Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ અધ્યયન-૪. 153 નથી, તે જીવાજીવને નહિ જાણનાર સંયમને કેમ જાણી શકશે? જે જીવોને પણ જાણે છે તથા અજીવોને પણ જાણે છે તે જીવાજીવોને જાણીને સંયમને પણ યથાર્થ જાણી શકશે. [પ૯-૭૧] જ્યારે જીવ તથા અજીવ બંને તત્ત્વોને જાણે છે ત્યારે તે સર્વજીવોની. બહુપ્રકારની ગતિને પણ જાણી શકે છે. જ્યારે બધા જીવોની સર્વ પ્રકારની ગતિ જાણે છે ત્યારે તે સાધક પુણ્ય, પાપ, બંધ, મોક્ષ એમ ચારે વસ્તુઓને જાણી શકે છે. જ્યારે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષના સ્વરૂપને જાણે છે ત્યારે તે દુખના મૂળરૂપ દેવ અને મનુષ્ય આદિ સંબંધી કામભોગોથી નિર્વેદ પામે છે. જ્યારે દેવતા અને મનુષ્ય સંબંધી ભોગો પરથી નિર્વેદ પામે છે ત્યારે તે કષાયાદિ અત્યંતર સંયોગ અને બાહ્ય સંયોગ કુટુંબાદિને ત્યાગી દે છે. જ્યારે આત્યંતર અને બાહ્ય સંયોગોને તજે છે ત્યારે જ તે દ્રવ્ય અને ભાવથી મંડિત બનીને અણગારપણું અંગીકાર કરે છે. જ્યારે મંડિત થઈને તે અણગારપણું સ્વીકારે છે ત્યારે જ તે ઉત્કૃષ્ટ સંવરરૂપ ધર્મનો સ્પર્શ કરે છે. જ્યારે શ્રેષ્ઠ સંવરરૂપ અનુત્તર ધર્મને સ્પર્શ કરે છે ત્યારે અબોધિ રૂપ કલુષતાથી સંચિત કરેલા પાપકર્મરૂપી મેલને દૂર કરે છે. જ્યારે અજ્ઞાન દ્વારા અનાદિ કાળથી એકઠો કરેલ કર્મરૂપી મેલ દૂર કરે છે ત્યારે જ સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. જ્યારે તે સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે ત્યારે તે જિન કેવળી થઈને લોક અને અલોકના (સ્વરૂપને-સર્વભાવોને) જાણે છે. જ્યારે તે કેવળી જિન લોક અને અલોકના સ્વરૂપને જાણે છે ત્યારે તે મન, વચન અને કાયાના સર્વ વ્યાપારોને રૂંધીને શૈલેશીકરણ, અવસ્થાને પામે છે. અને શેષ રહેલા અઘાતિ કમને પણ ક્ષય કરીને કર્મરૂપી રજથી સર્વથા રહિત બની સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે. જ્યારે સિદ્ધગતિને પામે છે ત્યારે લોકના અગ્રભાગપર જઇ તે શાશ્વત સિદ્ધ થાય છે. [72-73] જે સુખનો સ્વાદક-ઇચ્છુક હોય, પોતાને કેમ સુખ મળે તે માટે સદા આકુળ રહેતો હોય, ઘણું ઊંઘી રહેવાના સ્વભાવવાળો હોય અને સતત હાથ પગ ઈત્યાદિ અંગોને વિભૂષા અર્થે ધોયા કરવાનો જેનો સ્વભાવ હોય તેવા સાધુને સુગતિ દુર્લભ છે. જેનામાં તપશ્ચર્યાનો ગુણ પ્રધાન પણ છે, જે પ્રકૃતિથી સરલ, ક્ષમા તથા સંયમમાં રક્ત, પરીષહોને જીતનાર હોય એવા સાધકને સુગતિ સુલભ થાય છે. જેમને તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય છે તેવા પાછલી વયમાં પણ સંયમમાર્ગ પ્રાપ્ત થયેલાને શીઘ્રતાથી અમરભવનો (ઉચ્ચ પ્રકારના દેવલોકનાં સ્થાનો) ને પ્રાપ્ત કરે છે [૭પ આ પ્રમાણે હંમેશાં જણાવંત અને સમ્યગ્દષ્ટિ સાધુ, દુઃખે કરીને પામી શકાય તેવા સાધુપણાને પામીને આ ષડૂજીવનિકાયની મન, વચન, કાયા એમ ત્રણેય યોગોથી વિરાધના ન કરે. - તે પ્રમાણે હું તમને) કહું છું અધ્યયન ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (પાંચમું અધ્યયન-પિકડેષણ) - - પ્રથમઉદ્દેશ - [76] ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે વ્યાકુળતા રહિત અને મૂછ રહિત (આગળ બતાવવામાં આવશે તે) ક્રમયોગથી ભાત પાણી ભિક્ષા)ની ગવેષણા કરે. [77-81] તે ગામમાં અથવા નગર આદિમાં ગોચરી ગયેલો સાધુ ઉગ રહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50