Book Title: Agam Deep 42 Dasaveyaliyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 146 દસયાલિયં- 2-9 [૯]સમભાવની દ્રષ્ટિથી વિચારતા સાધુનું મન કદાચિત સંયમ રૂપી ગૃહમાંથી બહાર નીકળી જાય તો સાધુ ‘તે સ્ત્રી મારી નથી અને હું પણ તેણીનો નથી આ પ્રકારની વિચારણાથી તે સ્ત્રી ઉપરથી, રાગને દૂર કરે. [10] "આતાપના લે, સુકુમારતાને છોડ, કામોનું અતિક્રમણ કર આ રીતે છોડવાથી દુઃખ નિશ્ચયથી અતિક્રાંત થઈ જાય છે દ્વેષનું છેદન કર, રાગને દૂર કરી આ પ્રમાણે કરવાથી સંસારમાં તુ સુખી થઈશ." [૧૧-૧૩અગંધન કુલમાં ઉત્પન થયેલા સર્પો, જાજ્વલ્યમાન પ્રચંડ અગ્નિમાં પડવાથી ઈચ્છા કરે છે પરંતુ વમન કરેલા વિષના પીવાની ઈચ્છા કરતા નથી. રે અપયશની ઈચ્છા રાખનારા ! તને ધિક્કાર હો ! જો તું અસંયમ રૂપ જીવનને માટે વસેલા વિષય ભોગરૂપ વિષને પુનઃ પીવાને ઈચ્છે છે. આના કરતાં તારું મૃત્યું થઈ જાય તે ઉત્તમ છે. હું રહનેમિ !) હું ભોજરાજ- ઉગ્રસેન રાજાની પુત્રી છું અને તે અંધકવૃષ્ણિ સમુદ્ર વિજય રાજાનો પુત્ર છો આ રીતે ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા આપણે બંને ગંધન સર્પની સમાન ન થઈએ, પરંતુ તું ચિત્ત નિશ્ચી કરીને સંયમમાં વિચર. (એકદા ભગવાન શ્રી અરિષ્ટનેમિજીના દર્શનાર્થે રેવતગિરિ પર રાજીમતિ વગેરે જઈ રહ્યા હતાં. ત્યાં રસ્તામાં અકસ્માત સમુદ્રમાં વાવાઝોડું થતાં રાજિમતી વિખૂટા પડી ગયા. અને પોતાના ભીંજાયેલા વસ્ત્રો હોવાને કારણે એક ગુફામાં પ્રવેશ્યા. ત્યાં જઈને નિર્જન સ્થાન જોઈ વસ્ત્ર ઉતારીને ભૂમિપર રાખી દીધા. ત્યાં અરિષ્ટનેમિજીના નાનાભાઈ શ્રી રથનેમિ પહેલેથી જ સમાધિ લગાવીને ઊભા હતા. અંધારી ગુફામાં વિજળીના ચમકારામાં રાજિમતીની દેદીપ્યમાન દેહલતા ઉપર એકાએક શ્રી રથનેમીની દ્રષ્ટિ પડી. દ્રષ્ટિ પડતાં જ તેનું ચિત્ત કામભોગો તરફ આકર્ષિત થઈ ગયું અને રાજિમતીની પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યો. તે સમયે ચારિત્રશીલા શ્રી રાજિમતીએ કહ્યું કે સંયમમાં સ્થિરથઈને વિચરો નહિતો જ્યાં જ્યાં જસો ત્યાં ત્યાં તમારી સ્થિતિ ડામાડોળ થઈ જશે.) [૧૪-૧૫](હે રહનેમિ !) તું જે જે નારીઓને જોઈશ; વળી જો તેમાં વિષય આસક્તિના ભાવ કરીશ તો તું વાયુથી પ્રેરિત અબદ્ધમૂળ હડ વનસ્પતિની સમાન અસ્થિર આત્માવાળો બનીશ. તે (રહનેમિ) રાજમતી) સાથ્વીના સુંદર વચનોને સાંભળીને, જેવી રીતે અંકુશમાં હાથી વશ થઈ જાય છે, તેવીજ રીતે ધર્મમાં સ્થિર થઈ ગયાં. [૧૬જેવી રીતે તે પુરુષ શ્રેષ્ઠ (રહનેમિ) વિષય ભોગોથી શીઘ નિવૃત્તિ થયા. તેવી રીતે વિચક્ષણ તત્વજ્ઞ વિષય સેવનના દોષોને જાણનારા પંડિત પુરુષો વિષય ભોગોથી વિરક્ત થાય છે એ પ્રમાણે હું તમને કહું છું. અધ્યયન-૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (અધ્યયન ત્રીજુ-શુલ્લકાચાર કથા) [૧૭]સંયમમાં સ્થિત, વિપ્રમુક્ત-બાહ્ય આવ્યેતર પરિગ્રહથી રહિત ત્રાતા-. છકાયજીવના રક્ષક નિર્મન્થ મહર્ષિયોને માટે આ અનાચાર્ણ અયોગ્ય આચારો છે. [૧૮-૨૫]ઔદેશિક સાધુના ઉદ્દેશથી બનેલ આહારદિ લેવા પોતે ખરીદીને અથવા પોતાને માટે ખરીદેલ. આમંત્રિત, ઘેર આદિથી સામે લઈ આવેલ, આહાર આદિ લેવા. રાત્રિ ભોજન કરવું, સ્નાન કરવું, સુગંધિત પદાર્થોનું સેવન કરવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50