Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ 158 દસયાલિય-પ/૧/૧૭૪ દૂર ફેકે નહિ. કે મોઢેથી ઉછાળીને ફેકે નહિ. પરંતુ એકાંતમાં જાય અને ત્યાં નિર્જીવ જગ્યા તપાસીને યતનાપૂર્વક તે વસ્તુને ત્યાં મૂકી દે, પાછો ફરી ઈયપથક પ્રતિક્રમે અને જે પોતાના સ્થાને પહોંચ્યા પછી ભિક્ષા વાપરવાની ઈચ્છા રાખે તો ભિક્ષાસહિત આવીને તે પહેલા ભોજન કરવાની જગ્યાનું પ્રતિલેખન કરે અને પછી વિનયપૂર્વક તે સ્થાનમાં પ્રવેશ કરીને ગુરૂની સમીપ આવી ઈયપિથિકી પ્રતિક્રમે. પછી તે ભિક્ષ આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં જે કઈ અતિચાર કર્યા હોય તે બધાને ક્રમપૂર્વક યાદ કરી લે. સરળ બુદ્ધિવાળો શાંત ચિત્તવાળો તે મુનિ આહાર પાણી કેવી રીતે મેળવ્યા? ઈત્યાદિ બધુ વ્યાકુળતા રહિત ગુરૂ સમક્ષ સ્પષ્ટ કહે પહેલાં કે પછી થયેલા દોષોની કદાચિતું તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે કાયોત્સર્ગ કરી આવું ચિંતન કરે કે અહો ! શ્રી જિનેશ્વરીએ મોક્ષના સાધન સાધુ પુરૂષના દેહના ધારણ કરવા માટે કેવી નિર્દોષવૃત્તિ દેખાડી છે? અથતુ ઉપદેશેલી છે. કાયોત્સર્ગમાં ઉપરનું ચિંતન કરી નમસ્કારનું ઉચ્ચારણ કરી કાયોત્સર્ગથી નિવૃત્ત થઈ તેમજ પછી જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ (લોગસ્સનો) પાઠ કરી પછી અલ્પ સ્વાધ્યાય કરીને ભિક્ષુ ક્ષણવાર વિશ્રાંતિ લે. અને વિશ્રાંતિ લઈને નિરરૂપી લાભનો અર્થી તે સાધુ પોતાના કલ્યાણ માટે આ પ્રમાણે ચિંતન કરે કે બીજા મુનિવરો મારા ઉપર અનુગ્રહ કરીને મારા આહારમાંથી થોડું લે તો હું સંસારસમુદ્રથી તરી જાઉં.” આ. પ્રમાણે વિચારીને પ્રીતિપૂર્વક ક્રમશઃ બધાને આમંત્રણ કરે, જો કોઈ સાધુ આહાર કરવાની ઈચ્છા કરે તો તેની સાથે જ આહાર કરે છે કોઈ સાધુ આહાર કરવા ન ઇચ્છે તો સંયમી પોતે એકલે જ પહોળા મુખવાળા પ્રકાશિત ભાજનમાં યતનાપૂર્વક નીચે ન વેરાય. તેવી રીતે આહાર કરે ગૃહસ્થ પોતાને માટે બનાવેલું અને વિધિ પૂર્વક મેળવેલું તે ભોજન તીખું, કડવું કસાયેલું ખાટું મધુર કે ખારૂં ગમે તેવું હોય પરંતુ સંયમી ભિક્ષુ તેને મધ કે ઘીની માફક પ્રેમપૂર્વક આરોગે. મળેલો આહાર નિરસ કે વિરસ હોય કે ઉત્તમ પ્રકારની શાક વગેરે સામગ્રીથી સહિત હો કે રહિત હો, સ્નિગ્ધ હોયકે શુષ્ક-લુખ્ખો હો બરફુટ હો કે અડદના બાકળાનું ભોજન હો, તેમજ અલ્પ હોય કે બહુ હોય પરંતુ મળેલા આહારની કે ઘતારની નિંદા ન કરે પરંતુ તે મુધાજીવી ભિક્ષુ અચિત્ત, નિર્દોષ અને સહજ મળેલા આહારને નિઃસ્વાર્થ ભાવે શાંતિ પૂર્વક આરોગે. [17] મહાપુરૂષો કહે છે કે આ દુનિયામાં કોઈ પણ બદલાની આશા વિના કેવળ નિસ્વાર્થ ભાવથી ભિક્ષા આપનાર દાતા અને કેવળ સંયમના નિવહ માટે નિઃસ્વાર્થ ભાવે ભિક્ષા લેનાર ભિક્ષ, એ બંને મળવા દુર્લભ છે. જે નિઃસ્વાર્થી દાતાર અને નિઃસ્વાર્થી ભિક્ષુ, હોય છે તે બંને ઉત્તમ ગતિને મળવે છે. તે પ્રમાણે હું તમને કહું છું) અધ્યયન-૫, ઉદેસા-૧ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ] - અધ્યયન-૫-ઉદેસર 2 -) [17] સંયમી ભિક્ષુ બધો આહાર, પછી તે સુગંધી હોય કે ગંધરહિત તેને પાત્રાને છેલ્લો લેપ લાગ્યો હોય ત્યાં સુધીનું બધું અંગુલીથી સાફ કરીને ખાઈલે. [177-181] ઉપાશ્રયમાં કે સ્વાધ્યાય કરવાના સ્થાનમાં બેઠેલ સાધુ ગોચરીમાં મેળવેલ ભોજન ભોગવતા અપર્યાપ્ત થાય તો અર્થાતુ સુધા શાન્ત ન થાય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50