Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ અધ્યયન-૪ 151 નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તે સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરું છું તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું. આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને અલગ કરૂં છું. [42] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ કે ભિક્ષુણી, તેણે દિવસ કે રાત્રે, એકાકી કે પરિષદુમાં, સૂતાં કે જાગતાં કદી પણ કુવા-તળાવનું પાણી, ઓસનું પાણી, બરફ, ધુમસ, કરા કે લીલા છોડ ઉપર પડેલા બિન્દુઓ, વર્ષાનું પાણી કે સચિત્ત પાણીથી ભિંજેલી કાયા અથવા સચિત્ત પાણીથી ભિંજાયેલું વસ્ત્ર, પાણીના બિંદુઓથી સ્નિગ્ધ થયેલી કાયા અથવા સ્નિગ્ધ-ગિલું વસ્ત્ર હોય, તેને મસળવું નહીં, તેનો સ્પર્શ કરવો નહિ, તેને કચરવું નહિ, દબાવવું નહિ, ઝટકવું નહિ, પછાડવું નહિ, સુકાવવું નહિ, તપાવવું નહિ, તેમજ અન્ય પાસે મસળાવવું નહિ, યાવતુ તપાવરાવવું નહિ, વળી બીજો કોઈ મસળતો હોય, યાવત્ તપાવતી હોય તે સારું કરે છે તેવું માનવું નહિ. હે પૂજ્ય! હું જીવનપર્યન્ત મનથી, વચનથી અને કાયાથી તેવું કરીશ નહિ. કરાવીશ નહિ કે અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તત્ સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરું છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું. આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું. [43] સંયત, પાપથી વિરત અને નવા કર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર પછી તે સાધુ હો કે સાધ્વી હો, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં, સુતા કે જાગતાં, કદી પણ કાષ્ઠનો અગ્નિ, કોલસાના અંગારાનો અગ્નિ, બકરીની લીંડી વગેરેનો અગ્નિ, દીપ વગેરે શિખાનો, અગ્નિ, ઉંબાડાનો અગ્નિ, લોઢાનો અગ્નિ, ઉલ્કાપાત વિજળી, વગેરેનો અગ્નિ હોય, તે અગ્નિને વાયુથી વધારવો કે ઠારવો નહિ તેનું પરસ્પર સંઘઠ્ઠન કરવું નહિ, ધૂળ વગેરે નાખી તેને ભેદવો નહિ. કાષ્ઠ નાખી તેને સળગાવવો નહિ કે ઓલવવો નહિ. બીજા પાસે વાયુથી વૃદ્ધિ કરાવવી નહિં, યાવતુ ઠરાવવો નહિ, તેમજ બીજો કોઈ વાયુથી અગ્નિની વૃદ્ધિ કરતો હોય, યાવત્ ઓલવતો હોય તો તે સારું કરે છે એમ પણ અનુમોદના આપવી નહિં. હે પૂજ્ય ! હું જીવન પર્યન્ત મનથી, વચનથી, કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિં તેમ જ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કાંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું. આપની સાક્ષીએ તે પાપને ધિક્કારું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અલગ કરું છું. [44] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર તે સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં સૂતા કે જાગતો, કદી પણ સિત-ચામરથી, પંખાથી તાડના-પાંદડાંનાં પંખાથી, પાંદડાથી કે પાંદડાના કટકાથી, વૃક્ષની શાખાથી કે શાખાના કટકાથી, મોરપીંછથી કે મોરપીંછના હાથાથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પોતાની કાયાને કે બહારના પુદ્ગલને ફૂંક મારવી નહિ કે વીંજણાથી વાયુ નાખવો નહિ, બીજા પાસે ફૂંક મરાવવી નહિં કે વીંજણાથી વાયુ વિઝાવવો નહીં તેમજ ફંકતા કે વિંઝતા ની અનુમોદના કરવી નહીં. હે પૂજ્ય ! હું જીવનપર્યન્ત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ, તેમજ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50