Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ અધ્યયન-૫, ઉસો-૧ 155 અંધકાર વ્યાપ્ત હોય કે ઊંડું ભોયરૂં હોય તે સ્થાનમાં મુનિ ન જાય. ત્યાં અંધારૂ હોવાથી, કંઈ આંખથી જોઈ શકાય નહીં અને તેથી હાલતા ચાલતા પ્રાણીઓ ન દેખાય. તેથી આવા સ્થાનોને છોડી દે. જ્યાં કોઠાગારમાં બીજ કે ફૂલ વેરાયા હોય અથવા જે સ્થાન, તાજુ લિંપણ થવાથી લીલું કે ભીનું હોય તો તેવું જાણીને ત્યાં મુનિ ન જાય. ગૃહસ્થના ઘરના. દરવાજામાં બાળક, બકરો કે કૂતરો અથવા વાછરડો હોય તો તેને ઓળંગીને કે તેને વેગળા કરીને સંયત-મુનિ પ્રવેશ ન કરે. [98-100] ગૃહસ્થને ઘેર ગયેલો સાધુ આસક્તિ પૂર્વક ન જુએ. આમ તેમ દૂર દૂર જોયા ન કરે. અને હર્ષિત દ્રષ્ટિ પણ ન જુએ. કોઈ નિષેધ કરે ત્યારે પાછો ફરે. જે કુળનો જેવો આચાર હોય તે પ્રમાણે ત્યાં સુધીની પરિમિત ભૂમિમાંજ ગમન કરે. તે ગૃહસ્થની બાંધેલી મદદથી આગળ ગમન ન કરે, વિચક્ષણ સાધુ મવદિત ભૂમિપર જઇને તે ભૂમિનું સારી રીતે પ્રતિલેખન કરે. તે સ્થાન ઉપર ઊભો રહીને ગૃહસ્થના સ્નાનગૃહને કેમ વિસર્જન કરવાના સ્થાનનું કદાપિ અવલોકન કરે નહિ. [101-102] જે માર્ગેથી લોકો પાણી, માટી, બીજ તથા હરિતકાયને લાવતા હોય કે બીજાદિ વેરાયા હોય તે સ્થાનને છોડીને સર્વ ઇન્દ્રિયોથી સમાધિવત થઈ મુનિ ઉભો રહે. સ્થાનમાં ઊભા રહેલા સાધુને આહાર પાણી, લાવીને વહેરાવે ત્યારે તે આદર નિર્દોષ-કલ્પનીય હોય તો ગ્રહણ કરે. પરંતુ અકલ્પનીય ગ્રહણ ન કરે. [103-111] સાધુ ગૃહસ્થને ઘર આહાર પાણી લેવા જાય ત્યારે) દાન માટે ગૃહસ્થ સ્ત્રી ત્યાં આગળ ભિક્ષા લાવતાં રસ્તામાં કદાચ અન્ન વેરતી વેરતી ચાલી આવે તો, તે ભિક્ષા આપનારને કહે કે આ પ્રમાણે લેવું મને કલ્પતું નથી. (અથવા ભિક્ષા આપનાર વ્યક્તિઓ માર્ગમાં પડેલા નાના પ્રાણીઓ બીજો કે લીલોતરીને કચરતી. કિચરતી ભિક્ષા લાવે તો તે આપનારા અસંયમ કરે છે, એમ જાણી તે દાતા પાસેથી આહાર પ્રહણ ન કરે. તે જ પ્રકારે સાધુને માટે સચિત્તમાં અચિત્ત વસ્તુ ભેળવીને કે સચિત્ત વસ્તુ રાખીને અથવા સચિત્ત વસ્તુથી સંઘશ્કેન કરીને કે સચિત્ત પાણીને હલાવીને તેમજ પાણી ભર્યું હોય તેમાં અવગાહન-પ્રવેશ કરીને કે તેને ચલિત કરીને જો આહાર પાણી શ્રમણ માટે લાવે તો તે દેનાર મુનિ કહે કે તેવું ભોજન-પાન મને કલ્પતું નથી. કોઈ પુરષ્કર્મવાળા હાથ, કળછી કે વાસણથી આહાર પાણી આપે તો તે આપનારને કહે કે તે મને કહ્યું નહિ, આહાર પાણી વહોરાવતા પહેલાં જે દોષ થાય તે પુરા કર્મ કહેવાય, જો હાથ, વાસણ કે કડછી ભિંજાયા હોય અથવા સચિત્ત પાણીથી સ્નિગ્ધ થયાં (બહુલિંજાયા) હોય, સચિત્ત રજ, સચિત્ત માટી, કે ખારો તેમજ હરતાલ, હિંગુલક, મનઃશિલા, અંજન, મીઠું, મેરૂં, પીળીમાટી, સફેદમાટી, ફટકડી, અનાજનો ભુસુ, તરતનો પીસેલો લોટ, ફળ ના ટુકડો કે તેવી સચિત્ત વનસ્પતિ ઈત્યાદિથી ખરડાયેલા હોય તો તે દ્વારા આપતાં આહાર પાણીને મુનિ ઈચ્છે નહિ, કારણ કે તેમ કરવાથી પક્ષાત્કર્મનો દોષ લાગે. દાતાનાં હાથ અન્નાદિથી સંસ્કૃષ્ટ ખિરડાયેલા હોય, તથા કડછી અથવા અન્ય કોઈ ભાજન કોઇ નિર્દોષ પદાર્થથી લિપ્ત હોય, ત્યારે સાધુ પશ્ચાત્કમ અથવા પૂર્વ કર્મના દોષની સંભાવના નથી, એમ જાણી નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરે. - 112-113 બે વ્યક્તિ સાથે ભોજન કરી રહ્યા છે. તેમાંથી એક વ્યક્તિ ભિક્ષા માટે નિમંત્રણ કરે તો તે આહાર-પાણીને ઇચ્છે પરંતુ બીજી વ્યક્તિના અભિપ્રાયની રાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50