Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 229
________________ એટલે ભગવાન કહે છે, “શુભાશુભ ને છેદી નાંખ.” અંર્તમુખ થાતાં તે શુભાશુભ છેદાઈ જાશે. જીવ જેવો અંતર્મુખ થાય કે શુભાશુભ છેદાઈ જાય. બહાર ઉપયોગ હોય તો કાં શુભમાં અને કાં અશુભમાં પણ અંતર્મુખની અંદર ? નથી શુભ કે નથી અશુભ. એટલે ત્યાં બંધ નથી પડતો એની રીત બતાવી દે છે. દેહાદિક સંયોગન, આત્યંતિક વિયોગ, સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. (૯૧) ‘દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે ફરી પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય.’ ભગવાન કહે છે કે, તે દેહ તો કેટલી વાર છોડ્યા છે ? દેહનો વિયોગ એ તારા માટે નવું નથી. કારણ કે શિષ્ય કહ્યું હતું કે, “ભગવંત, અનંત કાળથી હું તો આથડું છું. એટલે દેહ તો મળ્યા જ કરે છે. ક્યાંક ૨૫ વર્ષ રહ્યો, ક્યાંક ૫૦ વર્ષ રહ્યો, ક્યાંક હજાર વર્ષ રહ્યો. ક્યાંક લાખ વર્ષનું આયુષ્ય હતું. તો પણ દેહ તો છૂટ્યો જ ને ? અમર દેહ લઈને કોઈ સંસારમાં રહેતું નથી. કોઈ આત્મા એમ નથી કહેતો કે જે દેહ ધારણ કર્યો છે એ એક જ દેહે અનંતકાળથી પરિભ્રમણ કરું છું. ભગવાન એની રીત બતાવે છે કે હવે એવી રીતે દેહ છોડ કે ફરી એનું ધારણ કરવાપણું રહે નહીં. દેહ કર્મથી બંધાય. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે કપાળદેવ પત્રાંક ૫૦૯ માં લખ્યું છે કે “કોઈ કહે કે કર્મ જીવને વળગ્યા છે. પણ અમને દેખાતા તો નથી. તો કહે આ તારો દેહ છે તે તો કર્મ છે. એટલે કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. તો જેને પ્રાણ ધારણ કરવાપણું નથી. અને જેને સર્વથા એનો અભાવ થયો છે. એવું જેનું સ્વરૂપ છે એવા સિદ્ધ - એવા મોક્ષપદની પ્રાપ્તિ કર. ત્યાં દેહને ધારણ કર્યા વિના અનંત સુખનો ઉપભોગ થઈ શકે. અત્યાર સુધી તે દેહ છોડ્યો છે. પણ હવે એવી રીતે દેહ છોડ કે ફરીથી દેહનું ધારણ કરવાપણું રહે નહિ. એટલે કે દેહ ધારણ કરવો પડે એવા કોઈ કર્મ સત્તામાં રહે નહીં. એટલે કર્મનો ક્ષય કર. કર્મ નહીં હોય તો દેહનું ધારણ કરવાપણું નહીં રહે. અને દેહનું ધારણ કરવાપણું જો નહીં રહે તો મોક્ષ પદ જ છે. તો “સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ.” માટે હવે લક્ષ એક જ રાખ કે, મારે દેહ ધારણ કરવો પડે નહીં. આ મંત્ર બરાબર પકડી લે. તો દેહ ધારણ કરવો પડે એવા કોઈ સંજોગો મારે હવે ઉભા કરવા નથી. આ અહીં મંત્ર આપ્યા છે કે, દેહ છે તે સંયોગે કરીને આત્માનાં સંબંધમાં છે. અને કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. આ દેહથી તું વિરક્ત થઈ જા. હંમેશને માટે વિરક્ત થઈ જા. તો તું શાશ્વત એવા મોક્ષ પદને પામીશ. કારણ કે એકવાર મોક્ષપદ પ્રાપ્ત થયા પછી, એમાં કર્મબંધ ન હોવાના કારણે એ પદથી શ્રુત થવાનું રહેતું નથી. હવે “મોક્ષનો ઉપાય' એ છઠ્ઠા પદમાં આપણે પ્રવેશ કરીએ છીએ. અને એ છઠ્ઠ પદ એ આત્મસિદ્ધિનો અર્ક છે. અને આ શિષ્યની આશંકામાં આપણી બધી ગુંચવણ અને મુંઝવણ આવી જાય છે. હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? (૯૨) ના શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 229 IિF

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254