Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 227
________________ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેઠતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.' સદ્ગુરુ કહે છે, હે શિષ્ય ! આ શુભાશુભ ભાવને તું છેદી નાખ, ભગવાન ! કેવી રીતે છેદાય ? સમભાવ. સમતા. મમતા જેમ બંધનું કારણ છે એમ સમતા એ મુક્તિનું કારણ છે. હે જીવ ! સમભાવમાં આવ. સમત્વમાં આવ. પ્રાપ્ત પરિસ્થિતિ વિશે ઉદાસીન બની જા. ન રાગ-ન દ્વેષ. ન આસક્તિ ન તિરસ્કાર. કશું જ નહીં. જેમ છે તેમ સંયોગોનો સ્વીકાર સંયોગો બદલી શકાશે નહીં. સંયોગો પૂર્વે બાંધેલા કર્મોને આધિન છે. તેનો સ્વીકાર કરી શકાશે. બદલવાની અંદર જીવને સંઘર્ષની ભૂમિકા લેવી પડશે. સંઘર્ષની ભૂમિકા કષાય વિના નહિ થાય. સંયોગોના સ્વીકારમાં જીવને સમાધાનની ભૂમિકા લેવી પડશે. સમાધાનની ભૂમિકા સમભાવ વિના ન આવે. આખરે મનુષ્યએ સંયોગોનો સ્વીકાર કરવો જ પડે. એ માને કે ન માને. અને કોઈ જીવ કદાચ એવો હોય, વનભર અવળચંડાઈ કરી હોય અને મૃત્યુ સુધી અવળચંડાઈ કરવા ધારે કે હું સંયોગો બદલી નાખીશ.' તો આવી તીવ્ર લેશ્યાની અંદર અને આવા તીવ્ર દ્વેષ ભાવની અંદર, તીવ્ર રૌદ્ર ધ્યાન અને આર્તધ્યાન અંદર, જો એનો દેહ છૂટી જાય તો એવી ભયંકર ગતિને પામે છે. જ્ઞાનીઓ કહે છે એ અનંતાનુંબંધીમાં ચાલ્યો જાય છે. અને કેટલાય વખત સુધી નીકળી શકતો નથી. ઉદાહરણ ચંડકોશિકનું આ દેખાડવા, પુરતું છે. કે સાધુ વનની અંદર પણ ક્રોધની પર્યાય છેલ્લે છૂટી નહીં. ઉપાશ્રયની અંદર થાંભલા સાથે માથું અથડાઈ ગયું ત્યારે પર્યાય ક્રોધની હતી અને દેહ છૂટી ગયો. સમતા નહોતી. એટલે તાપસ થયો. અને તાપસમાં પણ એ ક્રોધની પર્યાય ચાલુ રહી એટલે ચંડકૌશિક થયો. અને ચંડકોશકે જ્યારે દે છોડયો ત્યારે ક્રોધની પર્યાય છોડી દીધી હતી. અને સમનાની પર્યાય ધારણ કરી હતી. અને માટે ચંડકૌશિકની ગતિ કઈ ? તો કહે સદ્ગતિ. વિતરાગના વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરીએ. આ સંસારની આંટીઘુંટીમાંથી બહાર નીકળવું છે. આપણું ડહાપણ કામ આવે એવું નથી. આપણા મગજમાં, આપણી માન્યતાનું જે ખોટું ગણિત બેસી ગયું છે એનાથી પર થાવું પડશે. એને દૂર કરવું પડશે. હે પ્રભુ ! આ મુક્તિનું વિજ્ઞાન હું જાણતો નથી. આપ બધા અનુભવી છો. અનંતા જ્ઞાની પુરુષોએ આ માર્ગને પોતે જીવતા જાણ્યો છે, અને જે જે પુરુષોથી કહી શકાય તેમણે કહ્યો છે. કા૨ણે કે કૃપાળુદેવે કહ્યું કે, “મહાત્માનો દેહ આ જગતમાં બે કારણોને લીધે વિદ્યમાન હોય છે. એક તો પૂર્વે બાંધેલા કર્મોના નિવર્તન માટે અને બીજું જગતના જીવોની કરુણા માટે જે જે જીવ આવા જિજ્ઞાસુ છે. આવા આત્માર્થી છે, સાચા સુખની ઝંખનાવાળા છે, આવા જીવોને માર્ગ બતાવવો એ સત્પુરુષોનું લક્ષણ છે. આવા પુરુષોનો સનાતન સંપ્રદાય છે કે આખા જગતના જીવો, પ્રાણીમાત્ર કલ્યાણને પામે, સમાધિને પામે, શાંતિને પામે. એનું મંગલ થાય. જન્મ-જા મરાના દુઃખથી સર્વ જીવો મુક્ત થાય. કર્મના ચક્કરમાંથી જીવ છૂટે. પુદ્ગલના ખેલમાંથી એ જીવ છૂટી જાય અને પોતાના સ્વરૂપથી જોડાઈ જાય. આવી કચુલા અનંત તીર્થંકરોની છે. અનંતા કેવળીઓની છે. અનંતા ગીતાર્થ જ્ઞાનીભગવંતોની છે. અને એટલા જ માટે એમણે, પોતાને માર્ગ પ્રાપ્ત થઈ ગયો, પોતાને જીવનમુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ, અબંધપણું પ્રાપ્ત થઈ ગયું પછી પણ - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 227

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254