Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 233
________________ મળો' પણ મોક્ષનો ઉપાય છે " જો ઉપાય નથી તો બધી વાત રહેવા દે ને. જો મોક્ષનો ઉપાય ન હોય ભગવાન ! તો વાદિ જાણ્યા તો શો ઉપકાર થાય ?" કહો તો ખરા. આનાથી મારું ભલું શું થાય ? મને શો લાભ થાય ? આ શિષ્ય કેવો છે ! ગુરુ પાસેથી હવે છેલ્લી વાત લેવી છે. કારણ કે ઉપાય મળી જાય તો કામ થઈ જાય. પછી મારે તત્ત્વ જાણવાની ક્યાં જરૂર હતી ? મને જો શ્રદ્ધા છે કે આ પુરુષ સાચા છે, તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે. તો પછી તત્ત્વ-તત્ત્વની રીતે છે. મારે તત્ત્વ જણવાની ક્યાં જરૂર હતી ! તત્ત્વ એનું કામ કરશે ? તત્ત્વ એની રીતે પરિણમશે. હું જાણું કે ન જાણું. એટલે કહે છે– પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજુ મોક્ષ ઉપાય તો, ઉદય-ઉય સદ્ભાગ્ય. (૯૬) આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાંગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે; પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય-ઉદય થાય. અત્રે ઉદય' ઉદય’ બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે.’ હે પરમગુરુદેવ ! હે કૃપાનાથ ! હે દયાનિધિ ! આપે કહ્યાં તે પાંચે ઉત્તરથી મારી શંકાનું સમાધાન થયું છે. પણ હવે જો મોક્ષ ઉપાય સમજું તો ઉદય-ઉદય સદ્ભાગ્ય. આ શિષ્યને મોક્ષનો ઉપાય જાણવાની કેવી ઝંખના છે ! તાલવેલી છે ! ઝુરણા છે ! અને મોક્ષનો ઉપાય મળે તો પોતાનું પરમ ભાગ્ય ! અનંતકાળનું પરિભ્રમણ ભલે મેં કર્યું, પણ આજે સફળ છે. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. જાગ્યા ત્યાંથી સવાર. ભલે અનંતકાળ ગુમાવી દીધો, પણ એક વાર મોક્ષનો ઉપાય, આ પરમપુરૂષ, આ આખ પુરુષ, આ પ્રાપ્ત પુરુષ જો આપે તો શિષ્ય કહે છે, ઉદય-ઉદય સદ્ભાગ્ય !” મારે તો સોનાનો સૂરજ ઊગ્યો. આથી વિશેષ મારે શું જોઈએ ? સંસારની અનંત સંપત્તિઓ લેવાં આજ સુધી ઝાંવા જ માર્યા છે. પણ કાંઈ મળ્યું નથી. પણ આ પ્રભુ જો મને શાશ્વત સુખનો માર્ગ બતાવી દયે તો ઉદય-ઉદય-ભાગ્ય.” આ સામાધાન એ મોક્ષ પદની જિજ્ઞાસાનું તીવ્રપણું બતાવે છે. કેટલી તીવ્રતા છે હવે ! હે પ્રભુ ! મેં તમારા પાંચ ઉત્તર સાંભળ્યા છે. અને એ પાંચ ઉત્તરથી મને આત્માના પાંચે પદનું સમાધાન થઈ ગયું છે. મને હવે કાંઈ શંકા નથી. આત્મા છે. તે દેહથી જુદો છે, આત્મા ને દેહ એક જ નથી. એક જ સાથે રહેલાં હોવા છતાં, પદાર્થ રૂપે ભિન્ન છે. અને ગુણ, લક્ષણ અને ધર્મની રીતે પણ ભિન્ન છે. બન્નેનું અસ્તિત્વ જુદું છે. આ આપણું વ્યક્તિત્વ જેને આપણે કહીએ છીએ એ અસ્તિત્વ દ્વય છે. એક શ૨ી૨નું અસ્તિત્વ છે અને એક ચેતનનું અસ્તિત્વ છે. જડ-ચેતનનો સમન્વય એટલે આપણે બધી વ્યક્તિઓ. એમાં રહેલું ચેતનનું અસ્તિત્વ તે નિત્ય છે' અને જડનું બદલાતું છે. પરિવર્તિત પામતું છે. ગતિ બદલાય, નામ બદલાય, યોનિ બદલાય, રૂપ બદલાય, એનો કાળ બદલાય, એનું સ્થળ બદલાય. આ બધું બદલતું છે. અંદર રહેલો ચેતન શાશ્વત છે. એ ‘આત્મા નિત્ય છે.” પ્રતીતિ છે સાહેબ ! હું જે મારું માનતો હતો એવો આ દેહ તો વિનશ્વર છે. અનિત્ય શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 233

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254