Book Title: Adhyatma Mahavir tatha Paryushan Kshamapana
Author(s): Harilal Jivrajbhai Bhayani
Publisher: Harilal Jivrajbhai Bhayani

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન. એકદા પૂજ્ય વડીલબબ્ધ પંડિતશ્રી લાલનસાહેબે મારું આંગણું પાવન કર્યું. તે સમયે તેમની પાસે આ “શ્રી અધ્યાત્મ મહાવીર” લેખ જોયે, વાંચે અને તે પસંદ પડે. પંડિતજી પાસે તે લેખ છપાવવાની માગણી કરી. તેઓશ્રીને પ્રત્યુત્તર મળ્યો કે ભાઈશ્રી કુલદાસ નાનજી ગાંધીએ તે લેખ છપાવવાની મૌખિક સમ્મત્તિ રાજકેટમાં આપી છે, માટે તમે તે લેખ છપાવશે. ત્યારબાદ તે લેખ ફરીથી વાંચે. વાંચતા દરેક પ્રસંગને શાસ્ત્રોના આધાર આપી રંગ પૂરવાની ઈચ્છા થઈ, જેથી દરેક પ્રસંગ સત્યપ્રિય, પ અને શ્રાહા બને. લેખને રુચિકર બનાવવા યથાશક્તિ પ્રયાસ કર્યો છે. આને અંગે જૈન-જૈનેતર શાસ્ત્રો અને ગ્રંથ જેઈ જે જે પ્રસંગે જે જે રંગ એગ્ય લાગ્યા છે તે પૂરી આ લેખની વસ્તુને મલાવી લેખ લગભગ બમણે કરેલ છે. આ લેખ-પ્રસિદ્ધિનું માન તે શ્રીયુત ગોકુલદાસ નાનજી ગાંધીને જ ઘટે છે, કેમકે આધ્યાત્મિક અર્થપદ્ધત્તિરૂપ આ લેખ સૂક્ષમબુદ્ધિદ્વારા તેમણે દેરેલ છે. મેં તે તેમાં મારી અપમતિ અનુસાર રંગ માત્ર પૂર્યા છે. મને આનંદની વાત એટલી તે છે કે મારા આ રંગમાંથી શ્રીમાન હેમચંદભાઇ રામજીભાઈ (ભાવનગર સ્ટેટ રેલવેના આસિસ્ટન્ટ મેનેજર સાહેબ અને નવમ સ્થાનકવાસી જૈન અધિવેશનના અધ્યક્ષ ) સાહેબ “જૈન પ્રકાશ” પત્રમાં જડીબુટ્ટી શીર્ષક નીચે પિતાને પસંદ પડેલા રંગેને પ્રસિદ્ધિ આપી છે અને તે વાચક-સમાજને પસંદ પડયાનું પણ મારા જાણવામાં આવેલ છે. આ લેખને પુનઃ પ્રકટ કરવાને શ્રીયુત ગોકુલદાસ નાનજી ગાંધી અને શ્રીયુત પંડિતજી લાલન સાહેબે સંમતિ આપી છે તે માટે તે બન્ને મિત્રોને હૃદયપૂર્વક ઉપકાર માનું છું. વળી એક વિદ્વાન મિત્રની સલાહ મુજબ એક-બે અર્થ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે અને તે સૂચન માટે તેમને આભારી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66