Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ ૧૫ર દસયાલિય-૪-૪૫ હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ હું નિંદું છું. આપની પાસે તે પાપની ગહ કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગો કરું છું. 1 [5] સંયત પાપથી વિરત અને તેવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ કે ભિક્ષુણી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં સૂતાં કે જાગતાં, કદીપણ. બીજપર કિંવા બીજોપર રહેલી વસ્તુઓ પર, અંકૂરા ઉપર કે અંકૂરાપર રહેલી વસ્તુઓ પર, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છપર રહેલી વસ્તુઓ પર, છેદેલી સજીવ વનસ્પતિ પર અથવા તેના પર રહેલી વસ્તુઓ પર અથવા જીવડાની ઉત્પત્તિ થાય તેવા કાષ્ઠપર ના જવું, ન ઉભા રહેવું, ન બેસવું કે ન સૂવું, તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ. યાવતું સુવાડવા નહિ, વળી જે કોઈ તેનાપર ચાલતો હોય, યાવતુ કે સૂતો હોય તો તે ઠીક કરે છે તેમ પણ માનવું નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ કરાવીશ નહિ, અનુમોદના પણ આપીશ નહિ, પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને અવગણું છું અને હવેથી તેવી પાપકારી પ્રવૃત્તિથી મારા આત્માને અળગો કરું છું. [46] સંયત પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાનાં પ્રત્યાખ્યાન કરનાર સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, સૂતાં કે જગતાં, હાથ, પગ, બાંહ, સાથળ, ઉદર, મસ્તક, વસ્ત્ર, ભિક્ષાપાત્ર, કંબલ, પાદપૂંછનક, રજોહરણ, ગુચ્છા, માત્રા,નાભાજન, દેડ, બાજોઠ, પાટિયા, શય્યા, કે સંથારા, કે તેવા કોઈપણ અન્ય ઉપકરણો (સંયમના સાધનો) ઉપર રહેલા કીડાને, પતંગિયાને, કુંથવાને, કે કીડીને જુએ તો તેને ઉપયોગ પૂર્વક જુએ. જોઇને પ્રમાર્જન કરે અને પછી તે જીવોને (દુઃખ ન થાય તેવા) એકાંતમાં લઈ જાય પણ તેને પીડા ઉપજાવે નહિ. [47-52] અણાથી એટલે કે ઉપયોગ રહિત પણે 1- ચાલનાર. -- -- ઉભો રહેનાર, - - 3- બેસનાર, - -4 સૂઈ જનાર, - -પ-ખાનાર, - - બોલનાર પ્રાણી અને ભૂતોની અથતુ ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરે છે. તેનાથી પાપકર્મને બાંધે છે. જે તેના માટે કટુ ફળ વાળું થાય છે અથતુ તેના અશુભ વિપાકો ભોગવવા પડે છે. [54] (હે ભગવંત) કેવી રીતે ચાલવું? કેવી રીતે ઊભા રહેવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સૂવું? કેવી રીતે ભોજન કરવું? અને બોલવું? જેથી પાપકર્મ ન બંધાય ? જે સાધકો યતનાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન કરનાર, અને બોલનાર હોય તે પાપકર્મ બાંધતો નથી. [] જે સર્વે જીવોને પોતાની સમાન સમજે છે અને સર્વ જીવોને પોતાની સમાન સમભાવથી દેખે છે. તેમ જ કર્મો આવવાના માર્ગને રોકે છે અને ઇન્દ્રિયોનું દમન કરે છે તે પાપ કર્મનું બંધન કરતો નથી. [5] પ્રથમ જ્ઞાન અને પછી દયા ચારિત્ર છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક દયા પાળવાથી સાધુ સર્વથા સંયમી રહી શકે છે. અજ્ઞાની જન શું કરશે? શું જાણશે? પોતાને માટે શું હિતકારી કે શું અહિતકારી-પાપકારી છે, તે જાણી શકતો નથી. પિ૭) ધર્મનું શ્રવણ કરીને, સાધક કલ્યાણકારી શું છે ? પાપકારી શું છે? અને પુણ્ય-પાપકારી શું છે? તે બધું જાણી શકે છે અને તે પૈકી જે હિતાવહ હોય તે આચરે. [58-59] જે જીવને પણ જાણતો નથી તેમજ અજીવ જડતત્ત્વને] પણ જાણતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50