Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 246
________________ આવેલી ક્રિયા મોક્ષનું કારણ છે. એટલે જ્ઞાન સાથે ક્રિયા, અને ક્રિયા સાથે જ્ઞાન. આ બંનેને એકમેક સાથે જોડી દીધાં છે. આ બંને જુદાં છે જ નહિ. એ બંનેનું સંયુક્ત નામ ધર્મ. ધર્મ એકાંગી ન હોય. વ્યવહાર વિનાનો ધર્મ એ ખોટી વ્યાખ્યા છે. એ શબ્દની ભ્રમજાળ છે. નિશ્ચયનું સ્વરૂપ અને વ્યવહારનું સ્વરૂપ મળીને ધર્મ. કારણ કે જે આત્માને મુક્તિ અપાવે તે ધર્મ. કારણ કે છેદકદશા સમજાવી જોઈએ. પણ આ છેદકદશા જીવને સમજાતી નથી. બંધ દશા આકરી લાગે છે અને મુક્ત દશાની માંગણી કરે છે. કૃપાળુદેવ કહે છે કે ભાઈ ! બંધક દશામાંથી છેદકદશામાં આવીશ તો તારો મોક્ષ થઈ જાશે. ભવનો અંત થઈ જાશે. ગમે તેટલી ચિંતા કર્યાથી બંધ છૂટે નહીં. પણ છેદકદશાથી છૂટે. અનંતા કર્મોથી બંધાયેલા જીવને કર્મનું બંધન છે, એટલે ગાંધીજીએ પ્રશ્ન કર્યો હતો કે, “કોઈને ખબર પડે કે એની આ ભવમાં મુક્તિ થાશે ?” ભગવાન કહે છે, ખબર પડે. ગાઢ બંધનથી બંધાયો હોય એની એક એક ગાંઠ છટતી જાય તો જીવને ખબર ન પડે ? હળવાશ ન અનુભવે ? જેમ ગિર્દી ઘટે-બસમાં-ટ્રેનમાં તો તને મુક્તપણાનો અનુભવ થાય કે નહીં ? એમ બંધન દશામાં, સંવર-નિર્જરાથી તારા કર્મ ઓછાં થાય તો તને અનુભવ થાય કે નહીં કે તું છેદકદશામાં હવે છો ? તું છેદવાનો પ્રયત્ન જ ન કર તો બંધન કેમ જાય ? ખાલી ચિંતા કરવાથી નહીં થાય. પુરુષાર્થ કરવો પડશે. કર્મને તોડી નાખ, એનું જોર તોડી નાખ, એને શિથિલ કર, કર્મને સહન કરી લે, કર્મને હળવાં કરી નાખે, આ બધી છેદક દશા છે. અને એ સંવર અને નિરાથી થશે. આ શુદ્ધ વ્યવહારનો માર્ગ છે. પ્રેરે તે પરમાર્થને.” પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર. એની આરાધના કર. શાસ્ત્રો પણ એ જ માટે ઉપદેશ્યા છે. આ ઉપાય પણ અવિરોધ છે. કારણ કે છેદકદશા આવે તો મોક્ષ થઈ જાય. એમાં પછી ક્યાં શંકા જ રહે છે ? રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. (100) રાગ, દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અર્થાતુ એ વિના કર્મનો બંધ ન થાય; તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે.” આ ત્રીજો ઉપાય છે. કેટલી અદ્દભુત વાત છે. બંધક દશામાં મહત્ત્વનું પરિબળ કયું છે તે બતાવ્યું છે. આ લોટ છે તેનો પીંડ બંધાય શેનાથી ? એની અંદર મોણ નાખીએ તો બંધાય. લાડવો બનાવે ત્યારે ઘી રૂપી સ્નિગ્ધતા અંદર નાખવામાં આવે તો એનો સ્કંધ બરોબર રહે છે. એમ આ પુદ્ગલ પરમાણુઓ છે એમાં જ્યારે કષાય રૂપી ચીકાશ ભળે છે, ક્રોધ-માન-માયા અને લોભ. આ કષાયભાવ રૂપી ચીકાશ જે છે ને એ જ્યારે એની અંદર ભળે છે, આ રાગ દ્વેષ છે ને એ મોણ જેવાં છે. અને આજનાં જમાનાના આપણાં રાગ દ્વેષ તો fevicol જેવાં છે. એટલે ગાઢાં ચીકણાં કર્મ બંધાય છે. આ રાગ દ્વેષ fevicol જેવાં છે. મરી જાઉં પણ વળ છોડું નહીં. સળગી મરીશ પણ તારી તો વાત સહન કરીશ નહીં. એટલે ચારે બાજુ આપઘાતના કિસ્સા સંભળાય છે. તારાં ગોળાનાં પાણી હરામ ! પગ ન મૂકું કોઈ દિ તારા ઘરમાં. અરે ભાઈ ! રાગ દ્વેષનું આટલું ઉત્કૃષ્ટપણું ! આટલું બધું ! એક FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 246 E=

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254