Book Title: Adhyatmasara Author(s): Mohanlal Rugnath Publisher: Mohanlal Rugnath View full book textPage 8
________________ મંગળાચરણ કુવલય–પૃથ્વીના મંડળને ઉલ્લાસ આપે છે. અહિં શ્રી શાંતિનાથ અને ચંદ્ર બંનેને ઉદ્દેશીને અર્થ ઘટાવ્યા છે. ” श्री शैवेयं जिनं स्तौमि नुवनं यशसेक्यः । मारुतेन मुखोत्येन पांचजन्यमपूपुरत् ॥ ३ ॥ ભાવાર્થ-જેમણે યશ વડે આ જગતને, જેમ મુખમાંથી ' ઊઠેલા પવન વડે પાંચજન્ય શંખને પૂરેલે, તેમ પૂરી દીધું છે, એવા શ્રી શિવાદેવીના પુત્ર શ્રી નેમિનાથ પ્રભુની હુ રસ્તુતિ કરૂં છું. ૩ વિશેષાર્થ-આ લેકમાં ગ્રંથકાર શ્રી નેમિનાથ ભગવાન ની સ્તુતિ કરેલી છે. શ્રી નેમિનાથ ભગવાને શંખને નાદ કર્યો હતે. તે ઉપર ઉલ્ઝક્ષા કરે છે કે, તે શંખના નાદથી તેમનું યશ જગમાં પ્રસર્યું હતું. જેમાં તેમણે મુખના પવનથી શંખને પૂર્યો હતે, તેમ તેમણે પિતાના શંખના જેવા ઉજવલ યશથી આ જગતને પૂરી દીધું હતું. ૩ जीयात् फणिफणप्रांतसक्रांततनुरेकदा । उद्धर्तुमिव विश्वानि श्रीपार्थो बहुरूपभाक् ॥॥ ભાવાર્થ-ફટારૂપ સર્ષની ફણાઓમાં જેમનું શરીર સંક્રાંત થયેલું છે, એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ જય પામે.જેએ, આ જગતને એકી સાથે ઉદ્ધાર કરવાને જાણે ઘણું રૂપ ધારણ કર્યો હોય, એવા દેખાય છે. ૪ વિશેષાર્થ-શ્રી પાર્શ્વનાથ પ્રભુના મસ્તક ઉપર સાપની ફટા આવેલી છે. તે મણિમય હોવાથી તેની અંદર આ પાર્શ્વનાથPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 648