Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ અધ્યયન - 9, ઉદેસી-૨ 175 વિકસેન્દ્રિય બનેલો પ્રત્યક્ષ દેખાય છે. દડ અને શસ્ત્રથી ક્ષત-વિક્ષત શરીરવાળા, અસભ્ય વચનોથી સર્વત્ર તિરસ્કાર પામનારા, દીનભાવ દેખાડનાર, પરાધીન જીવન વ્યતીત કરનારા તેમજ ક્ષુધા તૃષાની તીવ્ર અસહ્ય વેદના ભોગવનારા દેખાય છે. પરંતુ જે નરનારીઓએ વિનયની આરાધના કરી હોય છે તે આ લોકમાં મહાયશસ્વી અને મહાસંપત્તિને પામી સુખ ભોગવતા દેખાય છે. [૪૧-૪૪રો અવિનીત આત્મા દેવ, યક્ષ કે ભવનપતિ ગુહ્યક નામક દેવ યોનિમાં ઉત્પન્ન થાય તો ત્યાં પણ ચાકરપણું પામીને દુખ ભોગવતાજ દેખાય છે. પણ જે સુવિનીત આત્મા છે તે દેવ, યક્ષ અને ભવનપતિદેવ થઈને પણ ત્યાં મહાયશસ્વી તથા મહાદ્ધિમાન થઈને સુખ ભોગવતાજ દેખાય છે. 43 જે મુનિ આચાર્ય ઉપાધ્યાયની સેવા કરે છે અને તેમની આજ્ઞાનુસાર વર્તે છે તૈઓની શિક્ષા-જ્ઞાન પાણીથી સિંચાયેલા વૃક્ષોની જેમ પ્રતિદિન વૃદ્ધિને પામે છે. 444-447 ગૃહસ્થો આલોકના લૌકિક ઉપભોગ નિમિત્તે પોતાને કે બીજાને માટે વિવિધ પ્રકારની શિલ્પકળાઓ તથા તેની નિપુણતાને શીખે છે તે પુરુષો લલિતકોમળ ઇન્દ્રિયવાળા હોય તો પણ શિક્ષાકાળમાં વિદ્યાગુરુ દ્વારા ઘોરબંધ-વધ અને દારુણ પરિતાપને પામે છે. તે વિદ્યાર્થીઓ બંધાદિ કષ્ટો દેનારા ગુરુ પ્રત્યે ક્રોધ નહિ કરતાં તેમની પૂજા કરે છે સત્કાર કરે છે, પ્રણામ કરે છે અને ગુરુ જે આજ્ઞા આપે છે તદનુસાર આચરણ કરે છે. તો પછી જે આગમ-શ્રત. પ્રાપ્તિમાં તત્પર અને અનન્ત હિતમોક્ષના ઇચ્છુક છે તેને માટે તો કહેવાનું જ શું હોય? તેથી ભિક્ષુ આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. કોઈ સમયે અજ્ઞાનથી ગુરુના હસ્તપાદાદિ શારીરિક અવયવોને તથા યાવન્માત્ર ધર્મસાધનભૂત ઉપકરણોનો પાદિથી સંઘટ્ટો થઈ જાય તો, તેજ સમયે શિષ્ય નમ્ર થઈને પશ્ચાત્તાપની સાથે મુખથી ' મિચ્છા મિ દુક્કડ' કહી ક્ષમા યાચના કરે અને પ્રતિજ્ઞા કરે કે - આવો અપરાધ ફરી નહિ કરું. 4i46-448] ગાળિયો બળદ જેમ ચાબુકનો પ્રહાર પડ્યા પછીજ રથને વહન કરે છે. તે જ પ્રમાણે દુષ્ટ બુદ્ધિ અવિનીત શિષ્ય ગુરુદેવના વારંવાર કહેવાથી જ કાર્ય કરે છે. ગુરુ કોઈ કાર્યને માટે એકવાર બોલાવે તથા વારંવાર બોલાવે ત્યારે શિષ્ય આસન ઉપર રહીને પ્રત્યુત્તર ન આપે. પરન્તુ શીઘ્રતાથી આસન છોડીને સમીપે આવી ઊભો રહે વિનયથી વાત સાંભળે સ્વીકાર કરે. તેમજ તર્કથી, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ગુરુશ્રીના અભિપ્રાયો અને સેવાના ઉપચારો જાણીને તે તે ઉપાયોને આદરે. [44] અવિનીતને વિપત્તિ પ્રાપ્ત થાય છે અને સુવિનીતને સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ બંને વાતને જે જાણે છે તે જ શિક્ષા ને સુખપૂર્વક પ્રાપ્ત કરે છે. 4i50 જે સાધક બહુ ક્રોધી બુદ્ધિ અને ઋદ્ધિના ગર્વવાળો, ચાડી ચુગલી ખોર, ખોટા કાર્યોમાં સાહસિક, અવિનયી, મૂર્ણપટભરી છે તેને મોક્ષ પ્રાપ્ત થતો નથી. - 51] જેઓ ગુરુની આજ્ઞામાં રહેનાર, કૃત તથા ધર્મના રહસ્યને જાણનાર, વિનયનું પાલન કરવામાં પંડિત પુરુષો હોય છે. તેઓ દુખે કરીને તરી શકાય એવા ઘોર સંસારસાગરને તરી જઈ સર્વોત્તમ એવી સિદ્ધ ગતિને પામે છે તેમ હું કહું છું. [ અધ્યયન-૯ ઉદેસરની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50