Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 225
________________ આત્માનું ચૈતન્ય, જીવની અનંત શક્તિ અને એનું વીર્ય, અને જ્ઞાન, દર્શનરૂપી એનો ઉપયોગ. આ જે અદ્ભુત અને અચિંત્ય સામર્થ્ય જીવનું છે, એ સામર્થ્યનો ઉપયોગ જીવનો સ્વલક્ષી થાય, સ્વરૂપલક્ષી થાય એ નિવૃત્તિની વ્યાખ્યા છે કે જેમાંથી અનંત સુખનું સર્જન થાય. એટલે ભગવાન કહે છે કે આ નિવૃત્તિ સફળ છે. આપણે એમ સમજીએ કે નિવૃત્તિ નિષ્ફળ છે. જીવને એમ થાય કે હજુ સંસારમાં થોડુંક કરી લઈએ. ૬૫ થયા. પણ હજી પાંચ વરસ સંસારમાં વાંધો આવે એમ નથી. આમને આમ ઉંલી જાઈશ. હજુ પાંચ હજાર રૂપિયા કમાઈ લેવા હોય તો વાંધો નથી. કહેનેવાલા ભી દિવાના, ઔર સુનનેવાલા ભી દિવાના.’ ભાઈ ! આ તારો જે અત્યારે યોગ છે, તારું જે સામર્થ્ય છે, ઈન્દ્રિયો સતેજ છે ત્યાં સુધી ધર્મની આરાધના કરી છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું, કે ઈન્દ્રિય સતેજ છે ત્યારે ધર્મનો વ્યાપાર નહીં કર અને કર્મના વ્યાપારમાં જ લાગી રહીશ તો પછી ક્યારે ધર્મ કરીશ ?” મોઢામાંથી લાળ પડતી હોય, આંખે સૂઝે નહીં, કાને કોઈ સંભળાય નહીં, શરીર ઠીક રહે નહીં, એક નવકારનો કાઉસગ્ગ ન થાય, એક માળામાં પણ હાથ ધ્રુજતો હોય, તે જ દિવસે નું ધર્મ કરવા નીકળીશ ? એટલો લોભી આ જીવ છે ! અને છતાં દંભી છે. એટલે પોતાની આર્થિક પ્રવૃત્તિ, સંસારની પ્રવૃત્તિ છોડવા તૈયાર નથી. અને પાછો કહે કે, ‘આપણાથી થાય એટલું બધું કરવું જોઈએ. આ તો કર્તવ્ય છે.’ આ તો જાતને અને જગતને છેતરવા નીકળ્યો છે. પણ જ્ઞાની પાસે તારો હિસાબ બહુ ચોખ્ખો છે. કે આ તારી કર્મની પ્રવૃત્તિ છે. આ તારા મરવાના અને રખડવાના ધંધા છે. આમાં ડહાપણવાળો અને જાણકાર વધારે પટકાય. અજ્ઞાની કોઈક દિ તરી જાશે. કારણ કે શુભ ભાવ કરે છે કે, હે ભગવાન ! હું પાપ કરી રહ્યો છું. મને આમાંથી બચાવજે. મારી સ્થિતિમાં ચાલી શકે એમ નથી. એટલે ના ઈલાજે, ન છૂટકે હું વેપાર કરું છું. મને તું બચાવજે. પણ જે દંભી છે, ડોળ રાખનાર, બધું ચાલી શકે એવું છે છતાં જે પ્રવૃત્તિમાં પડ્યો છે એને તો અનંતગણું વિપરીત પરિણામ આવે છે. આ સંસાર સાગરની અંદર ડાહ્યા ડુબી જાય. દિવાના દરિયો તરે.' એવો આ ખેલ છે. જેટલું જાણપણું છે, જેટલો થોપશમ છે એ જ પ્રકારે પ્રવૃત્તિનું સંચાલન ચાલવું જોઈએ. જાણકારી અને વ્યવહાર વર્તના જુદી હોય એને જૈન દર્શનમાં ક્યાંય માફ નથી કર્યો. કૃપાળુદેવે એટલા માટે લખ્યું છે કે, ‘જીવ ગમે તે પ્રકારે કહે, કર્મ ભૂલથાપ ખાતું નથી.' હોય મોહ ને ઘટાવે મોહદયા. તો કર્મ ભૂલથાપ ખાતું નથી. અનુકંપાની વાત કરે પણ જો મોહનો ભાવ હોય તો એની ખતવણી અનુકંપામાં થાય નહીં. કર્મનો હિસાબ બહુ ચોખ્ખો છે. કર્મનો કર્તા અને ભોક્તા જીવ સ્વયં છે. એના ભાવ પરિણામ છે. આ પુદ્ગલનું એક તત્ત્વ બહુ સરસ છે કે એનામાં રાવપણું નથી. એટલે એ ક્યાંય mistake ભૂલ કરે નહિ. પક્ષપાત કરે નહીં. આ જડની એક વિશેષતા છે. એ તો હોય એવું જ ફળ આપે. કર્મ કોઈની લાજ-શરમ રાખે નહીં. જૈન ધર્મનો સિદ્ધાંત બહુ સરસ છે. જ્ઞાની કહે છે આગળ - વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦) = શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 225

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254