Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સમાધાનમાં કહી શકાય કે અહીં લેક શબ્દથી સ્થળના આકારભૂત તથા ૧ રાજુ પ્રમાણ આયામ–વિષ્કવાળો તિયંગ્લેક સંબંધી તિર્યભાવ વિવક્ષિત થયેલ છે. એવા લોકના મધ્યમાં આ સુમેરુ પર્વત અવસ્થિત છે. એથી આ પર્વતને લેક મધ્યવતી કહેવામાં આવેલ છે. આ પવનું દશમું નામ લેકનાભિ છે. લેક શબ્દ અહી રો-રી ચાર થી લેક અને અલેક બનેથી સંબંધિત થઈ જાય છે. આ પ્રમાણે આ લેક અને અલેકના મધ્યવતી સ્થાને આવેલું છે. એથી જ બોવ નામ” એવું આનું દશમું નામ કહેવામાં આવેલું છે. “એચ ૧૨, કૂરિવારે ૧૨, ટૂરિસાવાળે શરૂ, તિ મા ઉત્તમે શ૪ ૫ રિવારિ ૧, વર્લ્ડ સેસિ ૬ ૩ પોસ્ટરે | ૨ ” અ૭-નિર્મળ, એ એનું અગિયારમું નામ છે. કેમકે આ જબુનદ રત્ન બહુલ છે. એથી આનું એવું નામ પ્રસિદ્ધ થયું છે. સૂર્યાવર્ત એ એનું બારમું નામ છે, કેમકે એની સૂર્ય અને ઉપલક્ષણથી ગ્રહીત ચન્દ્રાદિક પ્રદક્ષિણા કરતા રહે છે. સૂર્યાવરણ આ એનું તેરમું નામ છે. કેમકે આને સૂર્ય અને ચન્દ્ર વગેરે પરિષ્ટિતા કરીને રહે છે. અહીં “દુ સૂત્રથી કર્મમાં લ્યુટું પ્રત્યય થયેલ છે. “ઉત્તમ, આ એનું ૧૪મું નામ છે. એનું કારણ આ પ્રમાણે છે કે બીજા જેટલા પર્વતે છે તેમની અપેક્ષાએ અતીવ ઊંચો છે, એથી તે સર્વમાં આ પર્વત શ્રેષ્ઠ ગણવામાં આવે છે. “દિગાદિ આ પ્રમાણેનું આ પર્વતનું પંદરમું નામ છે. કેમકે પૂર્વાદિ દિશાઓનો ઉત્પત્તિનું એજ આદિ કરણ છે. રુચકથી દિશાઓની અને વિદિશાઓની ઉત્પત્તિ થાય છે. આ ટુચક અષ્ટ પ્રદેશાત્મક હોય છે, અને મેરુની અંદર એની ગણના થાય છે. એથી મેરૂથી દિશાઓની ઉત્પત્તિ થાય છે. એવું માની લેવામાં આવે છે અને એથી જ મેરુને દિગાદિ કહેવામાં આવેલ છે. “અવતંસ” આ એનું સેળયું નામ છે. અવતંસ મુકુટનું નામ છે. સમસ્ત પર્વતેના મધ્ય સ્થાનમાં આને મુકુટ જે માનવામાં આવેલ છે, એથી જ આને અવતંસના રૂપમાં નામાન્તરથી સંબંધિત કરવામાં આવેલ છે. આ પ્રમાણે આ મેરુના ૧૬ નામે થયા.
“સે મરે ! પર્વ ગુજ મરે પદવ” હે ભદંત ! આ પર્વતનું મન્દર એવું નામ આપશ્રીએ શા કારણથી કહ્યું છે? એના જવાબમાં પ્રભુ કહે છે-“જોયા! બંને વ્યા णामं देवे परिवसइ महिद्धीए जाव पलिओवमदिए, से तेणद्वेणं गोयमा ! एवं बुच्चइ मंदरे પવા ૨ કટુત્ત તં વત્તિ' હે ગૌતમ ! મન્દર પર્વત ઉપર મન્દર નામક દેવ રહે છે. તે મહદ્ધિક વગેરે વિશેષણે વાળે છે. તથા એક પોપમ જેટલી એની સ્થિતિ છે. એથી આનું નામ મન્દર પર્વત એવું કહેવામાં આવેલું છે. અથવા આનું આવું નામ અનાદિ નિષ્પન્ન છે. ભૂતકાળમાં આ નામ એવું જ હતું, વર્તમાનમાં પણ આ નામ એવું જ છે અને ભવિષ્યમાં પણ આ નામ એવું જ રહેશે. વિશેષ રૂપમાં જાણવા માટે ચતુર્થ સૂક્ત પદ્રવર વેદિકાના વર્ણનને વાંચી લેવું જોઈએ. ત્યાં જેટલા વિશેષણે કહેવામાં આવેલા છે, તેમને અહીં પુલિંગમાં પરિવર્તિત કરીને લગાડવા જોઈએ. તે કરે છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૪૫