Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 236
________________ પ્રવચન ૧૩ છઠ્ઠું પદ = મોક્ષના ઉપાય D (ગાથા ૯૭થી ૧૦૩) અનંતકૃપા જ્ઞાની પુરુષોની છે. અનાદિથી અનંત કાળનાં પર્યટનમાં, જન્મ મરણનાં ભવચક્રમાં અટવાતા, અથડાતા એવા જીવને સંસાર પરિભ્રમણથી મુક્તિનો માર્ગ બતાવ્યો. તત્ત્વની વાતો કરનારા ઘણાં છે. પણ પરબ્રહ્મની પ્રાપ્તિ કરીને, પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવનારા તો કોઈ વિરલ જીવો છે. જગત આખું તો મોહાંધ અને મતાંધમાં સપડાયેલું છે. કોઈ શુષ્ક તર્કથી તો કોઈ ક્રિયાજડતાથી મોક્ષ માને છે. પરંતુ જેણે મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરી છે. એવા જ્ઞાનીપુરુષોને, જગતનાં જીવોનું આ મોહાંધ અને મતાંધપણું જોઈ અને કરુણા ઉપજે છે અને આવી વિતરાગી કરુણા, નિષ્કારણ કરુણા, જ્ઞાની પુરુષોને મોક્ષમાર્ગનો પ્રતિબોધ કરવા માટે પ્રેરે છે. પરમકૃપાળુદેવે ‘આત્મસિદ્ધિ-શાસ્ત્ર’નું નિરૂપણ, લુપ્ત થયેલા એવા મોક્ષમાર્ગને જેવો વિતરાગે કહ્યો તેવો યથાતથ્ય, અગોપ્ય સ્વરૂપની અંદર ‘આત્મસિદ્ધિ' દ્વારા કહ્યો, ગાયો, ભાખ્યો. ગુરુ-શિષ્યના સંવાદથી કહ્યો. જે શૈલી સમજવામાં સુગમમાં સુગમ, એવી શૈલીમાં કહ્યો. શંકા અને સમાધાન. આવું ઊંચું તત્ત્વજ્ઞાન આવી શૈલીથી કહેવું એ પણ ઘણું દુષ્કર કામ છે. છએ છ પદની સ્થાપના કરી અને એક એક પદ ઉપર શિષ્યે પોતાનો સંદેહ, પોતાની શંકા, પોતાની અણસમજણ વ્યક્ત કરી. પ્રભુ ! મને આ કંઈ લક્ષમાં બેસતું નથી, કારણ કે શિષ્યની પાસે અનાદિથી જે મત સંગ્રહિત થયો છે, અભિપ્રાય જે બંધાયો છે, તે એણે વ્યક્ત કર્યો. કે હું તો આવું બધું માનું છું. હવે એમાં તમે તમારું પદ કેવી રીતે સત્ય છે તે કહો. - ગુરુએ પાંચે પદનું સમાધાન આપ્યું. પાંચે પદનાં સર્વાંગ સમાધાનથી શિષ્ય સંતુષ્ટ થાય છે. અને એક વાત એણે સદ્ગુરુ પાસે મુકી કે પ્રભુ ! મોક્ષ હોય તો એનો અવિરોધ ઉપાય નથી. પરસ્પર વિરોધી મત, અનેક પ્રકારનાં ઉપાય, અનંત કાળનાં કર્મો છેદવા માટે આ અલ્પ આયુષી એવો દેહ, અને એમાં પણ પ્રભુ હવે કેટલું બાકી રહ્યું. આપનો યોગ થયો અને પછી આ ભાન થયું. તો હવે મારું શેષ આયુષ્ય તો અલ્પ છે. આવા અલ્પ આયુષ્યવાળા દેહમાં, અનંતકાળનાં કર્મો છેદવાની વાત આપ કરો છો તો સંભવિત થાય ખરું ? ઘણાં બધાં મત અને દર્શન છે. ધર્મ અને સંપ્રદાય છે. અને બધાં મળીને એક વાત નથી કરતાં. અનેક ઉપાય કહે છે. એક જ મતવાળાં પણ ઉપાય અનેક કહે છે. એક દર્શનને પકડો, એક પંથને પકડો, એક મત, એક ગચ્છ, એક સંઘાડાને લ્યો, તો પણ ઉપાય તો અનેક નીકળે. કેમ કે જ્યાં જાઉં ત્યાં - શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 236 IDE

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254