________________
અધ્યાત્મની પ્રીતિ કાને હાય ?
વિશેષા—આ લેાકથી ગ્રંથકાર પાતાના ઉદ્દેશ પ્રગટ
કરે છે.
शास्त्रात्परिचितां सम्यक् संप्रदायाच्च धीमताम् । इहानुजवयोगाच्च प्रक्रियां कामपि || ૭ ||
ભાવા—શાસ્ત્રથી, બુદ્ધિમાન્ પુરૂષાના સારા સંપ્રદાયથી અને મારા પેાતાના અનુભવથી આ અધ્યાત્મ વિષયની કાઈ પણ પ્રક્રિયાને હું કહું છું. ૭
વિશેષા—કાઈ પણ શાસ્ત્રીય વિષય કહેવા હાય તા, તેમાં ત્રણ મામતાની આવશ્યકતા છે. શાસ્ત્ર, બુદ્ધિમાન્ પુરૂષોના સ‘પ્રદાય અને સ્વાનુભવ. આ ત્રણ સાધના હાય તેજ, શાસ્ત્રીય વિષય લખી શકાય છે. તેથી ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી તે વાત આ લેાકથી દર્શાવે છે. તેઓ કહે છે કે, મને જૈન શાસ્ત્રનેા પરિચય છે, બુદ્ધિ માન્ પુરૂષાના સંપ્રદાયછે અને ચારિત્રને અગે અધ્યાત્મ વિષયને મને અનુભવ છે, તેથી હુ· ઘેાડીક અધ્યાત્મ પ્રક્રિયા લખવાને ઉત્સા હિત થયા છે. છ
અધ્યાત્મની પ્રીતિ કાને હાય છે ?
योगिनां प्रीतये पद्यमध्यात्मरसपेशलम् । जोगिनां जामिनीगीतं संगीतकमयं यथा ॥ ८ ॥
ભાવા—જેમ ભેગી લેાકેાને સ્રીઓનુ સંગીતમય ગીત પ્રોતિને માટે થાય છે, તેમ યાગિ લેાકેાને અધ્યાત્મરસથી કામલ એવું આ પદ્ય ( કાવ્ય ) પ્રીતિને માટે થાય છે. ૮