Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 238
________________ જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી તે વચન) કહ્યાં છે; એમ સદ્ગુરુનાં વચનનો આશય છે.” “થશે.' પાંચે ઉત્તરની જો તને પ્રતીતિ થઈ તો મોક્ષની પ્રતીતિ હવે સહજરૂપમાં થશે. એ કઠિન નથી. પણ પાંચે ઉત્તરમાં જો ગડમથલ ચાલતી હશે તો ઉપાય સાથે સુસંગતતા આવવાની નથી. ‘આત્મા છે જે “આત્મા છે તે નિત્ય છે, જે આત્મા છે તે પોતાના કર્મનો ‘કર્તા છે.” અને જે આત્મા કર્મનો કર્તા છે તે જ પોતાનાં કર્મનો ભોક્તા છે. અને એ કર્મનું કર્તાપણું અને ભોક્તાપણું ટળી શકે એમ છે. એવો આત્માનો મોક્ષપદ રૂપ સ્વભાવ એ પણ ઉપલબ્ધ છે. આવું એનું સ્વરૂપ છે. આ પાંચ ઉત્તરની જો તને પ્રતીતિ થઈ હોય તો મોક્ષમાર્ગની, મોક્ષના ઉપાયની તને સહજ પ્રતીતિ થશે. એની પ્રતીતિ થતાં હવે વાર નહીં લાગે. આ સદ્ગુરુ શિષ્યને એવું આશ્વાસન આપે છે, એવી ધારણા આપે છે, જો પાંચ બાબતમાં તને પ્રતીતિ થઈ છે તો હવે અધીરો થા મા. હવે ઉતાવળ નહીં કર. હવે ધીરજથી, શાંતિથી, સાંભળ. તને અવિરોધ ઉપાય કહું છું. એટલે ‘આત્માના અસ્તિત્વથી માંડીને નિર્વાણ સુધીના બધાં જ પદ સાચાં છે. અત્યંત સાચી છે કેમકે અનુભવમાં આવે છે.’ કૃપાળુદેવે પત્રાંક ૭૨૦માં કહ્યું છે. આત્માનું ભાન સ્વાનુભવથી થાય છે. આત્મા અનુભવ ગોચર છે. અનુમાન છે તે માપણી છે. અનુભવ છે તે હોવાપણું છે. પ્રતીતિ સંદેહરહિતપણે જે અનભવ થાય એને માટે જૈનદર્શનમાં પ્રતીતિ શબ્દ છે. પ્રતીત થયો એટલે અનુભવમાં આવ્યો. અને અનુભવમાં આવ્યો એટલે, ‘આમ હશે કે આમ હશે ? આ હશે કે બીજું હશે ?” એવા શંકાના ભાવથી રહિત, નિઃસંદેહપણે, અસંદિગ્ધપણે, નિઃશંકિતપણે, માનવું છે. સમ્યક્દર્શનનું પહેલું લક્ષણ નિઃશંકા. “નિ:શંકપણાથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે, અને તેથી જ નિઃસંગતા હોય છે.” નિઃસંગતા ત્યારે જ આવે જ્યારે જીવ નિર્ભય થાય. નિર્ભય ત્યારે જ થાય જ્યારે જીવ નિઃશંક બને. (૨૫) તો અહીં કહે છે, “સહજ.” અનાયાસે. વિના પ્રયાસે, સહજપણે તને હવે મોક્ષનો ઉપાય સમજાશે. પાંચ પદની તેં જો શ્રદ્ધા કરી છે તો છઠ્ઠા પદની શ્રદ્ધા તને જરૂર થશે. એવું અભયવચન અહીં સદ્ગુરુ શિષ્યને આપે છે. આત્મસિદ્ધિની અંદર આ મોક્ષમાર્ગના ઉપાય કહ્યા છે. ઉપાયની અંદર એક-એક ગાથામાં કૃપાળુદેવે માર્ગ મુક્યો છે મોક્ષનો. અને એના પાંચ ઉપાય મુક્યા છે. અને શિષ્ય માંગણી કરી છે એના સંદર્ભમાં ભગવાન આ પાંચ ઉપાય કહે છે. આ સગુરુ હવે અવિરોધ ઉપાય બતાવે છે. પૂર્વના બધાય ઉપાયનું જ્ઞાન-મત-ગચ્છ-સંઘ, સંપ્રદાયે બતાવેલા વિરોધી, અનેક ઉપાયોનું જ્ઞાન વિસ્મરણ કરી, હે પ્રભુ ! હું કંઈ જાણતો નથી આવી ભૂમિકાથી આપણે ભગવાનનો મોક્ષમાર્ગ સમજવાનો પ્રયત્ન શરૂ કરીએ. એટલે આપણું ડહાપણ ક્યાંય વચમાં આડું ન આવે. ભગવાન કહે છે, કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮) ‘કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે, અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે.” નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 238 E

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254