________________
બીજીવાર બીજું બોલે, કોઈને કંઈ કહે, બીજાને બીજું કહે. એક વાત કહેતી વખતે સ્વરૂપનું નિરૂપણ કંઈ કરે, બીજી વાત કહેતાં બીજું નિરૂપણ કરે. આવી પ્રકારના તર્કે તર્કે એના નિર્ણયો બદલાય. વાદેવાદે એના અભિપ્રાય બદલાય.
આવી અજ્ઞાનીની વાત જેનું કોઈ ઠેકાણું નથી - એવી વાતમાં પરમ તત્ત્વનો, આત્મતત્ત્વનો, પરબ્રહ્મનો પાર પામી શકાતો નથી. વીતરાગનાં માર્ગમાં કહેલાં તત્ત્વો ઘણાં ગહન છે અને ગંભીર છે. અને એ ગંભીર તત્ત્વોને પામવા માટે આવી અપૂર્વ વાણીવાળા પુરુષ એ સદ્ગુરુનું લક્ષણ છે. કે જે સદ્ગુરુનાં લક્ષણમાં એને સર્વજ્ઞતા પ્રાપ્ત થઈ છે કે પછી સર્વજ્ઞતા પ્રાપ્ત કરવાના આધાર ઉપર એના આખા જીવનનો ઉપક્રમ ચાલી રહ્યો છે. આવું જ્ઞાનીના માર્ગની અંદરનું અપૂર્વપણું અને અવિરોધપણું છે અને એ અપૂર્વપણું જ જગતના જીવોને જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો ભેદ પાડે છે. આવું અપૂર્વપણું પ્રાપ્ત થયા પછી જ્યારે જ્ઞાનીના મુખેથી સગરના મુખેથી જીવ વીતરાગનો માર્ગ જ્યારે શ્રવણ કરે છે ત્યારે એને જિન, જિનનું સ્વરૂપ, જિનનું દર્શન, જિનની અંતરંગ દશા, એનું યથાર્થ ઓળખાણ થાય છે. અને આવો જ્ઞાનીનો યોગ તો થયો છે પણ આવા જ્ઞાનીનું ઓળખાણ થયે, સ્વરૂપનું ઓળખાણ થયે જ જીવમાં આત્માની અનુભૂતિ પ્રગટે છે. આત્માનો સાક્ષાત્કાર થાય છે.
જ્ઞાનનું લક્ષણ જ એ છે કે ત્રણ કાળમાં જ્ઞાનીના માર્ગમાં કાંઈ બદલ થાય નહીં. સદ્દગુરુના લક્ષણનો વિચાર કરીએ છીએ. જગતના જીવોને માર્ગ તો પામવો છે અને જ્ઞાનીનું ઓળખાણ થયા વિના માર્ગ મળશે નહીં, અને કપાળદેવ કહે છે કે જેની પાસેથી ધર્મ પામવો છે તેણે ધર્મ પામ્યાની પૂર્ણ ચોકસી કરવી. આંધળો થઈને સદ્દગુરુને ગોતી લઈશ મા ! તારી અંધ દૃષ્ટિ તને સુગુરુને બદલે કોઈ કુગુરુના પનારે ચડાવી દેશે. જે પામ્યો નથી તે તને પમાડી નહીં શકે. આનંદઘનજી મહારાજ કહે છે, અંધોઅંધ પલાય એવો ઘાટ થઈ જશે. પણ સદ્ગુરુને શોધવા હોય તો એની ચોક્સાઈ કરવી. કૃપાળુદેવે લખ્યું છે કે અમારી પરીક્ષા કરજો – ખંભાતના મુમુક્ષુઓને લખ્યું છે અને તમે જેમ જેમ પરીક્ષા કરશો તેમ તેમ તે રાજી છે. “અધ્યાત્મકલ્પદ્રુપમાં મુનિશ્રી સુંદરસૂરિ આચાર્યજી કહે છે કે ‘ગુરુની ચોકસાઈ કરવી.” એમાં આપણે કોઈ અપરાધ નથી કરતા કે એમાં વિનય ચુકી જવાની કોઈ વાત જ નથી. પણ આ પરમતત્ત્વને પમાડનાર પુરુષ એ પરમતત્ત્વ પામેલો હોવો જોઈએ. કારણ કે વીતરાગનો નિયમ છે કે, “માર્ગને પામેલો જ માર્ગને પમાડશે.” જે સ્વયં આલોકિત છે એ જ બીજાના હદયનાં અંધકારને દૂર કરી શકશે. અજ્ઞાનતિમિર-અંધકાર કોણ દૂર કરે ? સદ્દગુરુ અંજન જો કરે.
‘અજ્ઞાન-તિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા આંખમાં એ જ્ઞાનરૂપી સળીથી અંજન કરે. સદ્દગુરુ અંજન કરે. બીજું કોઈ ન કરે. અહીં અંતર્થક્ષની - અંતરનેત્રની વાત થાય છે. માટે સુગુરુ જ જોઈએ અને એ સુગુરુની ઓળખાણ એના લક્ષણથી કરવી. એની વાણી, એના નેણ અને વેણ એમાં વૈરાગ્ય નીતરતો હોય. આ સગુરુને ઓળખવાનું લક્ષણ છે. અને “પરમશ્રુત” એટલે સદ્ગુરુ ગીતાર્થ હોય. પારગામી હોય. શાસ્ત્રો કેટલા ભણ્યાં છે એની ચિંતા નહીં કરવાની. પણ એના એક એક વચનમાં શાસ્ત્રોનો સાર આવી જતો હોય. પાંચ પંદર શાસ્ત્રો પોતાની માન્યતાના પકડી એમાં જ ફક્ત mastery હોય એ સદ્દગુરનું
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 64 GિE