Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 242
________________ તો જ્ઞાન રૂપી પ્રકાશથી ટળી જાશે. ચિંતા કર મા કે અંધકારનો પ્રકાર કેવો છે, અંધકાર કેટલો જૂનો છે એવી કોઈ ચિંતા ન કરવી. તેમ અજ્ઞાન ગમે તેટલું જૂનું હોય, ગમે તે પ્રકારનું હોય, કાંઈ વાંધો નહીં. જેમ દર્દ ગમે તેટલું જુનું હોય, ગમે તે પ્રકારનું હોય - તેમ. જીવ તો દર્દનાય મલાવા કરે છે. સમજતો નથી કે આ પાપનો ઉદય છે. પોતાના મેલેરિયા અને ડાયાબિટિશનાં પણ ગાણા ગાતો ફરે. રોગનો મલાવો કરે. જીવ અજ્ઞાન અવસ્થામાં હોય ને ત્યારે કેને વળગી પડે ખબર ન પડે ! અને એમાં એને આનંદ આવે. જીવને દેહભાવ કેટલો છે ? અહંભાવ કેટલો છે ? રોગમાં પણ જીવને આનંદ આવે, વિકારમાં, પાપના ઉદયમાં પણ જીવને આનંદ આવે, એ જીવનાં અજ્ઞાનની કોઈ સીમા ખરી ? ત્યારે એને પરમેશ્વરનું શરણ યાદ આવતું નથી. રત્નાકર-પશ્ચિસીમાં કહે છે – મેં રોગના ઉપચાર કર્યા પણ જિનેશ્વરની ભક્તિ ને ભાવી નહીં કે જરૂર હું કોઈ જિનેશ્વરની ભક્તિના માર્ગથી જુદો પડી ગયો છું એટલે અટવાયો છું. ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું.” ધર્મ ચિંતવ્યો નહીં પણ ઔષધ અને રોગની ચિંતા કરી. અને રોગનું માહાત્મય વેદાય છે. જિનેશ્વરનું માહાસ્ય વેદાતું નથી. અજ્ઞાનનું માહાસ્ય વેદાય છે. જ્ઞાનનું માહાભ્ય વેદાતું નથી. આ આપણી સ્થિતિ જોઈ ? અજ્ઞાનના પ્રકાર કોઈ પણ હોય – ત્યારે જ્ઞાની કહે છે કે, વિતરાગ દર્શનનો પ્રકાશ ગમે તે જીવનું, ગમે તે પ્રકારનું અને ગમે તેટલું જુનું અજ્ઞાન હોય, તો પણ તેને ટાળવા માટે સમર્થ છે. પછી તે ગૌતમનું અજ્ઞાન હોય કે રોહિણિયા ચોરનું અજ્ઞાન હોય. પણ ભગવાન મહાવીરનો બોધ ચંડકૌશિયા જેવા, તિર્યંચમાં રહેલા જીવના અજ્ઞાનને પણ, ટાળી શકે છે. કારણ કે આ જ્ઞાન અદ્ભુત છે. તારું અજ્ઞાન ગમે તે પ્રકારનું હોય પણ આ જ્ઞાન અદ્ભુત છે. આ વિતરાગના જ્ઞાનની જ્યોતિ છે. આ જ્યોતિ પાસે જગતનો અજ્ઞાનરૂપી અંધકાર ટકી શકશે નહીં. આ અવિરોધ ઉપાય. “મોક્ષભાવ નિવાસ.” કર્મભાવ તો અજ્ઞાન છે. આ અજ્ઞાન ટાળવા માટે નિજવાસમાં આવી જા. અંતર્મુખ ઉપયોગે સ્થિતિ કર. અને આ સતુપુરષોએ આપેલી વિતરાગ વિજ્ઞાનની જ્યોતિ હાથમાં લઈ લે. એક સદ્ગુરુની મશાલ જો હાથમાં પકડી છે, મશાલ ન પકડાય તો મીણબત્તી હાથમાં પકડી છે તો પણ તું ન્યાલ થઈ જાઈશ. અનંતનો માર્ગ તારો ખુલ્લો થઈ જાશે. પૂર્ણ પ્રકાશિત થઈ જાશે. ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઊભા છો.” હે પ્રભુ ! સામે કાળ ભલે કઠિન હોય, પણ જેમ ઘનઘોર રાત્રીમાં કડાકા ને ભડાકા ચાલતા હોય તો પણ આપ દીવો લઈને ઊભા છો તો મને કશાની ભીતી નથી. મારો માર્ગ પ્રશસ્ત છે. આવી શ્રદ્ધા સાથે, આવા સમર્પણ સાથે ગુરુએ બતાવેલા માર્ગને સમજવા પ્રયત્ન કરીએ. પહેલો અવિરોધ ઉપાય “નિજવાસમાં જવું તે. તું તારામાં સ્થિર થા. જગત તરફની દૃષ્ટિ ફેરવી લે. કૃપાળુદેવે કહ્યું કે, “સઘળાં વ્રત, તપ, જપ, આ બધું જ કરવાનો ઉદ્દેશ, એક જ લક્ષ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.’ આ નિજવાસ છે. નિજવાસમાં પહેલાં જિનની અંદર વાસ કર એટલે નિજની અંદર વાસ થઈ જાશે. કારણ કે સીધે સીધું નિજ પકડાતું નથી. માટે જિનના સહારે નિજમાં ચાલ્યો જા. કારણ કે જિનપદ-નિજપદ એકતા.” આ તો સરળ માર્ગ છે. નEશ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 242 GિE

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254