Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 154 દસયાલિય-પ૧૮૨ બની અવ્યાકુળ ચિત્તથી મંદ મંદ ચાલે. આગળ યુગ-ધુંસર પ્રમાણ સાડા ત્રણ હાથથી ચાર હાથ પ્રમાણ સુધી ભૂમિને જોતા બીજ, વનસ્પતિ, પ્રાણીઓ, સચિત્ત જળ અને માટી દૂર રહીને ચાલે. બીજો માર્ગ વિદ્યમાન હોય ત્યારે ખાડા કે ઊંચી નીચી વિષમ જગ્યા અને વૃક્ષના યુઠા કે કાદવવાળા માર્ગને છોડી દે, તેમજ ખાડને ઓળંગવા માટે કાષ્ઠ પાષાણ વગેરે ગોઠવ્યા હોય તો તે ઉપર પણ ચાલે નહિ. કારણ કે તેવા વિષમ માર્ગે જતાં ત્યાં તે સંયમી કદાચિતુ લપસી પડે કે ખાડામાં પડી જાય તો ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા થાય. માટે સુસમાધિવંત સંયમી અન્ય માર્ગ વિદ્યમાન હોય તો તેવા વિષમ માર્ગે ન જાય. જો સારો માર્ગ ન જ હોય તો તે માર્ગે ઉપયોગ પૂર્વક જાય. [82-83] સંયત-મૂનિ કોલસા, રાખ ભેંસના કે છાણના ઢગલાપર સચિત્ત રજથી ખરડાયેલા પગે ગમન ન કરે કે તેને ઓળંગે નહિ. વરસાદ વરસતો હોય, ઝાકળ પડતી હોય, મહાવાયુ વાતો હોય કે ખૂબ ધૂળ ઉડતી હોય તથા માખી, મચ્છર, પતંગીયા વગેરે અનેક પ્રકારના જીવો ઉડી રહ્યા હોય તેવા વખતે સંયમીએ ગોચરી અર્થે ન જવું. [84-86] બ્રહ્મચર્યની રક્ષા કરનારમુનિ વેશ્યા રહેતી હોય એવા આસપાસના પ્રદેશમાં ન જાય. કારણ કે દમિતેન્દ્રિય અને બ્રહ્મચારી સાધકના ચિત્તમાં પણ તે નિમિત્તથી અસમાધિ થઈ શકે. એવા કુસ્થાને જતાં ત્યાંના વાતાવરણનો વારંવાર સંસર્ગ-પરિચયથી અનેક પ્રકારના વિકલ્પો ઉપજે, વ્રતો-નિયમોમાં બાધા ઉત્પન્ન થાય અને સાધુતામાં સંશય થાય. માટે એકાંત મુક્તિનો ઈચ્છુક મુનિ આ પ્રમાણે દુર્ગતિને વધારનાર અને દોષોનું ગૃહ જાણીને વેશ્યાના પાડોસમાં ગમનાગમન ન કરે. | [87 જ્યાં કુતરા, તાજી પ્રસૂતિ પામેલી ગાય, મદોન્મત્ત બળદ અશ્વ કે ગજ વિગેરે હોય તથા બાળકોનું કીડાસ્થાન કે કલહ અને યુદ્ધનું સ્થાન હોય તેવા સ્થાનને દૂરથી જ છોડીની ચાલે.. [88-93] માર્ગે ચાલતો મુનિ બહુ ઊંચું કે નીચુ મુખ રાખે નહી અથવા અભિમાન કે દીનતા રાખે નહિ. રાજી ન થાય કે વ્યાકુળ ન થાય. પોતાની ઇંદ્રિયો તથા મનનું બરાબર સમતોલ પણું જાળવીને વિચરે. ઉચ્ચ કે નીચ કુળમાં ગોચરી જનાર મુનિ ઉતાવળા ન ચાલે કે બોલતા અને હસતા હસતા ન ચાલે. ગોચરી ગયેલો ભિક્ષ ગૃહસ્થોના ઘરની બારીઓ કે ગવાક્ષ સામે, દીવાલોના સંધીના વિભાગ સામે, બે ઘરની સંધીના વિભાગ સામે, બારણા સામે કે પાણી રાખવાના ભવન સામે ન જુએ. એવા શંકાના અન્ય સ્થાનોને પણ દુરથી છોડી દે. તેમજ રાજાઓ, ગૃહપતિઓ અંતઃપુર કોટવાળના ના કે જે કલેશકર ભયસ્થાનો છે તેને દુરથીજ છોડી દે. લોકનિષિધ કુળમાં પ્રવેશ ન કરે. વળી જે ગૃહપતીએ પોતેજ નિષેધ કર્યો હોય કે “મારે ઘેર ન આવશ" તેવા ગૃહ તથા જે ઘેર જવાથી તે ઘરના મનુષ્યોને અપ્રીતિ થાય ત્યાં પણ પ્રવેશ ન કરે. પણ પ્રીતિકર કુળમાં પ્રવેશ કરે. સાધુ ઘરના માલિકની રજા વગર કમાડ ખોલે નહિ. શણના કે વાંસના પડદાને ઉઘાડે નહીં કે ઠેલે પણ નહીં. [4] મળમૂત્રની શંકા હોય તો તે નિવારીને પછીજ મુનિ ગોચરી માટે નિકળે. કદાચિતું રસ્તામાં આકસ્મિક શંકા થાય તો મળ મૂત્ર વિસર્જન કરવાને યોગ્ય નિર્જિવ જગ્યા જોઈ એ જગ્યાના ખાસ માલિક હોય તો તેની આજ્ઞા લઈને બાધાને નિવારી લે. [95-96] જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરનું નીચું બારણું હોય, જે ઘરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50