Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 226
________________ ‘કર્મ સહિત અનંતકાળ વીત્યો, તે તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો. પણ તેના પર ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય, અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય.” સદૂગર કહે છે કે, “બરોબર છે. અનંતકાળ તેં આ રીતે વીતાવ્યો છે. કાં શુભ કર્યું, કાં અશુભ કર્યું, સમયે સમયે કાં શુભ ભાવ કર્યો, કાં તો અશુભ ભાવ કર્યો. સમયે સમયે આ જીવનાં પરિણામ, એની વૃત્તિ ચળ, વિચળ થયાં કરે છે. નિમિત્તાધિન વૃત્તિ છે. આ નિમિત્તાધિન વૃત્તિ પછી વિષયાધિન બને છે. અને પછી કષાયાધિન બને છે. આ એનો ક્રમ છે. નિમિત્ત ઉત્પન્ન થયું એટલે તરત જ જીવ જાગૃત થયો. જોડાઈ ગયો. કોઈ કર્મનો ઉદય આવ્યો, કોઈ સંજોગ આવ્યાં, નિમિત્ત ઉત્પન્ન થયું અને જોડાઈ ગયો. ઉદય થયો એટલે કર્મના પ્રભાવમાં આવ્યો કે આપ સ્વભાવમાં છે ? તો જેવું ભાન ચુકી ગયો કે આ ચક્કર ચાલું થઈ ગયું. વૃત્તિ એની સાથે જોડાઈ ગઈ. ઇચ્છાનું રૂપ ધારણ કર્યું. કઈ ઈન્દ્રિયનો વિષય છે એ વૃત્તિને ? આંખનો, કાનનો, નાકનો ? એ ઈન્દ્રિય સતેજ થઈ ગઈ. એણે વ્યાપાર શરૂ કરી દીધો. અને એ પછી ઈન્દ્રિયનો વ્યાપાર વિષયની અંદર શરૂ થયો. એનું ઇચ્છિત પરિણામ લાવવા માટે કષાય શરૂ કરી દીધો. ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ. અનેક પ્રકારના વ્યવહાર પ્રપંચ એની આખી એવી માયા ચાલે, પછી તો આ પોતાના વશમાં નથી. પછી તો કર્મના વશમાં છે. નિમિત્તના વશમાં છે. પદાર્થના વશમાં છે. આ જીવ વિષય-કષાયને અને નિમિત્તને આધિન છે. જેવું ભાન ભૂલ્યો કે એક જ પગથિયું ચુકી ગયો. આખો માર્ગ એની અંદર એને કર્મના બંધનો ચાલ્યો. આવી રીતે અનંતકાળ વીતી ગયો, ભાઈ ! શુભ અને અશુભમાં વીતી ગયો. અનુભવ એ છે કે પ્રભુ ! વાત ભલે શુભની હોય. શુભનું એક સ્મરણ અત્યારે મને હવે નથી. પણ જે મનુષ્ય પર્યાયમાં છું, એની અંદર તો સ્પષ્ટપણે લાગે છે કે, શાતા થોડી, અશાતા ઘણેરી, એવો છે આ સંસાર;” અનુભવ તો એ થાય છે કે શાતા થોડી અને અશાતા ઘણી છે. જીવનનો સરવાળો ૬૦-૭૦ વર્ષની ઉંમરે, પોતાના આખા આયુષ્યની જે ઉપલબ્ધિ છે. આવો કાળ, આવું સાધન, આવું વૈજ્ઞાનિકપણું, આવું શિક્ષણ, આવી સ્થિતિ સંપન્નતા, આવા જાગૃતિક સાધનોની વચ્ચે કોઈક દિવસ સરવાળો માંડીએ ત્યારે ખબર પડે કે, હે જીવ ! તેં શું પ્રાપ્ત કર્યું? તારી ઉપલબ્ધિ શું ? What you have achieved ? What you have gained ? અને પછી એમ થાય કે What was the purpose of the life ? અરે મારા જીવનનું લક્ષ શું હતું? લક્ષનું ભાન થયું ત્યાં તો જીવન પૂરું થયું. કે ના ! ના ! જીવન તો આ લક્ષે જ વીતાવવું જોઈએ. આ મનુષ્ય દેહમાં તો આ જ પ્રાપ્ત કરવું જોઈએ. એવી, જ્યાં સમજણ આવી, ત્યાં તો એ અસ્તાચળના આરે આવીને ઊભો છે. અને પછી એમ થાય કે What was the meaning of my action ? સમાજની અંદર મેં તો ઘણા કામો કર્યા, ઘણાં કાર્યો કર્યા, સંસારમાં બહુ કર્યું. પણ What was the meaning ? આ બધું અર્થહિન છે. આ જેને મારા માન્યા'તા એય મારા રહ્યા નહીં. અને જે મારું માન્યું તું એય મારું રહ્યું નહીં. આ તો બધું લુંટાઈ ગયું. બધુંય ગયું. અને આપણા માન્યા'તા એય બધાં મોઢું ફેરવીને બેઠાં. આમાં તો કોઈ મારું નથી ? હવે સમજાયું ? આ જ સ્થિતિ છે. આવો અનંતકાળ પસાર થયો છે. T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 226 GF

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254