________________
transformed. 272Electricity 24hiell Electronic - 274 21-ll gel gel 240 241 431 @ri એકને એક. પદાર્થમાં રહેલી ઊર્જાનું રૂપાંતર થાય એનો નાશ થઈ શકે નહીં. એમ આ પદાર્થ-૫ગલ જેમ પદાર્થ રૂપે છે તેમ ચૈતન્ય પણ પદાર્થ રૂપે છે. અને જો પદાર્થ રૂપે છે તો એનો કેવળ નાશ - સમૂળગો નાશ એનો શક્ય જ નથી. અને જો નાશ નથી. તો એ પદાર્થ સતત છે - છે ને છે. માટે આ નિત્ય છે. જો નાશ નથી તો એ પદાર્થ નિત્ય છે. જો મરી જાય તો આપણે કહીએ કે મૃત્યુ છે. પણ જો મરતો જ નથી તો અમર છે. વાત પૂરી થઈ ગઈ. આમાં બીજી દલીલને અવકાશ જ નથી. એટલે એણે કહ્યું કે,
હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” ભગવાન કહે છે, “ભાવનો નાશ થતો નથી. અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ-વ્યય-ધ્રુવપર્યાયના સ્વભાવથી થાય છે. “ના ભાવો વિદ્યતે સતઃ, ના સતઃ વિદ્યતે ભાવ:” આ ચેતન છે એ ભાવ છે. પુદ્ગલ છે એ ભાવ છે. ભાવ એટલે પદાર્થનું ગુણ, લક્ષણ અને ધર્મયુક્ત સ્વરૂપ. તો ચેતનનો ભાવ જે છે તે તો સદાકાળ રહે એમ પુદ્ગલ પણ સદાકાળ રહે. એ પણ નિત્ય છે. અવસ્થાતર એનું પણ થયા કરે. એ જ સુવર્ણપણામાંથી અનેક પ્રકારનાં ઘાટ ઘડીએ. એ ઘાટ નાશ પામે. પણ સુવર્ણપણું નાશ પામે ખરું ? ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ ભાસે.” એવી જ રીતે આ ચેતના ૮૪ લાખ યોનિના, જુદા જુદા દેહમાં ઘાટ ઘે. આ ઘાટ ઘડાયા છે અને આ ઘાટ વીખરાયા છે પણ ચેતન, ચેતનપણે તો ઊભો જ છે અને આવું ૮૪ લાખનું પરિભ્રમણ એણે એકવાર નહિ અનંતવાર કર્યું છે. એક ૮૪ના ચક્કરથી જો પરિભ્રમણનો અંત આવી જતો હોય તો આપણને નિરાંત. પણ ભાઈ ! આ જ્ઞાન કહે છે કે આ ૮૪ના ચક્કરથી અંત આવતો નથી. અનંતકાળ આમને આમ ચક્કર ચાલ્યા કરે છે. માટે કેટલો પંથ બાકી છે એ ખબર નથી. સમ્યક્દર્શન થાય તો ખબર પડે કે મારો પંથ હવે કેટલો બાકી છે. માટે આત્મા નિત્ય છે. આ નિત્ય પદાર્થરૂપે છે માટે છે, ચેતન સ્વરૂપ છે માટે છે, ભાવ સ્વરૂપ છે માટે છે. આ ભાવ ત્રિકાળી ભાવ છે. એના ગુણ, લક્ષણ, ધર્મ. પર્યાયથી એની અવસ્થા થાય છે. દ્રવ્યથી એની નિત્યતા ત્રણકાળની અંદર અબાધિતપણે છે. માટે હે શિષ્ય ! તું તપાસ કરીને મને વાત કરજે કે આ ચેતનનો નાશ થઈ જાય તો ભળે કેમ ? તું સમજુ અને વિચારક છો. આ આત્માની નિત્યતાની જે બધી દલીલ મેં આપી, તેનો તું વિચાર કરીને મને કહેજે.'
આ ગુરુ શિષ્યથી સવાયા છે. તે શિષ્યને કહે છે કે, “તું જો આતમાં અનિત્ય કહેતો હોય તો મને એટલું જ કહેજે કે આતમા નાશ થાય ત્યારે એ શેમાં ભળે ?” બસ આટલું જ સમજીને પછી જવાબ આપજે.
સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 184
=