Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હવા બદલ દીપક જેવા પ્રભુને પ્રકાશિત કરનારી હે માતા ! આપશ્રીને અમારા નમસ્કાર છે. કેમકે લેકોત્તમ ભૂત તીર્થકરની આપશ્રી માતા છે, એ આગળના પદની સાથે એને સખંધ છે. અહીં હવે તીર્થકરના વિશેષણોની વ્યાખ્યા કરવામાં આવે છે. તે તીર્થકર સમસ્ત જગતના પદાર્થોના ભાવ -પર્યાના દર્શક હોવા બદલ આ સંસારમાં મંગલભૂત ચક્ષુ જેવા છે. દ્રવ્ય ચક્ષુ અને ભાવચક્ષુના ભેદથી ચક્ષુ બે પ્રકારનાં હોય છે. દ્રય ચક્ષુ ભાવચક્ષુથી અસહકૃત થયેલ કોઈને પણ પ્રકાશિત કરી શકતું નથી. ભાવચક્ષુ જ્ઞાન રૂપ હેય છે. દ્રવ્યચક્ષુ પૌદ્ગલિક હોય છે. ભગવાનને ભાવચક્ષુ રૂપ એટલા માટે કહેવામાં આવેલા છે કે તેઓશ્રી પિતાના કેવલજ્ઞાન રૂપ ચક્ષુથી ત્રિકાલવત પદાર્થોને, તેમની અનન્ત પર્યાયે સહિત જાણી લે છે. જો કે આ સમયે તેઓશ્રી એવા નથી, ભવિષ્યમાં એવા થઈ જશે. એથી ભવિષ્યત્કાલીન પર્યાયને વર્તમાનમાં ઉપચાર કરીને આ કથન સ્પષ્ટ કરવામાં આવેલું છે. અહીં ‘’ શબ્દ સમુચ્ચય અર્થમાં પ્રયુક્ત થયેલ છે. શરીરની સાથે આત્માને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તે કેઈ અપેક્ષાથી મૂતિક માનવામાં આવે છે. જેમકે
હાથરં ચલણ વરૂ તરસ બાળ” આ કથન છે. એથી અહીં પ્રભુ માટે ત્ત વિશેષણ મૂકવામાં આવેલું છે. જનતાના ચક્ષુઓના તેઓશ્રી વિષય છે, એથી તેઓશ્રી મૂર્ત છે. ચક્ષુ ગ્રાહ્ય છે. અથવા-મુત્તર” ની છાયા મુજ્જ એવી પણ થાય છે. તે પ્રભુ મુક્તિ-કાન્તાના પતિ ભવિષ્યત્કાલમાં થવાના છે. સમસ્ત કર્મોને સમૂલ વિનાશ કરીને તેઓશ્રી નિર્વાણ પ્રાપ્ત કરશે, એથી યુવરાજને રાજા કહીએ તે મુજબ દ્રવ્ય નિક્ષેપને લઈને અહીં પ્રભુને “મુ એવા પણ કહી શકીએ તે પ્રભુ આ કારણથી જ અહી સમસ્ત જગતના જીના વત્સલ-પરેપકારક-આ વિશેષણ વડે ભિહિત કરવામાં આવેલા છે. હિચકારામાપિર વારિદ્ધિ વિમુમુર' સંસારમાં જેટલા સંગી પદાર્થો છે, ભલે તે સ્ત્રી–પુત્ર મિત્રાદિના રૂપે હોય કે ભલે માતા-પિતા વગેરેના રૂપે હય, તેઓ આ જીવના માટે હિતકારી નિરાકુલ પરિણતકારી થઈ શકે જ નહિ. જે કઈ પણ નિરાકુલ પરિણત કારી હોય તે તે ફક્ત મુકિતને જ માર્ગ છે. તે મુક્તિના માર્ગની દેશના પ્રભુએ પિતાની વાણી દ્વારા આપી છે. તે પ્રભુની વાણી એવી થાય છે કે જે કોઈ જીવ તેને સાંભળે છે. તે તેની ભાષામાં પરિણત થઈ જાય છે. એવી વાણી વડે ઉપદિષ્ટ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જે મુક્તિને માર્ગ છે તેજ માર્ગ આત્માને ખરે હિતકારી છે, એ વાતને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૬૦