Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ અધ્યયન-૫, ઉદેસી-૧ 157 [140-141] ભિક્ષાર્થે ગયેલો ભિક્ષુ વર્ષા ઋતુમાં કાદવથી બચવા માટે લાકડું પત્થર ઈંટ કે જે કંઈ સાધન ઉલ્લંઘવા માટે રાખેલાં હોય તે સ્થિર ન હોય-હાલતા હોયતો પાંચ ઈદ્રિયોને દમન કરનાર સમાધિવંત સાધુ તે પર થઈને ગમન ન કરે; કારણે ડગમગતા સાધન ઉપર પગ મૂકવાથી પડી જવાય તો શરીરને પીડા થવાનો અને પોલી જગ્યામાં રહેલા સૂક્ષ્મ જીવોની હિંસા થવાનો પણ સંભવ રહે છે. [૧૪ર-૧૪૪] સાધુ માટે કોઈ દાતાર, નિસરણી, પાટિયું કે બાજોઠ ઊંચા કરીને કે મેડા કે માળ ઉપર ચઢીને ઊંચેથી લાવેલી વસ્તુ આપે તો ગ્રહણ ન કરે, માળ ઉપર ચઢતાં કદાચ પડી જાય તો હાથ કે પગ ભાંગો અને તેના પડવાથી ત્યાંના પૃથ્વી કાયિક જીવોની તથા ત્યાં રહેલા બીજા જીવોની પણ હિંસા થાય. તેથી આ મહોદોષોને જાણીને સંયમી મહર્ષિઓ માળ પરથી લાવેલી ભિક્ષા ગ્રહણ કરતા નથી. [15] અપક્વ કે અચિત્ત એવા અને નહીં છેદાયેલા કંદ, મૂળ, ફળ, પાંદડાનું શાક, તુંબડું અને આદુ ભિક્ષુ ગ્રહણ ન કરે. [૧૪૬-૧૪૯]જવનું ચૂર્ણ, (સાથવો) બોરનું ચૂર્ણ, તલ સાંકળી, ગોળ, પુડલા કે તેવા કોઈ પણ ચીજો કે જે દુકાનોમે વેચાતી હોય તે ઘણાં સમયની પડતર હોય કે સચિત્ત રજ થી યુક્ત હોય, જેમાં ઘણાં ઠળિયા હોય એવા ફળ, અનિમિષ નામે વૃક્ષનું ફળ તથા જેને બહુ કાંટા હોય તેવું અગથિયાનું ફળ, બીલીનું ફળ, શેરડીના કટક, સામલી વેલાનુંમ ફળ ઈત્યાદિ કાળો કદાચ અચેત હોય તો પણ તેમાં ખવાય તેવો ભાગ થોડો અને નાખી દેવા જેવો ભાગ ઘણો હોય છે માટે તે વસ્તુ આપનાર દાતાને ભિક્ષ, કહે કે એ ભિક્ષા માટે કલ્પતી નથી. [150-156] ઉચ્ચ- કે નીચ- પાણી, ગોળનું વાસણ ધોયા પછીનું પાણી. લોટનું પાણી, ચોખાનું ધોવાણ જો તત્કાળનું બનેલું હોય તો ભિક્ષુ તે પાણીને ગ્રહણ ન કરેપરંતુ જો પાણીને ઘણીવાર થઈ ગઈ હોય-પરિણત કાળ થઈ ગયો હોય તો તેનું પોતાની બુદ્ધિથી કે દ્રષ્ટિથી અથવા ગૃહસ્થને પૂછીને કે તેનાથી સાંભળી ને. જો તે પાણી શંકા રહિત જણાય તો ભિક્ષુ તેને ગ્રહણ કરે છે. તે નિર્જીવ અને પરિણત જાણે તો તેને ગ્રહણ કરી શકે. પરંતુ અચિત્ત હોવા છતાં તેને શંકા થાય કે આ પાણી મારા માટે પથ્ય છે કે કેમ? તો તે પાણીનું આસ્વાદન કરી તપાસીને પછી જ ભિક્ષા ગ્રહણ કરે તે વખતે ભિક્ષ દાતારને કહે-ચાખવા માટે મારા હાથમાં જલ આપો. આ પાણી અતિ ખાટું કે કોહી બગડી ગયેલું છે. તેમ જ પોતાની તૃષા છિપાવવા માટે પર્યાપ્ત નથી. તો તે દેનારને કહે કે મને તે કલ્પનીય નથી. કદાચિત ઈચ્છા વગર કે ધ્યાન ન રહેવાથી તેનું પાણી કોઈ દાતારે વ્હોરાવી દીધું હોય તો તે પોતે પણ ન પીએ કે અન્ય ભિક્ષને પણ પીવા ન આપે. પરંતુ એકાંતમાં લઈ જઈને પ્રાસુક સ્થાન જોઈને તે પાણી યતના પૂર્વક ત્યાગી દે. પછી ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરે. [157-174] ગોચરી ગયેલો સાધુ કદાચિતું ભોજન કરવાને ઇચ્છે તો શૂન્યગૃહ કે કોઈ ભીંતના મૂળ પાસે જીવરહિત સ્થાન તપાસી લે ઉપરથી ઢાંકેલા કે છત્રવાળા તે સ્થાનમાં મેધાવી સાધુ તેના માલિકની આજ્ઞા લઈને પોતાના હાથ કે વસ્ત્ર ખંડથી પ્રમાર્જના કરીને પછી ત્યાં આહાર કરે. આહાર કરતા મુનિને ભોજનમાં ગોટલી, કંટક તૃણ, કાષ્ઠનો કટકો કે કાંકરો અથવા તેવા પ્રકારનો કોઈ કચરો નીકળે તો તેને જ્યાં ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50