Book Title: Agam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Author(s): Rupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
જા! મંડ ચાલવા ! (વૈરાગ્ય ની કસોટી) -
૨૧ વર્ષની વયે બગસરામાં દીક્ષા નક્કી થઈ. મોટાભાઈ ભીમજીભાઈ સાવ નકાર ઉપર જ હતા. પ્રાણભાઈએ અતિ નમ્રભાવે અરજ ગુજારી ત્યારે ગુસ્સામાં આવી જઈને નાની હાથનોંધની બુકનું પાનું ફાડીને ખિસ્સામાંથી પેન કાઢી ભીમજીભાઈએ લખી આપ્યું– જા મંડ ચાલવા, હવે મારે તારી સાથે સંબંધ નથી રાખવો. બસ આચિઠ્ઠી જ ગુરુદેવનું આજ્ઞાપત્ર બની ગયું. ચિઠ્ઠી લઈ તેઓ બગસરા પહોંચી ગયા અને... બગસરા બન્યું દીક્ષાધામ :
ફાગણવદી ૬ દીક્ષાનું મુહૂર્ત નિશ્ચિત થયું. બગસરા શ્રી સંઘે દીક્ષાની તડામાર તૈયારી આદરી. એ વખતે બગસરાના દરબાર શ્રી વાજસુરવાળા ને ખબર પડી કે બહારગામથી આવેલા યુવાનને વણિક મહાજન મંડેભવિતા કરે છે. તપાસના અંતે સંતોષકારક ખુલાસો મળતાં દરબારે આ પ્રસંગે પોતાનો બનાવી લીધો. રજવાડી પોષાકે પ્રાણભાઈની નમણી તેજસ્વી મુખાકૃતિ રાજકુમારની જેમ શોભવા લાગી. દીક્ષાનો સમય થતાં સર્પકાંચળી છોડીને ભાગે, પાછું વાળીને પણ ન જુવે, તેમ રાજકુમાર સમા પ્રાણભાઈ સઘળું છોડી પ્રાણમુનિ બની ગયા. ગુચરણમાં રહી તેઓએ ગુરુઆજ્ઞા, ગુરુભક્તિ અને ગુઐવિનયને પોતાના શ્વાસોચ્છવાસ બનાવી દીધા. પૂ. ગુરુવર્યોના હૃદયસિંહાસને એવું તો સ્થાન મેળવ્યું કે ગુરુના શ્રીમુખેથી વારંવાર પ્રાણપ્રાણ....પ્રાણ....શબ્દો સરી પડતા. ગુરુદેવનો સંથારો ને શિષ્યની સેવા -
ગુરુપ્રાણના ત્રણ વર્ષાવાસ મેંદરડા, વેરાવળ અને જેતપુર ભવ્ય રીતે પૂર્ણ થયાં. ચાતુર્માસ બાદ પૂ. તપસ્વી ગુરુદેવે દૈવી સંકેતાનુસાર સંથારો પચ્ચખ્ખી લીધો, પૂ. જયચંદ્રજી સ્વામીની પણ ઉંમર હતી. એટલે સઘળો ભાર આ ત્રણ વર્ષના દીક્ષિત પ્રાણગુર માથે આવી પડ્યો. આવેલી તકને વધાવતા લઘુમુનિરાજ ગુરુદેવે ધેર્ય, શૌર્ય, વિવેક અને અનુભવજ્ઞાનનો અભૂત પરિચય આપ્યો. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, રાજસ્થાન, મુંબઈ આદિ ચારેબાજુના ક્ષેત્રોમાંથી હજારો મનુષ્યો જેતપુરને આંગણે આવી રહ્યા હતા. (વાંચો “જીવનરેખા') ગરદેવનો વાણીવૈભવ :
આવેલી જનતાને પૂ. ગુરુદેવ ત્રણ વખત પ્રવચન આપી સંબોધતા. બોલવાની છટા, મધુર કંઠ, અષાઢી મેઘ જેવો ગંભીર નાદ, ઘંટ જેવો રણકાર, સભામાં બુલંદ બનતો