Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ - - - અધ્યયન-૯, ઉદેસો-૧ 173 શિક્ષા લેતો નથી, જેમ વાંસનું ફળ પોતાના વિનાશ માટે હોય છે. તેમ - તેજ વિનયની અશિક્ષા તેના વિનાશને માટે હોય છે. [41] જે મુનિ ગરને આ મંદ, અલ્પપ્રજ્ઞ છે, આ અલ્પવયસ્ક છે અને અલ્પકૃત છે, એમ જાણીને એમના ઉપદેશને મિથ્યા માનતા તેમની અવહેલના કરે છે તે ગુરુની આશાતના-અપમાન કરે છે. 4i17-422] કોઈ આચાર્ય વયોવૃદ્ધ હોવા છતાં પણ સ્વભાવથી જ મંદ [અલ્પપ્રજ્ઞ] હોય છે. અને કોઈ અલ્પવયસ્ક હોવા છતાં પણ શ્રુત અને બુદ્ધિથી સંપન્ન હોય છે. આચારવાનું અને ગુણોમાં સુસ્મિતાત્મા આચાર્ય ભલે પછી તે મંદ હોય યા પ્રાજ્ઞ, પરંતુ વડીલ ગુરૂવયની અવજ્ઞા કરનારા શિષ્યો)ની ગુણરાશિ અગ્નિમાં પડેલા લોકડની જેમ ભસ્મીભૂત થઈ જાય છે. કોઈ મૂર્ખ માણસ સર્પને નાનો જાણીને ક્રોધિત કરે તો તેનું તે સદ્ધિારા અહિત થાય છે. તેવી જ રીતે જે પોતાના અજ્ઞાનથી આચાર્યનું અપમાન કરે છે તે ખરેખર પોતાના દુષ્કાર્યથી જ જન્મ મરણના ચક્કરમાં ફક્ય કરે છે. આશીવિષ સર્પ જો કદાપિ કુપિત થાય તો પ્રાણનાશથી અધિક કંઈ કરી શકે નહિ. પરન્તુ જો આશાતના કરવાવડે પૂજ્ય આચાર્યદવ અપ્રસન્ન થઈ જાય તો તેની અપ્રસનતાના કારણથી અબોધિની પ્રાપ્તિ થાય. તથા મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જેમ કોઈ જીવન ઈચ્છુક આત્મા બળતી અગ્નિમાં પ્રવેશ કરે છે દ્રષ્ટિવિષ સર્પને કોપાવે છે અથવા વિષ ભક્ષણ કરે છે તો તે આત્મા કાપિ બચી શકે નહિ અથતું મૃત્યુ પામી જાય તેમ સાધકજન ગુરુની આશાતના કરી સંયમ જીવન જીવી શકે નહિ. કદાચિત વિદ્યા કે મંત્ર આદિના બળથી અગ્નિ પણ બાળે નહિ, કોપાયમાન થયેલો વૃષ્ટિવિષ સર્પ પણ કરડે નહિ, તેમજ હળાહળ વિષ પણ કદાચિત મારે નહિ. પરંતુ ગુરુનો કરેલ તિરસ્કાર તો નિષ્ફળ જાય નહિ, તેના ફળસ્વરૂપે મોક્ષ મળે નહીં. [423-424 જેમ કોઈ મૂર્ખ વ્યક્તિ પોતાના મસ્તક વડે પર્વતને ભેદી નાખવાની ઈચ્છા કરે, તથા કોઈ સૂતેલા સિંહને જાગૃત કરવાની ઇચ્છા રાખે, તેમજ કોઈ ભાલાની અણી ઉપર લાતનો પ્રહાર કરે તે સર્વે ક્રિયાઓ જેમ હાનિકારક છે, પોતાને જ જીવનમુક્ત, કરનાર નિવડે છે, તેમ ગુરુનો તિરસ્કાર અવગણના માત્ર સાધકની મોક્ષદશામાં બાધક બની રહે છે. કદાચિત્ કોઈ પોતાની શક્તિથી અથવા દૈવયોગે મસ્તકવડે પર્વતને ભેદીનાખે, કોપેલો સિંહ પણ કદાચ ભક્ષણ કરે નહિ તથા ભાલાની અણી પણ કદાચ વિધે નહિ, પરંતુ ગુરુનો કરેલો તિરસ્કાર કે તેની અવગણના તો બરાબર સાધકના મોક્ષમાર્ગમાં બાધા ઉત્પન્ન કરે જ છે. [૪રપઆચાર્ય અપ્રસન્ન થઈ જાયતો શિષ્યને બોધિલાભ ન થાય. આશાતનાથી મોક્ષ ન મળે તેથી અવ્યાબાધ સુખની ઇચ્છાવાળાએ ગુરુની પ્રસન્નતા માટે તત્પર રહેવું. [42-427] જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણ અગ્નિમાં ભિન્ન ભિન્ન પ્રકારના ઘી, મધ વગેરે પદાર્થોની આહુતિઓ આપી તથા વેદના મંત્ર-પદો વડે અભિષિક્ત કરી હોમાગ્નિને નમસ્કાર કરે છે તેમ શિષ્ય અનંતજ્ઞાનને પામવા છતાં પણ ગુરુદેવની વિનયપૂર્વક ભક્તિ કરે. જે ગુરુની પાસેથી ધર્મશાસ્ત્રના ગૂઢ રહસ્યો શીખેલો હોય તે ગુરનો વિનય ભાવ યથાયોગ્ય કરે. તેમજ મસ્તકે અંજલિ જોડી તેમને પ્રણામ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50