Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 230
________________ મોક્ષપદ કદાપિ હોય તો પણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોધ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમ કે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય જો મોક્ષ પદ કદાચ હોય તો તે પ્રાપ્ત થવાનો અવિરોધ ઉપાય, એટલે એમાં કોઈ વિરોધ ન આવે, સર્વસંમત, જેની બાબતમાં કંઈ અપીલ નહીં એવો ઉપાય તો મને ક્યાંય દેખાતો નથી. અને કદાચ ઉપાય હોય તો આ અનંત કાળનાં કર્મો, આવા અલ્પ આયુષ્યમાં કેમ છેદાય ? હવે તમે ઉપાય આપો તો તે ઉપાય કરવા માટે જીવવું તો પડે ને ? પણ અમારું તો આયુષ્ય પણ અલ્પ જ રહ્યું છે. આ આપણો બધાનો પ્રશ્ન છે કે, આમને આમ અનંતકાળ અજ્ઞાનતામાં ગુમાવ્યો, પણ આ સંજ્ઞીપણાનો કાળ પણ અજ્ઞાનતામાં ગયો. મનુષ્ય પર્યાયનો કાળ પણ કાગડા-કુતરા જેવા ભવની રીતે ગયો. વ ક્યાંય સોધ પામ્યો નહીં. સદ્ગુરુનાં શાસનમાં આવ્યો, વિતરાગ દર્શનમાં આવ્યો, અધ્યાત્મભૂમિ ભારતમાં એનો જન્મ થયો, જે ભૂમિના પાણીના એકએક બુંદમાં અધ્યાત્મિકતા છે, હવાના એક એક ઝોરામાં આધ્યાત્મિકતા છે. ચારેબાજુ એજ વાતાવરણ. ત્યાગ અધિષ્ઠિત સંસ્કૃતિ. એનો એને વારસો મળ્યો. આવા સદ્ગુરુ, આવી ત્યાગીઓની અદ્ભુત પરંપરા, આવા શાસ્ત્રોની ગ્રંથરાશિ, જેને જોવા માટે આખું વિશ્વ તલસી રહે, એવો આવો અધ્યાત્મ યોગ પ્રાપ્ત થયો તો પણ આ મૂર્ખ જીવનનાં ૭૦-૮૦ વર્ષ આમને આમ કાઢી નાખ્યા. એટલે કહે છે કે પ્રભુ ! આમ તો મુક્તિનો માર્ગ છે નહીં, પણ કદાચ જો મળી જાય તો હવે તે આરાધવા જેવું આપણી પાસે કાંઈ રહ્યું નહીં. અમે તો એક પગ સ્મશાનમાં અને એક પગ સંસારમાં રાખીને બેઠા છીએ. અને હવે પેગડે પગ અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. આવી અમારી સ્થિતિ છે. એમ શિષ્ય કહે છે પ્રભુ ! આ અનંતકાળનાં કર્મો શાથી છેદાય ? અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો ક્યો, બને ન એક વિવેક. (૯૩) *અથવા કદાપિ મનુષ્યદેહના અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તો પણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત્ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં ક્યો મત સાચો એ વિવેક બની શકે એવો નથી.' શિષ્ય કહે છે કે મેં કહ્યું તેમ મોક્ષના અવિરોધ ઉપાય તો નથી. પણ મત દર્શન પણ કેટલાં છે ? સૌને આત્માની મુક્તિ જોઈએ છે. પણ ધર્મ કરતાં ધર્મ-મત વધી ગયાં અને દેવ કરતાં ગુરુ વધ્યાં. દર્શન ઘણાં, મત ઘણાં, અને પાછા એક મત કે દનવાળાં ઉપાય અનેક બતાવે. એક ઉપાયની વાત નથી કરતાં. જેમ શરદી થઈ હોય તો સામાં મળે એ બધાં જ ઉપાય બતાવે. એ બધાં ઉપાય કરીએ તો વહેલા ઉકલી જઈએ. કારણ કે બધા ઊંટવૈદ્ય જ હોય. આ આપણને આ જ વાંધો છે. કેટલા મત, સંઘ, સંઘાડા, સંપ્રદાય. અરે ! જૈનમત, બૌદ્ગમત, શિખમત, ઇસાઈમત. એમાંય રામાનુજાચાર્ય, માધવાચાર્ય, શંકરાચાર્ય, શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 230 (

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254