Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ અધ્યયન- 6 11 કલ્યાણ રૂપ સંયમ તરફ નજર કરો કે જે અનેક ભિક્ષુઓથી પૂજાય છે. તથા વિસ્તીર્ણ મોક્ષના અર્થથી યુક્ત બને છે. તેનું હું ગુણ કથન કરીશ. તે સાંભળો. એ પ્રમાણે સદ્ગણોનો ઇચ્છુક અને દુર્ગુણોનો ત્યાગી ભિક્ષુ મરણના છેડાસુધી સતત સંવર ધર્મનું આરાધન કરે છે. તેવો શ્રમણ આચાયોને તથા બીજા સાધુઓને પણ આરાધે છે. અને તેને તેવો ઉત્તમ ભિક્ષ જાણીને ગૃહસ્થો પણ તેની પૂજા કરે છે. [221-223] જે તપનો, વાણીનો, રૂપનો અને આચાર ભાવનો ચોર હોય છે તે દેવયોનિ પ્રાપ્ત થવા છતાં કિલ્વેિષ જાતનોહલકી જાતનો દેવ બને છે. કિલ્બિષ જાતના હલકા દેવોમાં થયેલો તે સાધક દેવપણું પામીને પણ “ક્યા કર્મથી મારી આ ગતિ થઈ તેને જાણી શકતો નથી.” તે કિલ્બિષ દેવ ત્યાંથી આવીને મુંગા બકરાની યોનિને પામે છે. અને પછી નરક યોનિમાં કે તિર્યંચ યોનિમાં ગમન કરે છે. કે જ્યાં સુબોધ સમ્યત્ત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. [224] જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે કહેલ આ પ્રકારના દોષને જાણી બુદ્ધિમાનું સાધક લેશ માત્ર પણ માયા કે અસત્યને ત્યાગે [૨૫આ પ્રમાણે સંયમી ગુરુઓ પાસેથી ભિક્ષાની ગવેષણા-શુદ્ધિને શીખીને તથા ઈદ્રિયોને સમાધિમાં રાખીને તીવ્ર સંયમી અને ગુણવાનું ભિક્ષુ સંયમમાં વિચરે, અધ્યયન - ઉદ્દેશો-રની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન છઠ્ઠ-મહાચારકથા) 222-229] જ્ઞાન, દર્શન સંપન, સંયમ અને તપની ક્રિયાઓમાં પૂર્ણપણે રત, આગમજ્ઞાની, ઉદ્યાનમાં પધારેલ ગણિઆચાર્યશ્રીને રાજા, રાજપ્રધાનો, બ્રાહ્મણ તથા ક્ષત્રિય આદિ લોકો નમ્રતાપૂર્વક પૂછે છે કે - ભગવન્! આપના આચાર- અને ગોચરકેવા પ્રકારનાં છે ? ઈદ્રિયોનું દમન કરનાર, જીવમાત્રનું સુખ ઈચ્છનાર તે વિચક્ષણ મહાત્મા શિક્ષાથી યુક્ત થઇને ઉત્તર આપે છે, હે શ્રોતાઓ ! ધર્મના પ્રયોજન રૂપ મોક્ષની ઈચ્છાવાળા નિગ્રંથોના અતિ કઠિન અને સામાન્યજનોથી અસાધ્ય ગણાતા એવા સંપૂર્ણ આચાર-ગોચરને સાંભળો. 2325] આ લોકોમાં જેનું પાલન કરવું અતિ કઠિન છે તેવું દુષ્કર વ્રત આચાર નિગ્રંથ દર્શન સિવાય અન્ય કોઈ દર્શનોમાં ક્યાંય ભૂતકાળમાં કહેવાયો નથી અને ભાવિમાં કહેવાશે નહીં. બાળ, વૃદ્ધ, અસ્વસ્થ કે સ્વસ્થ એ બધાં જ મુમુક્ષુઓએ જે ગુણો અખંડ રીતે આરાધવાનો હોય છે તે પૂર્વના મહાપુરુષોએ જે સ્વરૂપે કહ્યા છે તે સ્વરૂપે જ કહું છું. આ આચારનાં નીચે પ્રમાણે પ્રધાન અઢાર સ્થાનો છે. જો અજ્ઞાની સાધક તે પૈકીના એકની પણ વિરાધના કરે તો તે નિગ્રંથ શ્રમણભાવથી ભ્રષ્ટ થાય છે. પ્રથમ સ્થાન :- બધા જીવો સાથે સંયમ પૂર્વક વર્તવું, તેજ ઉત્તમ પ્રકારની અંહિસા છે અને ભગવાન મહાવીરે તેનેજ અઢાર સ્થાનકોમાં પ્રથમ સ્થાને દશવેિલી છે. સંયમી સાધક આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓને જાણતાં કે અજાણતાં હણે નહિ, હણાવે નહિ કે હણનારને અનુમોદે પણ નહિ. જગતના સર્વે જીવો જીવનને ચાહે છે, કોઈ પણ પ્રાણી મૃત્યુને ચાહતું નથી. માટેજ એ ભયંકર પાપરૂપ પ્રાણીહિંસાને નિગ્રંથ પુરૂષો (સર્વથા) ત્યાગી દે છે, સંયમી પોતાના સ્વાર્થ માટે, અન્યના માટે, ક્રોધથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50