Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 234
________________ છે. સંયોગથી ઉત્પન્ન થયો છે. એનો વિનાશ છે. પણ કોઈ સંયોગોથી જેની ઉત્પત્તિ નથી થઈ એવો મારો ‘આત્મા નિત્ય છે.” પણ એ આત્મા અજ્ઞાનનાં કારણે, મોહ પરિણામનાં કારણે, જગતના પદાર્થો સાથે પોતાની ભિન્નતા ન અનુભવી શકવાના કારણે, એ પદાર્થ સાથે મોહબુદ્ધિથી જોડાયો. અને એને જ કારણે પુગલ પરમાણુઓ એને ચોંટ્યા. એ ગ્રહણ થયાં અને સંસારનો ખેલ શરૂ થઈ ગયો. અને એથી એનું કર્તાપણું ચાલુ છે. કર્તાપણું ચાલુ છે એટલે ભોક્તાપણું ચાલુ છે. કર્તાપણામાં અજ્ઞાન છે એટલે શુભ કરતાં અશુભ જ વધારે કરે છે. એટલે ભોક્તાપણાની અંદર પણ સુખ કરતાં દુઃખને જ વેદે છે. અનંતકાળની રખડપટ્ટીનું એક જ પરિણામ છે કે “પામ્યો દુઃખ અનંત.” અનંતકાળ ભમ્યો છું તો પામ્યો સુખ અનંત’ એવું ક્યાંય કહ્યું નથી. કારણ કે સંસારની સામગ્રીમાં સુખ મળે એમ હું માનું છું. આ પૈસા, દીકરા, લાડી, વાડી, ગાડી, આમાં મેં સુખ માન્યું છે. તો શું આવું મને ક્યારેય નહીં મળ્યું હોય ? ભાઈ ! જ્યાં લાખોના હિસાબ થતાં હોય ત્યાં પાઈની કિંમત થાય ? એમ નામનું સુખ તને ક્યાંક મળી ગયું હોય, પણ આભાસરૂપે, ખરેખર તો અનંતકાળની પરિભ્રમણની યાત્રામાં તું કેવળ દુઃખને પામ્યો છે. તો કર્તાપણા અને ભોક્તાપણાના દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ? આવો છિન્નવિચ્છિન્ન થયેલો માર્ગ. લુપ્ત થયેલો માર્ગ. આવો ભેદભેદનો અને મતવાદનો માર્ગ. ચારે બાજુ મત ઊભા થઈ ગયા છે. “જ્યાં-જ્યાં જઈને પૂછીએ, સહુ થાયે અહમેવ.” પ્રભુ ! જ્યાં જાઈએ છીએ ત્યાં સૌ પોતાના ગાણા ગાય છે. શું કરવું ? આ પરમકૃપાળુના શિષ્યની જિજ્ઞાસાની તીવ્રતા છે. અને એણે જે પૂછ્યું કે, “કઈ જાતિમાં, ક્યા વેષમાં, મોક્ષ છે ? આ જ સંશય અને મતમાં બધા મૂંઝાયા “જે મતભેદે કરીને આ જીવ પ્રહાયો છે, તે મતભેદ જ તેના સ્વરૂપને વાસ્તવિક આવરણ છે.” પરમકૃપાળુદેવે સ્વહસ્તાક્ષરથી નોંધમાં લખ્યું છે. આ જીવ કોઈને કોઈ પ્રકારનું મતભેદથી અવરાયેલો છે. એનું જ્ઞાન અવરાયેલું છે. એ જ્યાં પરમાર્થિક જ્ઞાન માને છે ત્યાં પણ ક્યાંકને ક્યાંક મતની છાંટ છે. અભિનિવેશની છાંટ છે. મત અને અભિનિવેશ – મત છે ત્યાં સુધી સત્યની ઉપલબ્ધિ નથી. અને અભિનેવેશ જેવું કોઈ મિથ્યાત્વ નથી. શિષ્ય કહે છે પ્રભુ ! પાંચે ઉત્તરનું સર્વોચ્ચે સમાધાન થઈ ગયું. સાંગોપાંગ હું સમજી ગયો છું. કોઈ શંકા રહી નથી. જીવનાં સ્વરૂપમાં અને આ જીવે અત્યાર સુધી જે ભૂલ કરી છે - એમાં મને હવે કોઈ શંકા નથી. પણ ભૂલને સુધારવા માટે સાચો રાહ બતાવો. સાચો માર્ગ બતાવો. અનંતના પરિભ્રમણથી હવે હું થાક્યો છું. ‘ભવે ખેદ છે પ્રભુ. માત્ર મોક્ષની અભિલાષા છે. હું શિષ્ય છું આપનો. કષાયની ઉપશાંતતા કરી લીધી છે. હવે એક પણ ચક્કર આ સંસારનું પરિભ્રમણમાં કરવાની ઇચ્છા નથી. ગમે તેવું કોઈ ઇન્દ્રાદિકનું પદ આપે કે, ચક્રવર્તીનું promise આપે, મારે આ સંસારમાં હવે ફરી જન્મવું નથી. આવી મારી મનઃસ્થિતિ છે. અને આપ જેમ જગતના જીવો પર દયા કરો છો એમ મને પણ જગતના જીવો પર દયા છે કે, આ જીવો સુખની ભ્રાંતિ રાખીને ખોટેખોટાં પીડાયા કરે છે. જગતના જીવો પણ શાશ્વત સુખનો માર્ગ, સનાતન સુખનો માર્ગ, તીર્થકરોનો અને સર્વજ્ઞોનો માર્ગ પામે એવી મારી પણ અભિલાષા છે. હે ભગવાન ! કૃપા કરીને હું તમારામાં ‘આસ્તિકય', આસ્થા રાખું છું. એવી શ્રદ્ધા HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 234 E

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254