Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 248
________________ કરીને તેનો ક્ષય થાય. “સમ્યક્દર્શન’ એટલે પદાર્થનું જ સ્વરૂપ છે તે સ્વરૂપે તેને જાણવું, ઓળખવું અને વેદવું. વેદન. ગુણ, લક્ષણ અને અનુભવથી એનું વેદન કરવું. કૃપાળુદેવ કહે છે. માત્ર ગુણથી નહિ, માત્ર લક્ષણથી નહીં, માત્ર વેદનથી. સ્વસંવેદ્યપદ એને આનંદઘનજી મહારાજે કહ્યું છે. તું એ પદનો અનુભવ કર. અનુભૂતિમાં જા. રાગ દ્વેષ તુટી જાશે. એક વાર જીવનું માહાભ્ય લક્ષમાં આવશે ને, સંસાર આખો તુચ્છ લાગશે. રાગ દ્વેષ ત્યાં સુધી જ રહે, જ્યાં સુધી વસ્તુનું તુચ્છપણું ભાસ્યું નથી. વસ્તુનું માહાસ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી રાગ દ્વેષ થાય. મારી પાસે કોઈ વસ્તુ છે, જેનું મને માહાત્મ છે. એ વસ્તુ કોઈ લઈ લે કે આઘીપાછી થાય તો મને રાગ દ્વેષ થાય. માહાત્મ ભાવમાં છે. જેવું માહાભ્ય ગયું કે પછી રાગ દ્વેષ ન થાય. વસ્તુનું સ્વરૂપ શું ? તો કે યોગ હશે એટલે આવી હશે. હવે એનો યોગ પુરો થઈ ગયો તો વસ્તુ ગઈ. આવી સ્થિતિ કરવાની છે. જો કે આકરું છે. પણ પુરુષાર્થ એ જ કરવાનો છે. જ્ઞાની પુરુષ જ્યારે આત્માના ધર્મની વાત સમજાવે છે ત્યારે કહે છે રાગ-દ્વેષ, કોઈ પણ સ્વરૂપમાં કર્યા હોય, કોઈ પણ હેતુથી કર્યા હોય, તો પણ તે તારા કલ્યાણનું કારણ નથી. રાગ દ્વેષ એ જીવનાં કલ્યાણનું કારણ નથી. તો સમ્યક્દર્શનની વાતમાં પહેલાં રાગદ્વેષ ટાળવાનાં છે. આત્મા સત્ ચૈતન્ય મય, સભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. (૧૦૧) ‘સતુ” એટલે “અવિનાશી.” અને ચૈતન્યમય’ એટલે “સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો, કેવળ' એટલે “શુદ્ધ આત્મા પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે.” આ ચોથો ઉપાય બતાવે છે. જેથી કેવળ આત્મા પમાય એવી રીતે તું પ્રવર્તન કર. તો આત્મા ખબર પડે, તો એ રીતે પ્રવર્તન થાય. તો કહે છે આત્મા “સતુ' છે. “સતુ’ એટલે ત્રણે કાળને વિશે જેનું હોવાપણું છે તે. તે “સત્’. અવિનાશી છે. જેનું સ્વરૂપ “સ” છે. હોય તો એનો કોઈ દિવસ નાશ ન હોય. અને ન હોય તો કોઈ દિ ઉત્પન્ન થાય નહીં. એનું નામ “સત્'. આ જગતની બધી જ વસ્તુ “અસ” છે. કારણ કે એ જે સ્વરૂપે છે તે સ્વરૂપે કાયમ ટકતી નથી. એનો નાશ થાય છે. પુદ્ગલ છે એ ભેળા થાય છે. વીખરાય છે. જુદી જુદી રચનાઓ થઈ જાય છે. ક્યાંક ચોપડીના રૂપમાં, ક્યાંય ચશમાના રૂપમાં, ક્યાંક માઈકના રૂપમાં, વસ્ત્રના રૂપમાં, બંગલાના રૂપમાં, આભુષણના રૂપમાં – એમ આવ્યા જ કરે. આ યુગલની માયા ચાલુ જ છે. બધા પુદ્ગલ પરમાણુ ત્રિકાળ એમને એમ છે ? નથી. જો હોય તો manufacturing company ઓ શું કામ હોય ? Industrialization કરવું જોઈએ. કેટલાંય પુદ્ગલ પરમાણુ છે જેનું રોજ રૂપાંતર થઈ શકે. પદાર્થ વિજ્ઞાનનું જ્ઞાન રોજેરોજ વધતું જાય છે. અને વધતાં જ્ઞાન નવાં-નવાં પદાર્થની શોધ કરે છે. લોખંડમાંથી પ્લાસ્ટીક શોધાયું કે નહીં ? એમાંથી વળી બીજું કાંઈ આવશે. એની ઉત્પત્તિ થાય પણ એ બધી વસ્તુઓ સમયવર્તી છે. આત્મા, નથી ઉત્પન્ન થતો. નથી એનો નાશ થતો. ત્રણે કાળમાં એનું વિદ્યમાનપણું છે, એનું હોવાપણું છે. ‘સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય.” એને “સતુ’ કીધો છે. નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 248 GિE

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254