Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 247
________________ ભાઈએ સરસ પ્રશ્ન કર્યો, કે બધા જવો જો પરમાત્મા જેવાં છે અને બધાં જ આત્મામાં જો આવા સમાન ગુણ છે તો ભગવાને અભવી આત્મા કેમ કીધાં હશે ? સત્તાની અપેક્ષાએ ? શક્તિની અપેક્ષાએ ? ગુણની અપેક્ષાએ - ધર્મની અપેક્ષાએ એમાં કાંઈ ઉણપ છે ? ખામી છે ? ના, એવું કંઈ નથી. પણ એની વર્તનાની અપેક્ષાએ, કોઈપણ સ્થિતિમાં એ ઉત્કટપણે પરિણમે છે. અને જે ઉત્કટપણે ન પરિણમે અને મંદપણે પરિણમે તે છૂટો થતો જાય. એટલે ભગવાને એની પરિણતિની અપેક્ષાએ કહ્યું કે આ જીવ અભવી છે. જ્યાં સુધી ભાવનું આવું ઉત્કટપણું છે ત્યાં સુધી મુક્તિ પામે જ નહીં, કારણ કે સમયે સમયે અનંતાનુબંધી કર્યા કરે છે. અનંત સંસારનો અનુબંધ એને થયા જ કરે છે. ભગવાન કહે છે, રાગ-દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ.' આ ગાંઠ, આ પકડ બહુ જ મજબૂત છે. દોરડી તૂટે પણ ગાંઠ છૂટે નહીં જુઓ તો જીવનાં પરિણામ ! રાગ દ્વેષ રૂપી કષાયનાં કારણે આ પુદ્ગલ પરમાણુનો બંધ થાય છે. રેતીનો લાડવો વળે ? અને થોડી ઘણી ભીની કરીને લાડવો વાળી દિવાલ ઉપર ફેંકીએ તો છૂટી પડી જાય. પણ જો એની અંદર માટી હોય તો ? અને એમાંય કાળી કે ચીકણી માટી હોય તો ? દિવાલ પડી જાય પણ ગોળો-લાડવો એમને એમ ચોંટ્યો રહે. આવી દશા છે જીવની ! ભયંકરમાં ભયંકર કષાય ભાવ ! પુદ્ગલ કર્મનો બંધ ! જ્ઞાની પુરુષોને કેવળજ્ઞાન થાય ત્યારે દેહની ક્રિયા ચાલુ હોય, છતાં કર્મનો બંધ ન થાય. કારણ કે એમાં કષાય નામનું મેળવણ નથી. એ અકષાયી થયા છે. અકષાયી ભાવનાં કારણે બંધ નથી. કૃપાળુદેવે છ પદનાં પત્રમાં કહ્યું છે કે, જો આત્મા કષાયભાવ કરે તો તેનું પરિણામ થાય અને અકષાય ભાવ કરે તો એનું પરિણામ થાય. નદીના તટે કપડાં સુકાવે તો એમ થાય કે રેતી ચોંટશે. રેતી ક્યાં સુધી ચોંટે ? કપડું ભીનું છે ત્યાં સુધી. કપડું સુકાઈ ગયું કે રેતી ખંખેરી નાખી. વાત પુરી થઈ ગઈ. એમ આ જ્ઞાનીઓનાં કર્મો બધાં ખંખેરાઈ જાતાં હોય. પણ આપણા ખંખેરતા નથી. આપાને તો કર્મો ભેગાં ખેંચી જાય છે. કા૨ણ કે fevicolથી ચોંટાડ્યા છે. જ્ઞાની કહે છે, ‘રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષનો પંથ.’ અને રાગદ્વેષની નિવૃતિ શેનાથી થાય ? સમકિતથી. સમ્યકૂદર્શનથી રાગદ્વેષની નિવૃતિ થાય. જ્ઞાની પુરુષનાં વચનની, ભક્તિપૂર્વક, યથાર્થ જીવ વિચારણા કરે તો સમ્યકદષ્ટિને પામે. છ પદનાં પત્રમાં કૃપાળુદેવે કહ્યું છે, જીવ જો જાગૃત થઈ સહજમાં વિચારે તો સમ્યદર્શનને પ્રાપ્ત થાય. સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.’ પણ જીવ જો વિચારે તો - આ જીવ જ્ઞાનીના વચનની વિચારણા કરતો જ નથી. એના સિવાય બાકીનું બધું કરે છે. જ્ઞાનીનાં વચનનો વિચાર નથી. એટલે અજ્ઞાન પુષ્ટ થાય છે. રાગદ્વેષને પુષ્ટી મળે છે. અહં મજબુત થાય છે. મમત્વ વિસ્તૃત થાય છે. ક્યાંયથી નિવૃતિનો માર્ગ આવતો નથી. ‘કર્મગ્રંથ’ની નિવૃત્તિ કરવા, સમભાવ, સમતા, ઉદાસીનતા, આ બધાં એના પ્રયોગ છે. સામાયિક એ જબરજસ્ત પ્રયોગ છે. સમતાનો પ્રયોગ - સમતા સ્વભાવનો જવની અંદર અભ્યાસ. એ અભ્યાસ કરવાથી. ઉદાસીનતાનો અભ્યાસ કરવાથી, રાગદ્વેષની મંદતા થાય, શિથિલતા થાય, ક્ષીણતા થાય અને કાળે ક્રમે - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 247

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254