગુણ અને દોષોને જાણી સદોષ ભાષાનો નિરંતર ત્યાગ કરે અને હિતકારી તથા મધુર ભાષા બોલે. [૩પ૦ પરીક્ષાપૂર્વક બોલનાર, વશેન્દ્રિય, ચારે કષાયો પર જીત મેળવનાર, એવા અપ્રતિબંધ વિચરનાર સાધુ પૂવોપાર્જિત કમલને દૂર કરી, આ લોક અને પરલોકની આરાધના કરે છે. એ પ્રમાણે હું તમને) કહું છું. અધ્યયનઃ ૭ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (અધ્યયન આઠમું - આચારણિધિ) [351] જે ભિક્ષુએ આચાર રૂપ નિધિને પ્રાપ્ત કરી લીધેલ છે, તેઓએ પોતાના ક્રિયાદિ કેવી રીતે વર્તવું જોઇએ. તે તમારી સમક્ષ હું ક્રમશઃ કહીશ. તે સાંભળો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50