Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 191
________________ ભાઈ ! આ કર્મ તો જડ છે અને જો ચેતનની પ્રેરણા ન હોય તો જડ કર્મ પોતાની મેળે આવીને આત્માને ચોંટતા નથી. દરેક જીવને જુદા જુદા પ્રકારનાં કર્મો આવીને ચોટે છે. તો જો ચેતનની પ્રેરણા ન હોય તો આ કર્મ આવીને આત્માને ચોંટ્યા કેવી રીતે ? અને રાગ-દ્વેષ વગેરે દ્રવ્ય કર્મ છે તે જડ છે, તે જો આત્માને ચોંટી શકે તો પછી જીવને ચોંટ્યા એમ અજીવને ચોંટી શકે કે નહીં ? તો પછી ઘડો છે – જે ઘટ અને પટ તે પણ શું ક્રોધાદિને ગ્રહણ કરે ? ના. તો તો આપણા ઘરનો થાંભલો પણ ક્રોધથી ગરમ થઈ જાય. મકાન પણ ગરમ થઈ જાય. જો ક્રોધ કરે તો – ભાઈ ! “ચેતનની પ્રેરણા ન હોય તો આ કર્મને કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવવા રૂપ સ્વભાવ જડનો છે જ નહિ. એમ હોય તો ઘટ-પટ આદિ પણ ક્રોધમાં પરિણમવા જોઈએ, અને કર્મના ગ્રહણ કરતા હોવા જોઈએ.’ પણ નહીં. જડમાં એ પ્રેરણા નથી. આખો પ્રેરક ભાવ. Motivating force. એનું ચાલકબળ એ ચેતનનું છે. જો ચાલકબળ એવા ચેતનનો અભાવ ગણવામાં આવે તો, ચેતનના અભાવની અંદર આ કર્મની પ્રકૃતિ, પ્રદેશ, રસ, સ્થિતિ, અનુભાગ કંઈ સંભવી શકે નહીં. એટલે પ્રેરણા એ ચેતનનું પરિણામ છે. જડતું નથી. જડનો સ્વભાવ કોઈ કાળે, દેખવાનો. વિચારવાનો, જાણવાનો, પ્રેરવાનો, એવો જડનો સ્વભાવ નથી. This is not the property of the matter. This is the property of the soul-spirit. એ ચેતનનો સ્વભાવ છે. એ ચેતનનું પ્રેરણાબળ છે. એ ચેતનની ચાલક શક્તિ છે, કે જે આ જીવને જે કાર્મણવર્ગણાઓ છે એને પોતાના તરફ ગ્રહણ કરે છે. અને એક પ્રદેશ ગ્રહણ થઈને, એ જીવને આવરણ આપે છે. અને બંધ કરે છે. અહીં પરમકૃપાળુદેવની હસ્તલિખિત “આત્મસિદ્ધિમાં જુઓ વિચારી મર્મ – મર્મ શબ્દ છે. મર્મ એટલે રહસ્ય. ગુપ્તભેદ, કે જડ અને ચેતન બંનેના સ્વભાવની અંદર જે તફાવત છે તે મર્મથી વિચાર કરો. અંતરભેદથી વિચાર કરો. અને આ વાતને કૃપાળુદેવે એક કાવ્યની રચનામાં બહુ ઉત્કૃષ્ટ ભાવે મુક્યું છે. ‘ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત, જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત.” અરૂપી એવો આત્મા, રૂપી એવા કર્મોને ગ્રહણ કરે છે. કર્મના પુદ્ગલ પરમાણુઓ જે છે, કાર્પણ વર્ગણાના પરમાણું જે છે એને અરૂપી એવો આત્મા ગ્રહણ કરે છે. ‘જીવ બંધન જાણે નહીં. આ અજ્ઞાનભાવે ગ્રહણ કરે છે. એટલે જીવને ખબર નથી કે આથી પોતાને બંધ થાય છે. એવું અજ્ઞાન પરિણામ જીવનું છે. અને કપાળદેવ પત્રાંક ૫૧૧માં જીવની વ્યાખ્યા કરી છે, “અનંત કાળથી આ જીવ, સમયે સમયે અનંત કર્મોનો વ્યવસાયી છે. અને એના મૂળમાં જીવનું અજ્ઞાન અથવા મોહભાવ. જેને કારણે એ જીવ પરપદાર્થ પ્રત્યે મમત્વનો ભાવ, મોહયુક્ત આસક્તિપૂર્ણ બુદ્ધિ રાખે છે, જેના કારણે એ પરપદાર્થની કામણ વર્ગણાઓને પોતા તરફ આકર્ષે છે. જડનો સ્વભાવ નથી કે જીવને ચોટે કાશ્મણ વર્ગણાનો સ્વભાવ નથી કે જીવને લાગે. અહીં ભગવાન તર્ક આપે છે કે જો જડ કર્મ પ્રેરણા વગર જીવને લાગે તો જડ પદાર્થને પણ લાગે. એટલું જ નહીં. એથી આગળ પણ કૃપાળુદેવે સમજાવ્યું છે કે જો આ કામણ વર્ગણાના પરમાણુઓ સ્વયં જો જીવને લાગી શકતા હોય તો સિદ્ધ પરમાત્માને પણ લાગે. સિદ્ધ-શિલાની અંદર પણ પુદ્ગલ દ્રવ્યની ઉપસ્થિતિ છે. સિદ્ધશિલા “લોકમાં જ છે. “અલોક'માં નથી. અનંતા સિદ્ધ જ્યાં બીરાજમાન છે તે સિદ્ધ FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 191 =

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254