Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ અધ્યયન-૫, ઉદેસો-ર 159 અથવા વધુ આહાર લેવાની આવશ્યકતા ઊભી થાય તો પૂર્વોક્ત વિધિથી તથા આ નીચે કહેવામાં આવશે તે વિધિથી અન્નપાણીની ગવેષણા [શોધ] કરે. ભિક્ષુ ભિક્ષાને કાળ જાણીને ગોચરી માટે નીકળે જે કંઈ અલ્પ કે પરિમિત આહાર મળે તે ગ્રહણ કરીને ભિક્ષાકાળ પૂર્ણ થતાં જ સ્થાનક તરફ પુનઃ પાછો ફરે. અકાળને છોડીને જે સમયે જે કાર્ય કરવાનું હોય તે સમયને યોગ્ય કાર્ય કરે. અહો સાધુ! તું અકાળે ભિક્ષાર્થે જઈશ અને સમયને ઓળખીશ નહિ તો તારા આત્માને ખેદ થશે અને ખોરાક ન મળવાથી તું ગામની પણ નિંદા કરીશ” માટે ભિક્ષાનો સમય થાય ત્યારે જ ભિક્ષુએ ભિક્ષાર્થે ઉદ્યમ કરવો જોઈએ કવચિત્ ભિક્ષા ન મળે તો પણ દીનહીન થઈને શોક ન કરતાં આજે સહેજે તપ થયો એમ માનીને તે સુધાનો સમભાવે સહન કરે. [18] ભિક્ષુ નાના મોટાં પશુ પક્ષીઓ ખોરાક માટે તે ચણા માટે એકઠાં થયેલા હોય તેની સન્મુખે ગમન ન કરે પણ ઉપયોગ પૂર્વક બીજે જ માર્ગેથી ગમન કરે. [183-188] ગોચરીને માટે સાધુ ગૃહસ્થને ઘેર જાય ત્યારે ત્યાં ધર્મકથાનો વિસ્તાર પૂર્વક પ્રબન્ધ ન કરે અને બેસે પણ નહિ. કોઈ ગૃહસ્થના ઘરની ભોગળ, કમાડનું પાટિયું બારણું કે કમાડનો ટેકો દઈને ઉભો રહે નહિ બીજા ધર્મના અનુયાયી શ્રમણ બ્રાહ્મણ કુપણ કે ભિખારી જો ગૃહસ્થના દ્વારની સન્મુખ ભોજનને માટે કે પાણીને માટે આવી ઊભા હોય તો તેને ઓળંગીને ગૃહમાં પ્રવેશ ન કરે તેમજ તેમની દૃષ્ટિ પડે તેવા સ્થાને ઊભો પણ ન રહે પરંતુ એકાંતમાં જઈને જ ઊભો રહે કારણ કે તેમ કરવાથી તે ભિખારી કે દાયક અથવા બન્ને નાખુશ થાય તેમજ પ્રવચન-ધર્મની પણ લઘુતા દેખાય નિષેધ કરે કે દાન આપી દે પછી યાચકો દ્વારપરથી પાછા ફરે ત્યાર પછી જ સંયમી સાધુ યતનાપૂર્વક અન્નપાણીને માટે તે ગૃહના ઘેર પ્રવેશ કરે. [189-192] નીલોત્પલ-લીલુકમળ, પદ્મ-લાલ કમળ, ચંદ્રવિકાસી-શ્વેત કમળ અથવા માલતી મોગરાનું કે તેવું બીજું કોઈ પણ ફૂલ - ચૂટીને કચરીને - છેદીને. - કે સંઘો કરીને કોઈ ભિક્ષા આપે તો તે ભોજન અને પાણી સંયમીને અકથ્ય-અગ્રાહ્ય છે. માટે આપનાર પ્રત્યે કહે કે આ આહાર પાણી અને કલ્પતા નથી. [193-194] કમલનો કન્દ, પલાશનો કન્દ, જેતકમલની નાલ, નીલ કમલની નાલ, કમલના તંતુ, સરસવોની નાલ, અને શેરડીના ટુકડા, એ સર્વે સચિત્ત પદાર્થ, વૃક્ષના, તૃણના તથા અન્ય કોઈ બીજી વનસ્પતિના, તરૂણ પ્રવાલ-નવીન કૂંપળો જો કાચી હોય તો - શસ્ત્ર પરિણત થયા ન હોય તેવાને સાધુ પ્રહણ ન કરે. [195] તેમજ જેનું બીજ બંધાયું નથી તેવી કોમળ ચોળા મગની ફલીઓ - કાચી હોય તો તે આપનાર પ્રત્યે સંયમી કહે કે મને તેવી જાતનો આહાર કહ્યું નહિ. [196-199] બોર, વંશકારેલાં, શ્રીપર્ણીનું ફળ, નાળિયેર, તલપાપડી, પાકી. લીમડાની લીંબોળી આ બધી ચીજો અપક્વ સચિત હોય તો સંયમી તે છોડી દે. તેમજ ચોખાનો તથા તલનો આટો. તેમજ સરસવનો ખોળ તથા અપક્વ પાણી વગેરે કાચું હોય અથવા મિશ્ર પાણી હોય તો ભિક્ષુ તેને પણ ગ્રહણ ન કરે. અપક્વ કોઠું બિજોરૂં, પાંદડા સહિત મૂળો કે મૂળાની કાતરી વગેરે કાચા કે શસ્ત્રપરિણત ન હોય તો મુનિ મનથી પણ ન ઈચ્છે. તે જ પ્રમાણે ફળોનું ચૂર્ણ, બીજોનું ચૂર્ણ બહેડાં તથા રાયણનાં ફળ વગેરે કાચા હોય તો સચિત્ત જાણીને તેને ગ્રહણ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50