Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 249
________________ અવિનાશી.. અને બીજો કહ્યો છે ચૈતન્યમય.” પ્રદેશે પ્રદેશે ચૈતન્યમય છે. સતત ગમે તે અવસ્થામાં જાણપણું, જાણપણું અને જાણપણું. સર્વ ભાવને પ્રકાશવારૂપ જાણપણું, સર્વભાવ એટલે ચૈતન્ય-પુદ્ગલ જે ભાવમાં જે સ્થિતિ છે, જેવી છે એને એ જાણે, એવું સામર્થ્ય. પછી આવરણ હોય તો ઓછું જાણે, પત્ર એની શક્તિ અમાપ છે. સર્વભાવને પ્રકાશવારૂપ, અનંત જ્ઞાન એનું છે. એવી એની શક્તિ છે. સર્વભાસ રહિત.’ પાછો આભાસ નહીં. આત્માને પામવામાં જે સાધના કરવામાં આવે, જે મોક્ષમાર્ગની રીત અપનાવવામાં આવે, આમાં ક્યાંય આભાસી તત્ત્વ ન થવું જોઈએ. કે મને અહીં જ્યોતિ દેખાય છે, મને અહીં કમળ દેખાયું, સાક્ષાત ભગવાન દેખાયા, આવા આભાસમાં ન રહેવું. આમાં આત્મા પ્રાપ્ત નથી. આ કોઈ ઈશ્વરની પ્રાપ્તિ નથી. આમાં કોઈ અન્ય પદાર્થ નથી. આત્માના સાક્ષાત્કારમાં અન્ય કોઈની હાજરી નથી. જિનનું અવલંબન પણ છૂટી જાય અને સ્વયં જિનરૂપે થાય. આભાસની અંદર બધા દર્શનો અને આખું જગત અટવાઈ ગયા છે. મનની કલ્પનાઓ જ ચાલે છે. અાનનો એક પ્રકાર ચાલી રહ્યો છે. આભાસ. જેમાં ભગવાન દેખાય. દિવ્યતાનો અનુભવ થાય. શું થયું ? તારા સ્વચ્છંદના ઉદયને વેદી લીધો. તું તો સર્વત્ર પ્રકારના ભાસથી રહિત છો, અને તને જ્યારે તારી પ્રતીતિ થાય ત્યારે બીજા કોઈનું અસ્તિત્વ ત્યાં વચમાં નથી. કોઈ મધ્યસ્થીની જરૂ૨ નથી. તારે માધ્યસ્થ થવાની જરૂર છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મથી રહિત જ્યારે આત્માનું સ્વરૂપ, યથાતથ્ય, કેવળજ્ઞાન મય, કેવળ ઉપયોગમય, કેવળ ચૈતન્યમય અવસ્થા અને એ ચૈતન્ય એક પણ પ્રદેશે અવરાયેલું ન હોય - આવી નિરાવરણ શુદ્ધ અવસ્થા. પરમ શુદ્ધ અવસ્થા. ‘સમયસાર’ જેને કીધો છે, ભગવાન કુંદકુંદાચાર્યજીએ. આવી અવસ્થા પ્રાપ્ત થાય એવો સર્વાભાસ રહિત આત્મા જો જો સાધનામાં સાધકની મુશ્કેલી ઘણી છે. આવા ચમત્કારમાં કે લોભામણા આકર્ષણમાં અનેક જીવો અટવાઈ જાય છે. આ વાત સંસારીઓની નથી. સંસારીઓ તો આમાં પડતા જ નથી. આ સાધક જીવોની જ વાત થાય છે. અને જેમ મતભેદ જુદા છે તેમ સાધકો પણ આવા આભાસી મળી આવે છે. કે ભગવાન આવા છે અને ભગવાન આવા છે. કહેનેવાલા ભી દિવાના, સુનર્નવાલા ભી દિવાના. જો જો આવો ઘાટ ન થાય. ભગવાને આ ચોથા ઉપાયમાં કીધું છે કે જો જે, વચમાં આ બધાં મહા ભયંકર સ્થાન છે. આત્માને જ્યારે મેળવવો છે અને એ પ્રવર્તન કરવું છે ત્યારે એ આત્મા સર્વાભાસ રહિત તને મળવો જોઈએ. આભાસી નહીં કોઈ તત્ત્વનું જોડાણ આત્મા સાથે નહીં. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો.' અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? પૂર્ણ કલંક રહિત. આ ચંદ્રની અંદર કલંક છે એવો આત્મા નથી. એક પણ કર્મનું કલંક નહિ, કષાયની કાલિમા નહીં. રાગદ્વેષની લાલીમા નહીં. શુદ્ધ. એક પણ રંગ નથી એને. એક પણ રંજત ભાવ નથી. નિરંજન છે. અમૂર્ત છે. અસંગી છે. અભેદ છે. અબદ્ધ છે. અસ્પષ્ટ છે. એવો આત્મા. કોઈ આભાસ વચમાં લાવીશ નહીં. એક પત્ર આભાસ આવે તો સમજજે કે સાધનામાં ક્યાંય ત્રુટી છે. ક્યાંક કલ્પના જોડાઈ ગઈ છે. સત્ અને કલ્પનાને મેળ નથી. સન્’ આત્મા, સત્” ચૈતન્યમય, સર્વાભાસ રહિત જેથી કેવળ' પામીયે. કેવળ આત્મા આત્મા = શ્રી આત્માસિદ્ધિ-શાસ્ત્ર - 219

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254