Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ 150 દસયાલિય-૪-૩૭ જાતિ પૈકી કોઈ સાથે મૈથુન એવું નહિ, બીજા પાસે મૈથુન સેવરાવું નહિ, કે તેવા મૈથુન સેવનારાને અનુમોદન આપુ નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતિ મન, વચન, કાયાએ કરી મૈથુન સેવન નહિ કરું, બીજા પાસે મૈથુન સેવન નહિ કરાવું કે મૈથુન સેવનારને અનુમોદન પણ નહિ આપું. તેમજ પૂર્વકાળે તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું, તેની નિંદા કરું છું. આપની પાસે તે પાપની ગહણા કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અલગ કરું છું, હે ભગવંત! ચોથું મહાવ્રત-મૈથુનથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત થયો છું. [૩૮]હવે પાંચમાં મહાવ્રતમાં પરિગ્રહ (પદાર્થપરની મૂછ) થી વિરમવાનું છે. હે પૂજ્ય ! હું સર્વથા પરિગ્રહને પરિહ૩ (ત્યાગું છું. તે થોડા હોય કે બહુ હોય નાના હોય કે મોટા હોય, સચિત્ત શિષ્ય વગેરે) હોય કે અચિત્ત (બીજું દ્રવ્યો હોય, તેમાની કોઈપમ વસ્તુનો પરિગ્રહ કરું નહિ, બીજા પાસે પરિગ્રહ કરાવું નહિ. અને પરિગ્રહ કરનારાને અનુમોદન આપું નહિ. હે પૂજ્ય ! જીવન પર્યત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથત. મન, વચન ને કાયા દ્વારા હું પરિગ્રહ કરીશ નહિ, બીજા દ્વારા પરિગ્રહ કરાવીશ નહિ કે પરિગ્રહ કરનારાને અનુમોદન પણ આપીશ નહિ. પૂર્વકાળે તતુ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીને નિદ્ છું. આપની સમક્ષ તે પાપની ગહણા કરું છું. અને હવેથી તેવા પાપકારી કર્મ થી મારા આત્માને અળગો કરું છું. એ પ્રમાણે હે ભગવંત ! પાંચમું મહાવ્રત- પરિગ્રહથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત-તત્પર થયો છું. [૩૯]હવે છઠ્ઠા વ્રતમાં રાત્રિભોજનથી વિરમવાનું હોય છે. હે ભદત ! હું રાત્રિભોજનનો જીવનપર્યંત સર્વથા ત્યાગ કરું છું. અન, પાણી, ખાદિમ (મેવા વગેરે ખોરાક) તથા સ્વાદિમ(મુખવાસાદિ) એમ ચાર પ્રકારના આહારને રાત્રે સ્વયે ન ભોગવું, ભોગવાતુ નહિ કે રાત્રિ ભોજન કરનારને અનુમોદન આપું નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યંત ત્રણ કરણ અને ત્રણ યોગે કરી અથતું મન, વચન અને કાયા દ્વારા રાત્રિભોજન કરીશ નહિ. પૂર્વે જે રાત્રિભોજન સંબંધી પાપ કર્યું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. આત્મસાક્ષીએ તે પાપને નિંદું છું. આપની પાસે તે પાપની ગહી કરું છું અને હવેથી તે પાપકારી કર્મથી મારા આત્માને સર્વથા અલગ કરું છું. એ પ્રમાણે હે ભગવંત! છઠ્ઠ વ્રત- રાત્રિ ભોજનથી સર્વથા વિરમવા માટે હું ઉપસ્થિત થયો છું. ( [૪૦]“આ પ્રમાણે એ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજનથી નિવર્તવા રૂપ છઠ્ઠું એ છે ને આત્મહિતાર્થે અંગીકાર કરીને વિહરું છુ." અથતું તેની પરિપાલના કરું છું. [૪૧]સંયમ, પાપથી વિરત અને નવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષ હોય કે ભિક્ષણી હોય, તેણે દિવસે કે રાત્રિએ, એકાકી હોય કે સમૂહમાં હોય, સૂતો કે જાગતો, કદીપણ પૃથ્વી, ભીંત, દીવાલ, શિલા, ઢેકું, સચિત્ત રજયુક્ત શરીર કે સચિત્ત રજયુક્ત વસ્ત્રને, હાથથી, પગથી , કાષ્ઠથી, કાષ્ઠના ખંડથી અંગુલીથી, લોખંડની સળીથી, કે લોખંડની સળીના સમૂહથી ખોતરવું, ખોદવું, હલાવવું, કે છેદન ભેદન કરવું નહિ તેમજ બીજા પાસે કોતરાવવું, ખોદાવવું, હલાવવું કે છેદન ભેદન કરાવવું નહિ અથવા બીજા કોતરનારા, ખોદનારા છેદન-ભેદન કરનારાને અનુમોદન પણ આપવું નહિ હે ભગવન ! હું જીવન પર્યંત મનથી, વચનથી, કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50