Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ 174 દસયાલિયં-૯૧૪૨૮ વચનથી તેમનો સત્કાર કરે અને કાયાથી તેમની સેવા કરે; 4i28] સાધક કલ્યાણને ઈચ્છતો હોય તો તેને માટે લજ્જા - સંયમ, બ્રહ્મચર્ય એ સર્વે આત્મવિશુદ્ધિના સ્થાનો છે. જે ગુરુ સતત આવી શિક્ષાઓ મને આપે છે. તેની હું સતત સત્કાર સેવા પૂજા કરું છું. [429-430] જેમ રાત્રિ વ્યતીત થવા પર ક્રમશઃ તપતો સૂર્ય સંપૂર્ણ ભારતક્ષેત્રમાં પ્રકાશ કરે છે તેજ પ્રમાણે આચાર્ય દેવ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બુદ્ધિથી જીવાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે. અને જેમ દેવોમાં ઇન્દ્ર શોભે તેમ આચાર્ય સાધુગણમાં શોભા પામે છે. જેમ શરદ પૂર્ણિમાનો ચંદ્રમાં ગ્રહ નક્ષત્ર અને તારા ગણના પરિવારથી યુક્ત થઈને વાદળાં રહિત સ્વચ્છ આકાશમાં અતિ સુંદર અને દેદીપ્યમાન દેખાય છે તેજ પ્રમાણે ગણને ધારણ કરનારા આચાર્ય પણ સંઘરૂપી નિર્મળ આકાશમાં પોતાના સુસાધુગણના પરિવારથી શોભા પામે છે. [431] સદ્ધર્મનો ઈચ્છુક અને અનુત્તમ સુખની અભિલાષી સંયમી, જ્ઞાન, દર્શન તથા શુદ્ધ ચારિત્રના મહાભંડારરૂપ તથા શ્રત, શીલ અને બુદ્ધિથી યુક્ત સમાધિવંત આચાર્ય ને વિનય અને ભક્તિથી સંતુષ્ટ કરે છે અને આરાધે છે. [432] જે બુદ્ધિમાનું સાધક હોય છે તે આ ઉપરનાં સુભાષિતોને સાંભળીને અપ્રમત્તપણે પોતાના આચાર્યદેવની સેવા કરે છે અને તે દ્વારા સન્નાન, સચ્ચારિત્ર ઇત્યાદિ અનેક ગુણોને આરાધીને ઉત્તમ એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. એમ હું કહું છું. | અધ્યનન, ઉદેસો-૧ ની મુનિદીપરતનસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ! - ઉદેસો-૨ - [432-433] જેમ મૂળથી વૃક્ષનું થડ, થડમાંથી શાખા, શાખામાંથી પ્રતિશાખાઓ, તેમાંથી પાંદડાઓ ઉત્પન્ન થાય છે અને પછી ક્રમથી તે વૃક્ષમાં ફૂલો. ફળો અને મધુરો રસ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ધર્મરૂપ વૃક્ષનું મૂળ વિનય છે અને તેનું અંતિમ પરિણામ રસરૂપ મોક્ષ છે. તે વિનયરૂપી મૂળ દ્વારા શિષ્ય આ લોકમાં કિર્તિ. અને જ્ઞાન પ્રાપ્ત કરી પરમચ્છાધાને પામીને સંપૂર્ણ ઈતત્ત્વ-મોક્ષને પામે છે. [434] જે પુરુષો ક્રોધી, મૂર્ખઅહંકારી કઠોર ભાષી છે, છળ કપટ કરવામાં પાવરધો છે તે અવિનય-દોષથી યુક્ત આત્મા જેમ સરિતાના પ્રવાહમાં કાષ્ઠ તણાય જાય તેમ સંસાર સાગરના પ્રવાહમાં તણાતો રહે છે. 4i35] કોઈ ઉપકારી મહાપુરુષ જ્યારે હિતશિક્ષા આપી અવિનીતને વિનયમાર્ગમાં લાવવા પ્રેરણા કરે ત્યારે તે મૂર્ખ મનુષ્ય ઉલટો કોપ કરીને તે હિતશિક્ષાનો તિરસ્કાર કરે છે તે ખરેખર આંગણે આવેલી સ્વર્ગીય લક્ષ્મીને દેડ મારીને હાંકી કાઢવા સમાન કાર્ય કરે છે. 436-o] જે સવારીના કામમાં આવનાર ઘોડા અને હાથી અવિનીત હોય છે તે સેવા કાળમાં દુઃખનો અનુભવ કરતા દેખાય છે. પણ સવારીના કામમાં આવનાર જે હાથી-ઘોડા સુવિનીત હોય છે તે ઋદ્ધિ અને મોટો યશ પ્રાપ્ત કરી સુખનો અનુભવ કરતા દેખાય છે. - એજ રીતે અવિનય કરનારા સ્ત્રી, પુરુષો આ લોકમાં ઘોરાતિઘોર દુઃખ ભોગવતાં, માર પડવાથી ઘાયલ થયેલાં, નાક, કાનાદિ કાપી નાંખવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50