Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જબૂદ્વિપ કે ચરમ પ્રદેશ કા નિરૂપણ
વક્ષસ્કાર ૬ પ્રારંભ આ પૂર્વે જખૂઠીપાન્તર્વતી વસ્તુ-સ્વરૂપ વિશે પૃચ્છા કરવામાં આવી હવે જમ્મુદ્વીપના જ ચરમપ્રદેશના રવરૂપ વિશે જાણવા માટે ગૌતમસ્વામી પ્રભુને એ પ્રશ્ન કરે છે'जंबुद्दीवस्स णं भंते ! दीवस्स' इत्यादि'
ટીકા-વંશીયસ i મતે ! વીવસ” હે ભદન્ત ! જમ્બુદ્વીપ નામક દ્વીપના ઘણા પ્રદેશે શું “સવાલમુદ્દે પુડ્ડા લવણ સમુદ્રને પશે છે? અહીં પ્રદેશ પદથી જે ચરમપ્રદેશો ગૃહીત થયા છે તે લવણ સમુદ્રના સહચારથી ગૃહીત થયા છે. જે આ પ્રમાણે માનવામાં ન આવે તે પછી જંબુદ્વીપના મધ્યવર્તી ભાગમાં જે પ્રદેશ છે તે તે લવણસમુદ્રથી અતિ દૂર સ્થિત છે. આથી તેમના વડે લવણસમુદ્રને સ્પર્શવું જ અસંભવ છે. એથી આ જાતને પ્રનિ જ ઉપસ્થિત થતો નથી. એ પ્રરનના જવાબમાં પ્રભુ કહે છે-દંતા, શોથમાં ! હે ગૌતમ ! જંબૂઢીપના જે ચરમ પ્રદેશે લવણસમુદ્રાભિમુખ છે. તે લવણસમુદ્રને સ્પર્શે છે. એવી માન્યતા છે કે પાષ્ટિત સમુદ્રો છે અને સમુદ્રાવેષ્ટિત દ્વીપે છે. તે પછી આ માન્યતાથી જ આ વાત સિદ્ધ થઈ જાય છે કે જેઓ જેમના વડે આવેષ્ટિત છે તેઓ તેમને સ્પશી પણ રહ્યા છે. છતાંએ અહીં જે આ જાતને પ્રશન કરવાવામાં આવ્યું છે તે ઉત્તર સૂત્રમાં પ્રશ્ન બીજના આધાન માટે કરવામાં આવેલ છે. “તેણં મંતે ! વિં પુરી હવે ઝવણમુદ્દે હવે ગૌતમે પ્રભુને આ જાતને પ્રશન કર્યો કે હે ભદંત ! લવણસમુદ્રને સ્પર્શનારા જે જમ્બુદ્વીપના ચરમપ્રદેશ છે તે શું જબૂદ્વીપના જ કહેવાશે?
શંકા-જંબુદ્વીપના જે ચરમપ્રદેશે લવણસમુદ્રને સ્પશી રહ્યા છે તે પ્રદેશે તે જંબૂદ્વીપના જ કહેવાશે પછી તે ચરમપ્રદેશ જંબુદ્વીપના વ્યપદેશ્ય થશે કે લવણસમુદ્રના વ્યપદેશ્ય થશે? એ જે પ્રશ્ન અત્રે કરવામાં આવેલ છે તે તે અસંગત જેવું જ લાગે છે, તે આ જાતની આશંકા અહીં કરવી ન જોઈએ, કેમકે જે જેનાથી પૃષ્ટ હોય છે, તેમાંથી કઈ તેના વ્યપદેશને પણ પ્રાપ્ત કરી લે છે. જેમ કે વૃક્ષાસ્થિત લતા પુપના ભારથી નમી પડેલી વૃક્ષ શાખા વડે જ્યારે ભૂમિને સ્પર્શવા માંડે છે–તેનાથી સંબદ્ધ થઈ જાય છે–તે આ પ્રમાણે કહેવામાં આવે છે કે આ લતા ભૂમિની છે તેમજ તર્જની વડે સંસ્કૃષ્ટ થયેલી અંગુષ્ઠાણું લિને જયેઠાંગુલી જ કહેવામાં આવે છે. તર્જનીથી સંબદ્ધ હવા છતાંએ તેને તર્જની કહેવામાં આવતી નથી. આ પ્રમાણે જ પ્રકૃતમાં જંબુદ્વીપના ચરમપ્રદેશ લવણસમુદ્રને સ્પર્શેલા છે તો શું તેઓ લવણસમુદ્રના કહેવાશે અથવા જંબુદ્વીપના કહેવાશે. આ જાતની આશંકા ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આ સંશયથી એ પ્રસન ઉદ્દ્ભવે છે કે ચરમપ્રદેશ અંબૂઢીપના જ કહેવાશે કે લવણસમુદ્રના? એના જવાબમાં પ્રભુ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૨૧૪