Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ 166 દસયાલિય - 7-307 ભાષા સત્ય હોવા છતાં પણ ન બોલે. આચાર અને ભાવના ગુણ દોષોને જાણનારા વિવેકી પ્રજ્ઞાશીલ સાધુ આ રીતે કે બીજી રીતે સામા પ્રાણીને પીડાકર ભાષા ન બોલે. [30] બુદ્ધિમાનું સાધુ, જે દેશમાં જે નીચતા વાચક શબ્દ, સંબોધન કરવામાં આવે છે તેવા શબ્દોથી કોઈને બોલાવે નહિ, જેમકે - હે મૂખ! હે ગોલ ! હે જાન ! (કૂતરા !) હે વસુલ-છીનાળવા! હે કમક! હે દુભાંગી! [308-0314] હે દાદી! મોટી દાદી' હે માતા ! હે માસી! હે ફઈ! હે ભાણેજી! હે બેટી! હે પૌત્રી! તેમજ અરે ફલાણી, અલી ! અરે સખી! અરે છોકરી! તથા એ ચાકરડી અરે શેઠાણી ! અરે ગોમિની! રે મૂખ! રે લંપટ ! રે દુરાચારિણી! વગેરે આવાં તોછડાં વચનોથી ન જ સંબોધે કે બોલાવે. પણ જો કારણવશાત્ બોલાવવાનું થાય તો નામ લઈને અથવા યથાયોગ્ય ગુણદોષને વિચાર કરીને તેના ગોત્રથી એક વખત કે વારંવાર આમંત્રણ કરે. તેજ પ્રમાણે પુરુષ સાથે પણ હે દાદા ! મોટા દાદા ! કાકા, પિતા, મામા, ભાણેજ, પુત્ર, પૌત્ર, એ પ્રમાણે મોહ ઉત્પાદક સંબંધ વાચક વિશેષણોથી અથવા તુચ્છ શબ્દોથી જેમકે - હે ! અરે ! રે ફલાણા ! રે સ્વામી! હે ગોમિક ! હે મૂર્ણ! હે લંપટ ! રે દુરાચારી ! વગેરેથી સંયમી પુરષો બોલાવે નહિ. પરંતુ તેનું નામ કે ગોત્ર પ્રમાણે સંબોધન કરીને આવશ્યકતાનુસાર એક વાર અથવા વારંવાર બોલાવે. તેમજ મનુષ્ય સિવાય ઈતર પણ પંચેન્દ્રિય પ્રાણીઓ પૈકી જ્યાં સુધી, આ નર છે કે માદા છે તેવો નિશ્ચય ન થાય. ત્યાં સુધી તે અમુક જાતિના છે તેવું જ કહે. 3i15-316] તેમજ મનુષ્ય, પશુ, પક્ષી, કે સરીસૃપને જોઈને આ જાડો છે, એના શરીરમાં માંસ ખૂબ છે માટે વધ કરવા યોગ્ય છે કે પકાવવા યોગ્ય છે. એવું હિંસાજનક વચન પણ ન બોલે. પરંતુ તે સંબંધમાં કહેવાનું ખાસ પ્રયોજન પડે તો તેને વૃદ્ધ દેખી તે બહુ વૃદ્ધ છે. સુંદર છે, પુષ્ટ છે નિરોગી છે પ્રૌઢ છે એ પ્રમાણે નિર્દોષ વચન બોલે. [317-318] તેજ પ્રમાણે બુદ્ધિમાનું ભિક્ષુ ગાયોને જોઈને આ દોહવા યોગ્ય છે તથા નાના વાછરડાઓને જોઈને આ નાથવા યોગ્ય છે અથવા આ રથમાં જોડવાયોગ્ય છે, આવી ભાષા ન બોલે. પરંતુ ખાસ બોલવાનો પ્રસંગ પડે તો ભિક્ષુ તેને આ બળદ તરૂણ છે. આ ગાય રાળ દુિઝણી છે. અથવા આ બળદ નાનો અથવા મોટો છે અને આ બળદ સંવહન છે, એમ કહે. [319-322] તેમજ ઉદ્યાન, પર્વતો કે વનમાં ગયેલો કે જતો બુદ્ધિમાનું સંયમી ત્યાં મોટા મોટા વૃક્ષોને જોઈને આ પ્રમાણે ન બોલે. (આવૃક્ષ) મહેલના થાંભલા, ઘરોનાં તોરણો, બારસાખ, ભોગળ, વહાણો અથવા પાણીયારા-રેહટ વગેરે બનાવવા યોગ્ય છે. તેમજ, આ વૃક્ષ બાજોઠ, કથરોટ, કિાષ્ઠાત્રી હળના દાંતા, ખેતરમાં અનાજના ઢગલાને ઢાંકવાનાં લાકડાનાં ઢાંકણ, ઘાણીનો લાટ, (યંત્રની લાકડી) ગાડીના પૈડા. વચ્ચેની નાભી કે ચરખાનો લોટ ને સોનાની એરણ કરવા માટે યોગ્ય છે. આ વૃક્ષ આસન, શયન, પાટ આદિ માટે કે ઉપાશ્રયને યોગ્ય છે, તેવી હિંસાકારી ભાષાને બુદ્ધિમાનું ભિક્ષુ કદાપિ બોલે નહિ. [323326] ઉદ્યાન, પર્વતો અથવા વનોમાં ગયેલો બુદ્ધિમાનું ભિક્ષુ ત્યાં મોટાં મોટાં વૃક્ષોને જોઈને બોલવાનો પ્રસંગ હોય તો) આ પ્રમાણે બોલે કે - આ વૃક્ષો ઉત્તમ જાતિવાળા છે, બહુ મોટા છે, ગોળાકાર છે, વિસ્તારવાળા છે તથા તે બધાં શાખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50