Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ 156 દસયાલિય-પ/૧/૧૧૪ જએ. જો તે બને નિમંત્રણા કરે તો તે અપાતા નિર્દોષ આહાર પાણી ને ગ્રહણ કરે. [114-118] સાધુ ગર્ભવતી સ્ત્રી માટે જ બનાવેલું ભિન્ન ભિન્ન પ્રકારનું ભોજન પાન ખવાતું હોય કે ખાવાનું બાકી હોય તો તેને ગ્રહણ ન કરે. પણ તેના ભોગવ્યા પછી વધ્યું હોય તો જ ગ્રહણ કરે કાચિત્ શ્રમણ-ભિક્ષુને ભિક્ષા આપવા માટે પૂરા મહિના વાળી ગર્ભવતી સ્ત્રી ઉભેલી હોય અને બેસે અથવા બેઠેલી હોય ને ઉભી થાય તો તેના હાથનાં ખાન-પાન સંયમીઓને ગ્રહણ કરવા યોગ્ય નથી. માટે ભિક્ષા આપતી તે સ્ત્રીને શ્રમણ કહે આ પ્રમાણે ભિક્ષા લેવું મને કાતું નથી. બાળક કે બાલિકાને પયપાન કરાવતી સ્ત્રી બાળક ને દૂર રડતું મૂકીને ભિક્ષને હરાવવા માટે આહારપાણી લાવે તો તે આહાર પાણી સંયમી પુરૂષો માટે અકલ્પનીય છે. માટે ભિક્ષા આપતી. સ્ત્રીને તે શ્રમણ કહે કે મને આ પ્રમાણે ભિક્ષા ગ્રહણ કરવી કહ્યું નહિ. 119-121} વળી જે આહાર-પાણી કલ્પનીય છે કે અકલ્પનીય છે, એની શંકાવાળા હોય તો તે આપતી વ્યક્તિને શ્રમણ કહે કે મને તેવાં આહાર પાણી કહ્યું નહિ. જે આહાર-પાણી સચિત્ત પાણીના ઘડાથી ઢાંકેલ હોય, પત્થરથી, ખરલથી બાજોઠથી, ઢેફાંથી કે માટી અથવા બીજા તેવા કોઈ કોઈ લેપથી છાંદેલ હોય, લાખનું સીલ દીધું હોય તેવા અન્નપાનને શ્રમણ નિમિત્તે લેપ વગેરે તોડીને લાવે તો ભિક્ષા દેનારને શ્રમણ કહે કે તેવું મને કહ્યું નહિ. [122-129] ગૃહસ્થોએ બનાવેલું અન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ એ ચારે પ્રકારનો આહાર જે શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે આ બીજાને દાનને માટે બનાવ્યું છે તો તે આહાર-પાણી સંયત મુનિને અકલ્પનીય છે. તેમ જાણીને દાતારને કહે કે આ આહાર-પાણી અને કલ્પતા નથી. એજ રીતે યાચક કે ભિખારી માટે બનાવેલ, બીજાને પુણ્યાર્થે આપવા બનાવેલુ, વણિપક માટે બનાવેલું-અન્ય મતના સાધુ માટે બનાવેલ, એવા અશન-પાન-ખાદિમ-સ્વાદિમને જે શ્રમણ સ્વતઃ જાણે કે સાંભળે તો તે તેને માટે અકલ્પનીય છે. તેથી દાતારને કહે કે આ આહાર-પાણી અને કલ્પના નથી. [130-131] જે અન્ન પાન સાધુનેજ ઉદ્દેશીને, સાધુ માટે ખરદીને બનાવેલ હોય, સાધુ માટે તથા પોતાને માટે કરેલ અલગ અલગ આહાર પાણી મિશ્ર થઈ ગયેલ હોય. સામે લાવેલું હોય સાધુ નિમિત્તે ઉમેરીને કરેલું કે ઉછીનું લીધેલું તથા મિશ્ર થયેલું અન્ન પાણી પણ ભિક્ષુ તજી દે. જે ભિક્ષને શંકા થાય તો તે આહારની ઉત્પત્તિ કેમ થઈ? કોના માટે બનાવ્યું છે? એમ પૂછી શંકા રહિત અને શુદ્ધ ભિક્ષા હોય તો પ્રહણ કરે. [132-137) સચિત્ત પુષ્પ બીજ કે લીલોતરીથી જે અનાદિ આહાર મિશ્ર હોય તે આહાર સચિત્ત જળ, કીડીનાં દર, લીલ ફૂગ કે અગ્નિ ઉપર રાખ્યો હોય અથવા અગ્નિ સાથે સ્પર્શ કરીને અપાય તો તે અન્ન પાન સંયમી પુરૂષોને માટે ગ્રહણ કરવા યોગ્ય નથી, તેમ જાણીને ભિક્ષુ કહે કે મને તેવું ભોજન કલ્પતું નથી. [138-139] ચુલામાં બળતણ કાઢી નાખીને અગ્નિ પ્રગટાવીને કે વધુ તેજ કરીને અથવા અગ્નિ ઠારીને, પકાવતાં અન્નનો ઉભરો આવેલ જાણી તેમાંથી કંઈક ઓછું કરીને કે તેમાં વધુ પાણી ઉમેરીને, છાંટીને, અથવા અગ્નિ ઉપરથી નીચે ઉતારીને આપે તો તે ભોજન પાન પણ સંયમી પુરુષોને માટે કલ્ય નથી. માટે આપનારને ભિક્ષ. કહે છે તેવી ભિક્ષા મને કલ્પતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50