Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ અધ્યયન- 6 163 જીવોને હણતા નથી, હણાવતા નથી કે હણનાર ને અનુમોદન આપતા નથી. કારણકે જળકાયની હિંસા કરનાર તેની હિંસા કરતો કરતો જલને આશ્રયે રહેલા દ્રષ્ટિએ દેખાતા અને ન દેખાતા તેવા ભિન્ન ભિન્ન પ્રકારના અનેક ત્રસ અને સ્થાવર જીવોની પણ હિંસા કરી નાખે છે. માટે તે પાપ દુર્ગતિ વધારનારું છે, તેમ જાણીને સાધુપુરુષે જીવન પર્યન્ત માટે જળકાયના સમારંભને ત્યાગી દેવો જોઈએ. [257-260] સાધુ પુરુષો અગ્નિને પ્રજ્વલિત કરવા માટે ઇચ્છે નહિ કારણ કે તે પાપકારી અને લોખંડશસ્ત્રો કરતાં અદ્વિતીય તેમજ અતિ તીક્ષ્ણ શસ્ત્ર છે અને તેને કોઈપણ બાજુથી સહન કરવું તે સર્વથા દુષ્કર છે. અગ્નિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓ, ચાર વિદિશાઓ, ઉપર અને નીચે એમ દશે દિશામાં દરેક વસ્તુને બાળી ને ભસ્મ કરી નાખે છે. અગ્નિ પ્રાણીઓનો નાશ કરનાર છે. તેમાં લેશ માત્ર શિંકાને સ્થાન નથી. માટે સંયમી પુરષો પ્રકાશ માટે અથવા તાપ લેવા માટે પણ કદી જરામાત્ર પણ અગ્નિકાયનો આરંભ કરે નહિ. માટે તે પાપ દુર્ગતિને વધારનારૂં છે તેમ જાણીને સાધુ પુરુષ જીવન પર્યન્ત અગ્નિકાયના સમારંભને ત્યાગી દે. | [261-264] બહુ પાપકારી વાયુકાયના આરંભને પણ જ્ઞાની પુરુષો અગ્નિકાયના આરંભ જેવો દૂષિત માને છે. તેથી જ છ કાયના રક્ષક સંયમીઓએ વાયુકાયનું સેવન કરતા નથી. માટે તાડપત્રના પંખાથી, સામાન્ય વીંજણાથી કે વૃક્ષની શાખા હલાવીને સંયમી પુરુષો પોતે પવન નાખતા નથી, બીજની પાસે પવન નંખાવતા. નથી કે કોઈ પવન કરતો હોય તો તેને અનુમોદન પણ આપતા નથી. તેમજ સંયમીઓ પોતાની પાસે રહેલાં, વસ્ત્ર, પાત્ર, કંબલ જોહરણાદિ (સંયમના સાધનો) વડે પણ. વાયુની ઉદીરણા કરતા નથી. પરંતુ તેને ઉપયોગ પૂર્વક સંયમ રક્ષણાર્થે ધારણ કરે છે, આવી રીતે આ દોષ દુર્ગતિને વધારનારો છે. એમ જાણીને સંયમી જીવન પર્યંત વાયુકાયનો સમારંભ ન કરે. [265-267] સુમસાધિવંત સંયમી પુરુષો મન, વચન અને કાયાથી વનસ્પતિકાયની હિંસા કરતા નથી, કરાવતા નથી, કરતા હોય તેમાં અનુમોદના આપતા નથી. કારણ કે વનસ્પતિની હિંસા કરનારા તે જીવ વનસ્પતિના આશ્રયે રહેલાં દ્રષ્ટિથી દેખી શકાય તેવા તથા ન દેખી શકાય તેવા પણ અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ દુર્ગતિને વધારનારો છે. તેવું જાણીને સાધુ પુરુષ જીવન પર્યત વનસ્પતિકાયના આરંભનો પણ ત્યાગ કરે. [268-270 સુસમાધિવત પુરુષો મન, વચન, અને કાયાથી ત્રસ કાયના હાલતા ચાલતા જીવોની હિંસા કરતા નથી, હિંસા કરાવતા નથી, અને તેવા જીવોની. હિંસા કરનારને અનુમોદન પણ, આપતા નથી. કારણ કે ત્રસકાયની હિંસા કરતો કરતો. તે જીવ ત્રસકાયના આશ્રયે રહેલાં, દ્રષ્ટિથી દેખી શકાય તેવાં તથા ન દેખી શકાય તેવાં પણ વિવિધ પ્રાણીઓની હિંસા કરી નાખે છે. માટે આ દોષ પણ દુર્ગતિને વધારનારો છે તેવું જાણીને સાધુ પુરષ જીવન પર્યંત ત્રસ કાયની હિંસા ન કરે. [271-274 આહાર આદિ ચાર (હવે પછી કહેવાશે તે) કે જે સાધુ પુરુષોને અકથ્ય હોય તેને વર્જન કરે આહાર, શ, વસ્ત્ર અને પાત્ર એમ ચારે વસ્તુઓ પૈકી જે સંયમી માટે અકથ્ય હોય તેને સંયમી સાધુ ન ઈચ્છે, પણ જે કલ્પનીય હોય તેનેજ ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50