Book Title: Aatmsidhi Shastra
Author(s): Vasantbhai Khokhani
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 214
________________ એટલે પછી એની અવળી અસર થશે નહીં. એ તમને દઝાડશે નહીં. તપેલું ગરમ હોય તો ઉપાડવા સાણસી વાપરીએ. અગ્નિને ચિપિયાથી ઉપાડીએ. એમ જૈનદર્શનમાં સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય, ભક્તિ, જ્ઞાન, દર્શન, ધ્યાન, માળા, આ બધાં સાધન આપ્યાં કે, કર્મ ઉદયમાં આવી જાશે. તું ધ્યાન રાખજે. હવે કર્મની તાકાતને ક્ષીણ કર. એને dilute કરી નાખે. એને મંદ કર. એને શિથિલ કર. એને ક્ષીણ કર. પરમકૃપાળુદેવે કહ્યું છે – છ પદનાં પત્રમાં કે, ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમાધિ, શીલ, વૈરાગ્ય આ બધાથી કર્મબંધ શિથીલ થાય છે. ક્ષીણ થાય છે. ક્ષય થાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો જીવ કોઈ દિવસ મુક્તિ ન પામે. માટે આ ધર્મ જીવને કર્મના પ્રાદુર્ભાવથી બચાવવા માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માધ્યમ છે. કેટલાય કર્મને તો આવતા અટકાવી દયે. એટલે પ્રદેશ ઉદય થઈને ખરી જાય. એટલે એ શાસ્ત્રમાં સિદ્ધાંત સમજાવ્યો છે. એ કર્મ પ્રદેશ ઉપર આવીને ચાલ્યુ જાય. એના વિપાકનો ઉદય જીવને આપી ન શકે. આ પણ સ્થિતિ થઈ શકે છે. કર્મનું સંક્રમણ, અપક્રમણ, એનું વિક્રમણ, એની ઉદીરણા, અશુભ કર્મ, શુભ કર્મની પ્રકૃતિમાં પલટાય. શુભ અશુભમાં પલટાય. એની કાળ સ્થિતિમાં ફેર થાય. એનો અનુભાગ ઘટે. એની સ્થિતિ લંબાય. આ કર્મના સિદ્ધાંત છે. આ બધું તપના કારણે થાય. તપમાં એટલું જબરજસ્ત સામર્થ્ય છે કે કરોડો વર્ષોના, અનંત કોટિ કર્મોનો ઘડીના ભાગમાં નાશ કરી શકે છે. એટલે જૈન દર્શનમાં તપને કેન્દ્રમાં રાખી દીધું. ‘તપસા સંવર નિર્જરા ચ.” તપ કરો. આ જૈનદર્શનનું તત્ત્વજ્ઞાન છે. શરૂઆતમાં, આત્મજ્ઞાન નહીં હોય ત્યાં સુધી તપ, કર્મોને નબળા પાડશે. પાતળાં કરશે. કર્મો હળવા બનશે. તપ એ પુણ્ય છે. અને પુણ્ય એ સોનાની બેડી છે એવી વાત નહીં કરવી. આપત્તિ આવશે તે દિ સોનું યે વેચવા કામ લાગશે. (એક કણબી પટેલ પાંચ તોલાના સોનાનાં બટન કાયમ પહેરે. કે અધવચ્ચે મૃત્યુ થાય તો આપણો અગ્નિસંસ્કાર તો કોઈ સારી રીતે કરે.)' આપણે હજુ છદ્મસ્થ અવસ્થામાં છીએ. એટલે ભગવાન કહે છે કર્મ ભોગથી દૂર થાય. તું સમભાવે પણ કર્મ ભોગવી લે. રોઈને પણ ભોગવવા તો પડશે જ. કર્મ એક મિનિટ લાંબુ રોકાવાનું નથી. અને રોવાથી પણ કર્મ જાશે નહીં. દર્દોની આ પીડા રોવાથી મટશે નહીં, કલ્પાંત કરું તો યે આ દુઃખ તો ઘટશે નહીં” કોઈનો વિયોગ થયો હોય તો કલ્પાંત કરવાથી એ જીવ પાછો આવે ? જીવે દર્શાન ન કરવું. કાળસ્થિતિ પરી થા પછી કર્મ રોકાય નહિ. ડૉક્ટરની દવા ન લીધી હોય તોયે તાવ ઉતરી જાય. શ્રદ્ધા બેસવી આકરી છે. પણ સમય પૂરો થતાં કર્મ ટકે નહીં. આ સિદ્ધાંત સમજવો. તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. (૮૬) ‘ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવ પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે. તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્ય સ્થિતિ, એમ FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 214 =

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254