Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 217
________________ પ્રવચન ૧૨ પાંચમું પદ : આશંકા સમાધાન છઠ્ઠું પદ : આશંકા - સમાધાન - D (ગાથા ૮૭થી ૯૬)n શ્રી ‘આત્મસિદ્ધિ-શાસ્ત્ર’માં, ગુરુ શિષ્યના સંવાદથી, જે મોક્ષમાર્ગની પ્રરૂપણા પરમ સદ્ગુરુ એવા પરમકૃપાળદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કરી છે. એવા સંવાદના ચાર પદ, આત્મા છે,’ જે ‘આત્મા છે તે નિત્ય છે,’ જે છે ‘તે પોતાના કર્મનો કર્તા છે,’ અને જે આત્મા છે તે પોતાના કર્મનો ભોક્તા છે.’ આની વિચારણા કરી. હવે શિષ્ય આગળ વધે છે. આ છ પદથી સમ્યક્દર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનકની સ્થાપના શ્રી સદ્ગુરુએ કરી છે તું આત્માનો આ છ પદથી વિચાર કર. છ પદથી આત્માનો વિચા૨ ક૨વાથી તને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે. જૈન પરિપાટીમાં સમ્યગ્દર્શનથી આત્મધર્મનો પ્રારંભ થાય છે. એક વાર આત્માનું ઓળખાણ થયું એટલે એની પ્રાપ્તિનો પુરુષાર્થ સફ્ળ થાય. જે વસ્તુનો લક્ષ ન થયો હોય જેનું ઓળખાણ ન થયું હોય, એના માટે કરવામાં આવતો પ્રયત્ન લક્ષ વિનાના બાણ જેવો છે. એ બાણમાં ગતિ કદાચ વધારે હોય, જોશ પણ હોય પણ બાણ લક્ષ પર પહોંચે નહીં. માટે લક્ષની સ્પષ્ટતા કરવાની સૌથી પ્રથમ આવશ્યકતા છે. અને એ સંદર્ભની અંદર સદ્ગુરુએ આત્માની ઓળખાણ કરાવતાં આ ચાર પદ કહ્યાં. હવે શિષ્ય કહે છે. કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. (૮૭) ‘કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમ કે અનંતકાળ થયો તો પણ કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે.’ શિષ્ય હવે સ્વીકાર કરે છે કે પ્રભુ ! આપે કહ્યું તેમ આ જીવ કર્મનો કર્તા છે, અને કર્તા છે માટે ભોક્તા છે. જીવના વિભાવ પરિણામનો યોગ પામીને આસપાસ રહેલાં કાર્મણ વર્ગણાઓના પુદ્ગલ પરમાણુઓને આ જીવ અજ્ઞાન ભાવે ગ્રહણ કરે છે, અને જેવા ભાવથી, જેવા પરિણામથી કર્મ બાંધે છે તેવું ફળ પામે છે. ઉત્કૃષ્ટ શુભ ભાવ કર્યો હોય તો શુભ ફળ. અને અશુભ ભાવ કર્યો હોય તો અશુભ ૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર૦ 217 ITE

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254